IndiaWorld

સર્જિકલ સ્ટ્રાઈક ની બીકે કરાંચી બ્લેકઆઉટ! ભારતીય વાયુસેનાથી પાકિસ્તાનમાં ફરી ફફડાટ!

સર્જિકલ સ્ટ્રાઈક બાલાકોટ પાર્ટ ૨? આખી રાત ડરના માહોલમાં ઊંઘ્યુ કરાંચી. ટ્વિટર પર પાકિસ્તાનીઓનો દેખાયો ડર.

ગઈકાલે અચાનક ટ્વિટર પર કરાંચી બ્લેકઆઉટ, પાકિસ્તાન એરફોર્સ, ઇન્ડિયન એરફોર્સ વગેરે ટ્રેન્ડ કરવા લાગ્યા હતાં. જેનું કરણ એક માત્ર પાકિસ્તાનમાં ભારતીય વાયુ સેના નો ડર હતો. પાકિસ્તાનના જ કેટલાક લોકો દ્વારા લખવામાં આવ્યું હતું કે ભારતે ફરીથી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ભરાતીય વાયુસેના ના યુદ્ધ જહાજો પાકિસ્તાનના કરાંચી પર મંડરાઇ રહ્યા છે. જેન કારણે સમગ્ર પાકિસ્તાનના જનમાનસ પાર ડરનો માહોલ છવાઈ ગયો હતો. તેમજ કરાંચીને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. આ વાત એટલી ઝડપે ફેલાઈ ગઈ કે #IndianAirforce #PAF #Karanchi જેવા હેશટેગ Twitter પર ટોપમાં આવી ગયા હતા.

સર્જીકલ સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે, પાકિસ્તાનમાં કરાંચી પાસે મંગળવાર રાત્રીથી જ થોડી હલચલ જોવા મળી રહી હતી. આકાશમાંથી આવતા યુદ્ધ જહાજોના આવાજ અને વારંવાર પાકિસ્તાન વાયુસેનાના ઉડતા જહાજોના કારણે પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો હતો કે ભારત દ્વારા ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે અને આ વખતે મુખ્ય ટાર્ગેટ કરાચી છે. કોરોના સંક્રમણ વચ્ચે ઘેરાયેલા પાકિસ્તાનમાં મંગળવારે મોડી રાત્રે અફવાહ ફેલાઈ કે ભારતીય વાયુ સેનાના જેટ પ્લેન્સ કરાંચી અને બહાવલપુર પાસે ઉડી રહ્યા છે. ત્યારબાદ, પાકિસ્તાનમાં  ટ્વીટર પર આ મુદ્દો ટ્રેન્ડ થઇ ગયો. લોકો દાવો કરવા લાગ્યા કે ભારતના હુમલાના ડરથી કરાંચીમાં બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું છે.

ભારતીય આર્મી, સર્જીકલ સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાનના નાપાક આતંકવાદીઓ દ્વારા ગયા વર્ષે કરવામાં આવેલા પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને આંતકી ઠેકાણાઓ નેસ્તોનાબુદ કરી નાખ્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાન પર સતત ભારતના આક્રમણનો ડર હજી પણ યથાવત છે. આવું જ કઈંક મંગળવારે મોડી રાતથી ગઈકાલ બુધવાર સુંધી રહયું. કરાચીના લોકો ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના ડરથી આખી રાત ઊંઘી ન શક્યા. અને ડરના માહોલમાં ટ્વિટર પર પણ આ મુદ્દો ટ્રેન્ડિંગ થઇ ગયો હતો જે ટોપમાં રહ્યો હતો.

ભારતીય આર્મી, સર્જીકલ સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાનમાં કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, કરાંચીમાં ભારતના ડરના કારણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. કરાંચીના આકાશમાં ભારતીય વાયુસેના ના યુદ્ધ જહાજો ફરી રહ્યા છે અને તેનો અવાજ આવી રહ્યો છે. પાકિસ્તાનીઓએ લખ્યું કે અમને એવું લાગ્યું કે ભારતે ફરીથી પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી દીધી છે અને આ વખતે કરાંચી મુખ્ય ટાર્ગેટ છે. એટલું જ નહીં પાકિસ્તાની પત્રકાર દ્વારા પણ લખવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને દેશોએ આ બાબતે સફાઈ આપવી જોઈએ અને જનતાના દિલમાં જે ડર છે તેને દૂર કરવો જોઈએ. આવી અફવાહ બંને દેશો માટે સારી નથી.

ભારત, સર્જીકલ સ્ટ્રાઈક, સર્જિકલ સ્ટ્રાઈક
ફોટો: સોસીયલ મીડિયા

પુલવામાં આંતકી હુમલા બાદ ભારતે રાતોરાત સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike) કરીને પાકિસ્તાનમાં આવેલા આંતકી ઠેકાણાંઓને નેસ્તોનાબૂદ કરી નાખ્યા હતાં તેમ આ વખતે પણ ભારત દ્વારા પાકિસ્તાન પર ચડાઇ કરી દેવામાં આવી છે તેવી અફવાહે કરાંચીને બ્લેકઆઉટ કરી નાખ્યું અને પકીસ્તાનીઓ આખીરાત ડરના માહોલમાં જાગતાં રહ્યાં હતા. જોકે પાકિસ્તાન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન એરફોર્સ છેલ્લા કેટલાંય દિવસથી કરાંચી પાસે યુદ્ધભ્યાસ કરી રહ્યું છે જેના કારણે લડાકુ વિમાન ઉડાવવામાં આવી રહ્યા છે.

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!