IndiaPolitics

10 વર્ષની રાજકીય કારકીર્દીમાં મહિલા અભિનેત્રીએ ત્રીજી પાર્ટી બદલી! ભાજપનો આવકાર…

અભિનયથી રાજકારણમાં આવેલા ખુશ્બુ સુંદર સોમવારે, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. દિલ્હીમાં ભાજપ પક્ષના વરિષ્ઠ નેતાઓએ તેમને પક્ષનું સભ્યપદ આપ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સી ટી રવિ, તમિલનાડુના ભાજપ અધ્યક્ષ એલ મુરુગન, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા અને રાજ્યસભાના સભ્ય ઝફર ઇસ્લામની હાજરીમાં તેઓએ ભાજપના મુખ્ય મથક ખાતે પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી.

ફોટો સોશિયલ મીડિયા

ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓના આગમનથી તામિલનાડુમાં પાર્ટીનો વિસ્તાર થશે. આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાત્રાએ ભાજપમાં તેમનું સ્વાગત કરતાં કહ્યું કે, ખુશ્બુ સુંદરે 200 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. દ્રમુકમાં મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ તે કોંગ્રેસમાં રહી હતી. તેમની પ્રસિદ્ધિનો અંદાજ તે પરથી જ લગાવી શકાય છે કે, રાજ્યમાં તેમનું એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. “

ફોટો સોશિયલ મીડિયા

તે જ સમયે, કોંગ્રેસે તેમના પર ‘વૈચારિક પ્રતિબદ્ધતા’નો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. કહ્યું હતું કે સુંદરના પાર્ટી છોડવાથી તમિલનાડુના રાજકારણમાં થોડી પણ અસર થશે નહીં. તમિલનાડુ કોંગ્રેસના પ્રભારી દિનેશ ગુંડુ રાવે કહ્યું હતું કે એક અઠવાડિયા પહેલા જ, તેઓ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યા હતા. જેપી નડ્ડાની અધ્યક્ષતાવાળી ભારતીય જનતા પાર્ટીમાં, ખુશ્બુના જોડાવાના અહેવાલો પર, રાવે કહ્યું હતું કે જે પક્ષની તેઓ ટીકા કરતા હતા, તે જ પાર્ટીમાં પદની લાલસામાં જોડાવુ એ વાતનું સૂચન કરે છે કે, ખુશ્બુમાં કોઈ વૈચારિક પ્રતિબદ્ધતા નથી.

ફોટો સોશિયલ મીડિયા

કોણ છે ખુશ્બુ સુંદર, જેમણે ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસ છોડી દીધી?

પીટીઆઈ સાથે વાત કરતા રાવે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તે આવુ કરી રહી છે. તમિલનાડુના રાજકારણ પર તેની કોઈ અસર નહીં પડે. ” તેમણે કહ્યું કે આવતા વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને કોંગ્રેસ રાજ્યમાં પાર્ટીનું પુનર્ગઠન કરી રહી છે અને ચૂંટણીની તૈયારી કરી રહી છે.

ફોટો સોશિયલ મીડિયા

રાવે કહ્યું કે, ખુશ્બુના આ નિર્ણયની તમિલનાડુની રાજનીતિમાં કોઈ અસર થશે નહીં. તેમણે કહ્યું કે ખુશ્બુ એક અભિનેત્રી હોવાથી મીડિયા, આ મુદ્દાને થોડા દિવસો સુધી ચલાવી શકે છે અને આ પછી આ મામલો ધીરે ધીરે શાંત થઈ જશે. કોંગ્રેસ નેતાએ ભારપૂર્વક કહ્યું કે, “તેની સહેજ પણ અસર થશે નહીં, કોઈ ફરક પડશે નહીં.”

ફોટો સોશિયલ મીડિયા

રાવે આરોપ લગાવ્યા હતા કે, ખુશ્બુનું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી પક્ષને કોઈ ફાયદો થશે નહીં. કારણ કે તમિલનાડુમાં ભાજપ વિરોધી પવન ફૂંકાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે ખુશ્બુ રાજકારણ માટે જ નહીં પરંતુ અન્ય કેટલાક કારણોસર પણ ભાજપમાં જઇ શકે છે અને તેઓ આ વિશે વિગતવાર ટિપ્પણી કરવા માંગતા નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ખુશ્બુએ સોમવારે પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે કેટલાક નેતાઓ પર તાનાશાહી કરવાના અને પોતાને દબાવ્યા હોવાનો આરોપો લગાવ્યા હતા.

ફોટો સોશિયલ મીડિયા

ખુશ્બુએ સોનિયાને મોકલ્યું રાજીનામું , કહ્યું- મોટી પોસ્ટ્સ પર બેઠેલા કેટલાક લોકો આપી રહ્યા છે ઓર્ડર

આ અગાઉ કોંગ્રેસે દિલ્હીમાં કહ્યું હતું કે ખુશ્બુને તાત્કાલિક અસરથી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી હટાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુના રાજકારણમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો છે. રાજ્યની રાજનીતિ દ્રમુક અને અન્નાદ્રમુકની આસપાસ જ હોય છે. બંને પક્ષો રાજ્યના રાજકારણમાં તેમજ કેન્દ્રની રાજનીતિમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. હાલમાં, અન્નામુદ્રક રાજ્યની સત્તા પર છે.

ફોટો સોશિયલ મીડિયા

ભાજપ હજી સુધી દક્ષિણ ભારતના આ રાજ્યમાં કોઈ ખાસ અસર છોડી શક્યું નથી. 2014 માં કોંગ્રેસમાં જોડાતા પહેલા ખુશ્બુ દ્રમુકમાં હતી. હાલના સમયમાં, તે કોંગ્રેસના સત્તાવાર વલણથી વિરોધમાં કેટલાક મુદ્દાઓ પર અલગ અભિપ્રાય વ્યક્ત કરી રહી હતી. કેટલાક મહિના પહેલા જ, તેમણે પક્ષથી ઉપર આવીને, નવી શિક્ષણ નીતિને ટેકો આપ્યો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!