IndiaPolitics

પીએમ મોદી ના ખાસ નેતાની મુશ્કેલી વધી! કોર્ટે મંત્રી સામે મારપીટનો કેસ દાખલ કરવાના આપ્યા આદેશ!

હાલમાં કોર્ટ કડક પગલાંઓ ભરી રહી છે.જ્યાં જ્યાં સરકારો નબળી પડે છે ત્યાં ત્યાં કૉર્ટ ન્યાય કરે છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ કોર્ટ દેશની દરેક સરકારોને આદેશ આપતી નજરે પડી રહી હતી. સરકાર જાણે કોર્ટ પર નિર્ભર હોય તેવું લાગતું હતું કે કોર્ટના આદેશ બાદ જ સરકાર પગલાં ભરતી. માસ્ક ફરજીયાત કરવાની વાત હોય કે મેડિકલ ઈકવિપમેન્ટ, દવાખાનાઓમાં આરોગ્ય સુવિધાઓ અને કોરોના સારવાર માટે ફી નક્કી કરવાની હોય તમામ કોર્ટના આદેશ નિર્દેશ બાદ જ સરકાર કોઈ પગલાં ભરતી. એટલે થોડા સમયથી સરકારો કોર્ટ નિર્ભર બની ગઈ છે.

કોંગ્રેસ, ભાજપ, યોગી આદિત્યનાથ, દિગ્વિજય સિંહ, yogi adityanath, hathras
ફોટો સોશિયલ મીડિયા

વાત દરેક રાજ્યોની છે. રાજ્યોમાં જ્યારે સરકાર નિષ્ફળ જાય છે ત્યારે લોકો કોર્ટ દ્વારે પહોંચે છે. અને કોર્ટ ન્યાય કરે છે. આવું જ કઈંક ઉત્તર પ્રદેશમાં બન્યું છે. પીએમ મોદી ના ખાસ ગણવામાં આવતા નેતા એટલે કે ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની મુશ્કેલીઓ વધી જાવા પામી છે.યોગી આદિત્યનાથ સરકારના મંત્રી પર કોર્ટ દ્વારા કેસ દાખલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. અને એ પણ મહિલાઓ સાથે મારપીટ કરવાના.આવા બનાવો ને કારણે દિવસે ને દિવસે યોગી સરકારની આબરૂ ખરડાઈ રહી છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નબળી બનતી જય રહી હોય તેવું લાગી રહ્યું છે.

યોગી આદિત્યનાથ, યોગી સરકાર, ભાજપમાં ભંગાણ, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

ઉત્તર પ્રદેશના બલિયાની એક અદાલત દ્વારા આ વર્ષે એપ્રિલમાં મહિલાઓ પર કથિત હુમલો કરવાની બાબતે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી આનંદ સ્વરૂપ શુકલા સામે કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્ય ન્યાયિક દંડઅધિકારી કોર્ટે સોમવારે ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 156(3) હેઠળ રાની દેવી દ્વારા દાખલ કરવાં આવેલી ફરિયાદ પર આ આદેશો આપ્યા છે.

CAA
ફોટો સોશિયલ મીડિયા

ન્યૂઝ એજન્સી આઈએએનએસના અહેવાલ મુજબ, મહિલાના વકીલ મનોજ રાય હંસે જણાવ્યું હતું કે, “દેવીએ ફરિયાદ કરી હતી કે તે અને કેટલાક ગામોની મહિલાઓ સહિત અન્ય લોકો 5 એપ્રિલે શુક્લાના ઘરે ગયા હતા, જે સંસદીય બાબતોના રાજ્યમંત્રી છે, જે શાળાના વિદ્યાર્થીઓ માટે મફત પાઠયપુસ્તકો અને અન્ય સહાય પ્રદાન કરે છે.” વાત એમ છે કે, બલિયાના બાંકાતા મહોલ્લાના ઘણા બાળકોને શાળાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત બાળકોને ડ્રેસ, ટેક્સ્ટ બુક વગેરે માટે રૂ .5 હજારની સહાય આપવાની જોગવાઈ છે. છેલ્લા 2 વર્ષથી આ રકમ મળી ન હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. 5 મી એપ્રિલે મહિલાઓ આ માંગણી માટે રાજ્યમંત્રીના નિવાસસ્થાને ગઈ હતી.

ભાજપ, ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

વાત વાતમાં મામલો બગડ્યો અને મંત્રીજી નારાજ થઈ ગયા. મંત્રી શુક્લા અને તેના સમર્થકો રોષે ભરાયા. આ દરમિયાન મહિલાઓને અપશબ્દો આપીને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પોલીસને લાઠીચાર્જ કરવા માટે કહેવાયું હતું. આ બાબતે ફરિયાદ કરવા છતાં પણ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી નોહતી. મહિલાના વકીલ મનોજ રાય હંસે કહ્યું કે મંત્રી ગુસ્સે થયા અને તેમની ઉશ્કેરણી પર, ટેકેદારો દ્વારા મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો અને તેનું અપમાન કરવામાં આવ્યું. રાની દેવીએ શુક્લા, તેના ભાઈ આડ્યા શુક્લા, બાલિયા કોટવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી બાલ મુકુંદ મિશ્રા, મંત્રીના 25 સમર્થકો અને 25 પોલીસ કર્મચારીઓ મહિલાઓ પર હુમલો કરવાના આરોપ લગાવ્યા છે.

પેટા ચૂંટણી, ભાજપ નેતા, અશોક ગેહલોત, રાજ્યસભા, રાજ્યસભા ચૂંટણી, નરહરિ અમીન, ગુજરાત કોંગ્રેસ, gujarat congress
ફોટો સોશિયલ મીડિયા

5 એપ્રિલના રોજ પોલીસે મંત્રીના કેમ્પ કાર્યાલયમાં કથિત રીતે હંગામો મચાવવા અને તેમની સાથે ‘ગેરવર્તન’ કરવાના આરોપમાં ચાર મહિલા અને એક પુરુષની અટકાયત કરી હતી. મંત્રી શુક્લાએ દાવો કર્યો હતો કે આ ઘટના “પ્રાયોજિત” હતી અને મહિલાઓના આક્રોશ ની બાબત માત્રને માત્ર એક “વાર્તા” હતી જે એક કાવતરાનો ભાગ હતી. જોકે મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે મંત્રી શુક્લાએ ‘જૂતા વડે એક મહિલાને માથા પર હુમલો કર્યો હતો’ અને તેમના સમર્થકોની મદદથી તેઓને તેમના કાર્યાલય માંથી મારપીટ કરી ગાળાગાળી કરીને હાંકી કાઢવામાં આવ્યા હતા.

યોગી આદીત્યનાથ, યોગી સરકાર, ભાજપમાં ભંગાણ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, rahul gandhi, priyanka gandhi, yogi sarkar, hathras
ફોટો સોશિયલ મીડિયા

હવે આ બાબત કોર્ટ સુંધી પહોંચી ગઈ અને કોર્ટ દ્વારા મહીલાની ફરિયાદ બાબતે ચોંકાવનારો નિર્ણય લેવાં આવ્યો ચબે જેના કારણે ઉત્તર પ્રદેશની યોગી સરકારની અબરૂના લીરેલીરા ઉડી રહ્યા છે. કોર્ટ દ્વારા સમગ્ર બાબતની તાપસ કરવાના અને મંત્રી સામે કેસ દાખલ કરવાના આદેશ આપવામા આવ્યા છે સાથે સાથે પોલીસ કર્મીઓ દ્વારા મહિલાઓ સાથે કરવાંમાં આવેલા ગેરવર્તન બાબતે પણ નોંધ લઈને પોલોસ કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામા આવ્યા છે.

Show More

Related Articles

Back to top button