IndiaPolitics

ભાજપ નેતા દ્વારા એસપી સાથે બદસુલુકીનો વીડિયો થયો વાઇરલ! પોલીસે જણાવ્યું કે

ગઈકાલે દેશમાં ફરી ચૂંટણી જેવો માહોલ હતો, હૈદરાબાદ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં ચૂંટણી હતી. હૈદરાબાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જેમાં ટીઆરએસ સૌથી વધારે બેઠકો સાથે વિજયી બની હતી, ભાજપ બીજા નંબરે અને ઓવેસીની પાર્ટી ત્રીજા નંબરે રહી હતી તો કોંગ્રેસ ચોથા અને પૂર્વ મુખ્યમંત્રી આંધ્ર પ્રદેશ ચંદરબાબુ નાયડુની પાર્ટી ટીડીપી પાંચમા નંબર પર રહી હતી. દરેક મીડિયા ચેનલ પર આજ ચૂંટણીની વાતો ચાલતી હતી. ચાર બાજુ ચૂંટણીના કારણે માહોલ ગરમ હતો.

ચૂંટણી, નીતીશ કુમાર, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

જ્યારે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને મહાવિકાસ અઘાડી બંને વચ્ચે સીધી ફાઈટ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની છ બેઠક પર ચૂંટણી હતી. આ ચૂંટણીમાં મહારાષ્ટ્રની સત્તાધીશ મહાવિકાસ અઘાડીએ જબરદસ્ત જીત મેળવી છે. મહાવિકાસ અઘાડીને છ બેઠક માંથી ચાર બેઠક મળી છે જ્યારે ભાજપને એક અને એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી છે. મહારાષ્ટ્ર ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દ્વારા હાર માનીને જણાવ્યું હતું કે અમે મહાવિકાસ અઘાડીની તાકાત અને સ્ટ્રેટેજીને સમજવામાં ભૂલ કરી.

ભાજપ, મહા વિકાસ અઘાડી, ઉદ્ધવ ઠાકરે
ફોટો સોશિયલ મીડિયા

તો ઉત્તર પ્રદેશમાં પણ ચૂંટણીનો માહોલ હતો. અને ઉત્તર પ્રદેશમાં રાજકીય વાતાવરણ હોય અને નાનું મોટું છમકલું ના થાય એવું બને જ નહીં. આ વખતે પણ અહીંયા ચૂંટણીના માહોલમાં કાંડ થઈ ગયો. આમતો છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશ ચર્ચામાં છે. વિકાસ દુબે એન્કાઉન્ટર હોય કે પછી હાથરસ કાંડ હોય ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ બંને ચર્ચામાં જ રહ્યા છે. ગાઈકલની ઘટના બાદ પણ ઉત્તર પ્રદેશ પોલીસ અને સરકાર બંને ચર્ચામાં આવી ગયા છે.

કોંગ્રેસ, ભાજપ, યોગી આદિત્યનાથ, દિગ્વિજય સિંહ, yogi adityanath, hathras
ફોટો સોશિયલ મીડિયા

વાત એમ છે કે, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એમએલસી ચૂંટણીની મતગણતરી દરમિયાન એક ઘટના બની જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા. ઝાંસીમાં એમએલસી ચૂંટણીની મતગણતરી દરમિયાન ભીડ બેકાબુ બની હતી અને પોલોસ દ્વારા ભીડ પાર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા સીટી એસપી પ્રદીપ સરાવગી સાથે મારપીટ કરતો બદસુલુકી કરતો વીડિયો વાઇરલ થઈ ગયો છે. ભાજપ નેતા પર એસપી સાથે અભદ્ર વર્તનનો આરોપ લાગ્યો છે.

સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશ ભાજપના નેતાની ગુંડાગીરીનો વીડિયો વાઈરલ થઈ ગયો છે. જેમાં જોઈ શકાય છે કે ભાજપ નેતા SP સાથે કરી છૂટા હાથે મારામારી કરી રહ્યા છે. સમગ્ર બનાવમાં હંગામો થોડાક સમય સુંધી ચાલી રહ્યો છે. અને એસપી સાથે મારામારી દરમિયાન એસપી નીચે આપડી જાય છે અને અન્ય પોલોસ દ્વાર તેમને ઉભા કરવામાં આવી રહ્યા છે. જે વિડિયોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત એસપીની સાથે અન્ય સુરક્ષાકર્મી પણ આ ભીડને કાબુમાં કરવાના પ્રયત્નો કરતા નજરે પડે છે.

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે અને ભાજપ નેતા પાર ચારો તરફથી ફટકારી લાગી રહી છે. તેમજ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાની મંગ પણ કરવામાં આવી રહી છે. પરંતુ વિવાદ વધારે વધતાં પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું અને જણાવ્યું કે SP પર કોઈ હુમલો થયો નથી. પોલીસ વિભાગ દ્વારા આ વિવાદ ઓર ઠંડુ પાણી રેડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે પરંતુ વીડિયોમાં બધું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભાજપ નેતા દ્વારા SP સાથે બદસુલુકી કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા માં રોષ ફાટી નીકળ્યો છે.

Show More

Related Articles

Back to top button