તો શું પ્રિયંકા ગાંધી થી ડરી રહી છે ભાજપ?! જાણો શું છે ભાજપના ડરનું કારણ.

જ્યારથી પ્રિયંકા ગાંધી સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ્યા છે ત્યારથી તેમેણ શુભકામનાઓ તો દુર પરંતુ એમની પર રાજકીય હમલાઓ શરુ થઇ ગયા છે. ભારતીય જનતા પાર્ટી સાથે સાથે એનડીએ ગઢબંધનમાં પણ ફફડાટ છે અને એનડીએ ગઢબંધનની ક્ષેત્રીય પાર્ટીઓ એ પણ પ્રિયંકા ગાંધી પર રાજકીય હમલા કરવાનું શરુ કરી દીધું છે.

પ્રિયંકા ગાંધી અત્યાર સુંધી બિનસત્તાવાર રીતે તેમની માતા શ્રીમતી સોનિયા ગાંધી અને તેમના ભાઈ તેમજ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની લોકસભા સીટ અનુક્રમે રાયબરેલી અને અમેઠીનું સંચાલન કરતા હતા તેઓ આ બંને લોકસભા સીટની જનતાની નાદ પારખીને કામ કરતા હતા.

પ્રિયંકા ગાંધીને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની છબી માનવામાં આવે છે અને પ્રિયંકા ગાંધી નો માત્ર ચહેરો જ માત્ર ઇન્દિરા ગાંધી સાથે મળતો નથી આવતો પરંતુ તેમની કામ કરવાની પધ્ધતિ તેમની ભાષણ આપવાની સ્ટાઈલ પણ ઇન્દિરા ગાંધી સાથે મળતી આવે છે.

પ્રિયંકા ગાંધી માં દાદી ઇન્દિરા ગાંધી જેવી અદભુત શક્તિ છે કે તેઓ વિરોધીઓને પણ તેમના ચકા બનાવી દે છે. એક સમયના ઇન્દિરા ગાંધીના ધૂર વિરોધી માનવામાં આવતા અટલ બોહારી વાજપાઈ એ પણ ઇન્દિરા ગાંધીના મૃત્યુ બાદ સંસદ માં તેમની સરખામણી માં દુર્ઘા સાથે કરી હતી.

બીજી તરફ ૨૦૧૪માં લોકસભા ચુંટણી સમયે રાહુલ ગાંધી સામે આમ આદમી પાર્ટી માંથી કુમાર વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટી માંથી સ્મ્રીતી ઈરાની મેદાને હતા. આ પ્રતિષ્ઠા ભર્યા જંગ ભાઈ રાહુલને એક લાખ કરતા વધારે મતો થી જીતાડ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીની કે ભારતીય જનતા પાર્ટીની રેલી જો પ્રિયંકા ગાંધીના કાફલાના રસ્તામાંથી પસાર થાય તો પ્રિયંકા ગાંધી તેમનો કાફલો રોકાવી વિરોધી પાર્ટીના લોકોને ઉત્સાહ સાથે મળતા અને તેમને શુભકામના આપતા. તેમના આવ સ્વભાવના કારણે આમ ભાજપા તથા આદમી પાર્ટીના કાર્યકરો પણ પોતાની પાર્ટીને ભૂલીને પ્રિયંકા ગાંધી ની જયકાર બોલાવતા હતા તેવા ઘણા પ્રસંગો અમેઠી માં જોવા મળ્યા હતા.

પ્રિયંકા ના સક્રિય રાજકારણમાં આવાવથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ તેમની સાથે ગઢબંધનમાં રહેલી ક્ષેત્રીય પાર્ટીઓમાં ફફડાટનો મહોલ છે. હજુ ચુંટણી આવી નથી અને નેતાઓને પોતાની ખુરસી જતી રહેવા અંગે ચિંતાઓ થવા લાગી છે.

બિહારના જેડીયુના નેતાની પ્રિયંકા ગાંધી માટે અભદ્ર ટીપ્પણી તેમજ કેન્દ્રીય મંત્રીની પ્રિયંકા માટે અસભ્ય ભાષાનો પ્રયોગ એ તેમની હારની ચિંતા દર્શાવે છે. ગુજરાતમાં પણ ભાજપ પ્રમુખ દ્વારા રાહુલ ગાંધી પર અભદ્ર ટીપ્પણી કરવામાં આવી છે શું એ હારની ચિંતા દર્શાવે છે!
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની એન્ટ્રી એ કોંગ્રેસી કાર્યકરોના ઉત્સાહમાં વધારો કર્યો છે તો બીજીબાજુ ભાજપ અને અન્ય ક્ષેત્રીય પાર્ટીઓમાં નિરાશા અને હતાશાનો માહોલ દર્શાવે છે.