EntertainmentIndiaSocial Media Buzz

આ હોટ ટીકટોક સેલિબ્રિટીને યશરાજ ફિલ્મ્સમાં મળ્યો લીડ એક્ટ્રેસનો રોલ! જાણો!

આજ કાલ ફેસબુક, વ્હોટસપ, ટ્વીટર, ઈંસ્ટાગ્રામ સિવાય અન્ય એક સોસીયલ નેટવર્કિંગ સાઈટ જબરદસ્ત ચાલી રહી છે જેમાં કરોડો લાખો યુઝર્સ છે. આ સોસીયલ નેટવર્કિંગ સાઈટ એટલે ટીકટોક. ભારત જ નહિ આખાય વિશ્વમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે ટીકટોક. ભારતમાં થોડા દિવસ પહેલા ટીકટોક પાર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો પરંતુ હવે પ્રતિબંધ ઉઠાવી લેવામાં પણ આવ્યો છે. ઝડપથી વિકસતા આ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઘણા લોકોને રોજગારી પણ આપી રહ્યું છે. ટીકટોક સમગ્ર વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

આ સોસીયલ નેટવર્કિંગ સાઈટ પર ભારતીયો ખાસ એક્ટીવ જોવા મળી રહ્યા છે. ટીકટોક પબ્લીસીટીની સાથે સાથે પૈસા કમાવવાની તક પણ આપે છે. જેનું ઉદાહરણ છે ગરિમા ચોરસિયા અને રુગીઝ વીની. આ બંને ખુબજ ફેમસ ટીકટોક સેલીબ્રીટી છે. ટીકટોક પર વીડિયો બનાવીને ફેમસ થઈ રહ્યા છે સામાન્ય ભારતીય લોકો ને સાથે સાથે કમાણી પણ કરી રહ્યા છે. ફેમની સાથે સાથે મની પણ. ગરીમા અને રુગીઝ વીની પણ ટીકટોક પર વિડીયો બનાવીને ફેમસ સેલિબ્રિટી બન્યા છે. જેના કારણે તેઓને મોટી મોટી બ્રાન્ડ તરફથી તેમની બ્રાન્ડને એન્ડોર્સ કરવાની ઓફરો આવી રહી છે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

ટી સીરીઝના પંજાબી આલબમ બાદ હવે ગરીમાં યશરાજ ફિલ્મ્સના નવા એક આલબમમાં લીડ રોલમાં આવી રહી છે. જેની તેના ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અને હવે આ આતુરતાનો અંત આવી ચુક્યો છે. યશરાજ ફિલ્મ્સ સાથે જોડાયા બાદ ટૂંક સમયમાં ગરીમાં મોટા પરદે પણ દેખાઈ શકે છે.

બોહોત હાર્ડ હાર્ડ ગીત પર ટીકટોક વિડીયો બનાવીને જબરદસ્ત લોકપ્રીયતા પામેલી ગરિમા અને રુગીઝના ટીકટોક પર પોતાના અલગ અલગ એકાઉન્ટ છે પરંતુ આ ગીત દ્વારા બંનેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો હતો અને તેઓ એક સેલીબ્રીટી બની ગયા. ગરિમા ચોરસિયાની વાત કરીએ તો “ગીમા આશી” નામ થી સોસીયલ મીડિયા માં ફેમસ ગરિમા ચોરસિયાના ટીકટોક પર સૌથી વધુ ફોલોવર્સ છે લગભગ એક કરોડ જેટલા અને તેમના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ ૧૨ લાખ જેટલા ફોલોવર્સ છે અને આ વાંચસો ત્યાં સુંધી કદાચ વધી પણ ગયા હશે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

આમ તો ગરિમા કેટલીય લોકલ અને નેશનલ બ્રાંડને એન્ડોર્સ કરે છે એટલે કે એ બ્રાંડ માટે મોડેલીંગ કરે છે. ગરિમા ની જબરદસ્ત લોકપ્રિયતા જોઇને મોટી મોટી કંપનીઓ સામેથી તેની સાથે જોડાઈ રહી છે. ગરિમાની લોકપ્રિયતા જોઇને ભારતની સૌથી મોટી મુઝીક અને ફિલ્મ પ્રોડક્શન કંપની ટી સીરીઝ દ્વારા તેને બ્રેક આપ્યો છે અને એક મ્યુઝીક આલ્બમ લોન્ચ કરી દીધું છે. ટી સીરીઝ જેવી મોટી કંપનીમાં પહેલો બ્રેક મળવો એ સામાન્ય બાબત નથી! ટી સીરીઝ દ્વારા ગરિમા ચોરસિયાને પંજાબી ગીત “મશાઅલાહ” માં લીડ એક્ટ્રેસ તરીકે દર્શાવવામાં આવી છે. આ ગીતને યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે. પંજાબી ગાયક રવિનીત સિંહ દ્વારા ગાવામાં આવ્યું છે. અને આ ગીત ટી-સીરીઝની પંજાબી યુ ટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

ગરીમાં ને હવે યશરાજ ફિલ્મ્સ તરફથી પણ એક મોટી ઓફર મળી છે અને તે સામાન્ય વાત નથી. યશરાજ ફિલ્મ્સ તરફથી કામ મળવું એટલે આવનારી ફિલ્મમાં પણ સ્થાન મળવું એમ માની શકાય અને ટૂંક સમયમાં ગરિમા મોટા પરદે દેખાઇ શકે તેમ છે. યશરાજ ફિલ્મ્સ પહેલેથી નવા નવા યુવાન એક્ટર એક્ટ્રેસ ને બ્રેક આપે છે ઘણી બધી એક્ટ્રેસને યશરાજ ફિલ્મ્સ દ્વારા બ્રેક મળ્યો અને આજે તે ટોચની એક્ટ્રેસ છે. હવે ગરીમાં પણ મોટા પડદે દેખાઈ શકે છે. હાલ તો યશરાજ ફિલ્મ્સ દ્વારા તેને એક વિડ્યો માટે સાઇન કરવામાં આવી છે. વિડીયો નું ટાઇટલ “ટેટુ” છે. જે યશરાજ ફિલ્મ્સ ના યુટ્યુબ પર લોન્ચ થશે.

ટીકટોક
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, જયારે ભારતમાં ટીકટોક પર બેન મુકવામાં આવ્યો હતો ત્યારે કેટલાક લોકો ગરિમાની ખીલ્લી ઉડાવતા હતા અને અવનવા મિમ બનાવીને સોસીયલ મીડિયામાં વાઈરલ કરતા હતા અને કેહતા હતા કે હવે આના કરીયરનું શું થશે? જોકે હવે બેન ઉઠાવી લેવામાં આવ્યો છે. હવે જે લોકો મઝાક ઉડાવતા હતા એ લોકો જોતા રહી ગાયને ગરિમાને ટી સિરીઝે લોન્ચ કરી દીધી!

Related Articles

Back to top button
આજનું રાશિફળ!