GujaratPolitics

વિપક્ષનેતા પરેશ ધાનાણીનું મોટું નિવેદન, કોંગ્રેસ સાથે છેડો ફાડીને પસ્તાયેલા કાર્યકરો માટે ‘ઘરવાપસી’ શરુ કરવામાં આવશે!!

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ બાદ ગુજરાત કોંગ્રેસની ધુરા બે યુવાન નેતાઓના હાથમાં આપીને રાહુલ ગાંધીએ સંકેત આપ્યા હતા કે ૧૩૨ વર્ષ જૂની કોંગ્રેસ યુવાન થઇ રહી છે અને દરેક રાજ્યમાં યુવાનોને યુવા નેતાઓને મહત્વ આપવામાં આવશે. આ સાથેજ ગુજરાતમાં યુવાન નેતા પરેશ ધાનાણી ને વિપક્ષનેતા અને એના થોડાજ સમય બાદ અમિત ચાવડા ને પ્રદેશ પ્રમુખ બનાવતા રાજ્યમાં અને ખાસ તો કોંગ્રેસી કાર્યકર્તાઓ માં નવા જોશ અને ઉમંગ નો સંચાર થયો છે. સાથે સાથે બંને યુવાનોની સૂઝ બુઝના કારણે પાર્ટીમાં અશિસ્તનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું છે સાથે જ વરિષ્ઠ આગેવાનોના સાથ અને સહકારથી ગુજરાતમાં કોંગ્રેસ ફરી મજબુત બની છે અને નવજોશીલા યુવવાનની જેમ જનતાના પ્રશ્નોને વાચા આપવા લાગી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી કરાવશે ‘ઘરવાપસી’

બીજી તરફ લોકસભા ચુંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે અને ૨૬ બેઠકો માંથી ૧૨ થી ૧૬ બેઠકો કબજે કરવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે આ સાથેજ કોંગ્રેસના આગેવાનો નેતાઓ જે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ગયા છે જે ભાજપમાં જઈને નિષ્ક્રિય થઇ ગયા છે અથવાતો ભાજપ દ્વારા જેમની અવગણના કરવામાં આવી રહી છે તેવા કાર્યકરો નેતાઓ આગેવાનો માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઘરવાપસી શરુ કરશે અને પુન: કોંગ્રેસમાં પ્રવેશ આપશે.

 

 

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ જણવ્યું કે, ભૂતકાળમાં અને તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કરનારા અથવા તો રાજકીય રીતે નિષ્ક્રિય થઇ ગયેલા કદાવર કહી શકાય તેવા આગેવાનો અને કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓને રૂબરૂમાં, ફોન પર અથવા અન્ય કાર્યકરો કે આગેવાનો મારફતે ફીલર મોકલીને કોંગ્રેસમાં પુન: સક્રિય થવાની લાગણી વ્યક્ત કરી છે. આ લોકો ભાજપની નિષ્ફળતા, નીતિ રીતીથી નાસીપાસ થઇ ગયા છે. જેના પગલે ગત સપ્તાહે પ્રદેશનેતાઓની હાજરીમાં તથા પ્રભારી શ્રી રાજીવ સાતવજીની હાજરીમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. અંતે રાહ ભૂલેલા કોંગ્રેસીઓને પુન: કોંગ્રેસમાં લાવવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં તેમને જણાવ્યું કે આ યાદી બહુ લાંબી છે એમ કહીને કેટલા અને કયા નેતાઓ આગેવાનો છે તેમના નામ જણાવવાનો ઇનકાર કર્યો હતો.

ઇન્દ્રનીલ કોંગ્રેસનું અવિભાજ્ય અંગ

ઇન્દ્રનીલ રાજ્યગુરુ શું પુનઃ કોંગ્રેસમાં સામેલ થશે? તે સવાલના જવાબ આપતા વિપક્ષના નેતાએ જણાવ્યું કે ઇન્દ્રનીલ ભાઈ તો કોંગ્રેસનું અવિભાજ્ય અંગ સમાન છે તેમણે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે.

કુંવરજીભાઈની એક્ઝીટ કોંગ્રેસને ફાયદો

કુંવરજીભાઈના ભાજપમાં જવાથી સીધો ફાયદો કોંગ્રેસને થશે કારણકે માત્ર ગણતરીના કલાકોમાં જ મંત્રી પદ આપી દેવતા ભાજપના નારાજ ધારાસભ્યો આગેવાનો કાર્યકરો જે વર્ષોથી મેહનત કરતા હતા તે સંગઠિત થયા છે અને તેનો ફાયદો કોંગ્રેસને ચોક્કસ મળશે.

હાર્દિકના ઉપવાસને ટેકો

હાર્દિક અંગેના સવાલના જવાબમાં પરેશ ધાનાણી એ જણાવ્યું કે, યુવાનોનું પ્રતિનિધિત્વ કરતા કોઈ વ્યક્તિ, વર્ગ કે સમૂહે અમરન ઉપવાસ કરવા પડે તે સરકારની અસંવેદનશીલતા વ્યકત કરે છે, નિષ્ફળતા ઉજાગર કરે છે. ભાજપના ૨૨ વર્ષના શાશનમાં લોકોની સમસ્યા અને પીડામાં વધારો થયો છે અને લોકશાહીના મૂલ્યોનું રક્ષણ કરવા કોંગ્રેસ ટેકો આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!