
સૌ જાણીએ છીએ કે વિશ્વમાં યુદ્ધની સ્થિતિ છે. યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં હજારો ભારતીયો ફસાયા છે. અને તેઓને બચાવવા માટે ભારત સરકાર પર દબાણ વધી રહ્યું છે. ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે રોજ નવી નવી ગાઈડલાઈન બહાર પાડી રહી છે. વિદ્યાર્થીઓને યુક્રેન માંથી કાઢવાને બદલે કહેવામાં આવે છે કે જાતે યુક્રેનની આજુબાજુના દેશની બોર્ડર પર પહોંચી જાઓ ત્યાંથી લઇ જવામાં આવશે! યુદ્ધ અને કટોકટીની સ્થિતિ યુક્રેનમાં છે આજુબાજુ ના દેશો માં નહીં. ત્યાંથી વિદ્યાર્થીઓ જાતે પણ આવી શકે છે! આતો એક વાત છે પણ કેટલાક એવા પણ વીડિયો વાઇરલ થયાં છે જેમાં ભાજપ ના નેતાજી ભારત માતાકી જય બોલાઈ ને કહે છે નરેન્દ્ર મોદી કી જય! બોલો હવે આવા નેતાઓ દેશને ક્યાં લાઇ જશે? ચાંપલુસીની હદ વટાવી દીધી!

કોઈ નદીમાં ડૂબતું હોય અને આપડે તેને બચાવવા જઈએ ત્યારે એ ડૂબતા વ્યક્તિને કહી કે કિનારે આવીજા તને બચાઈ લઈશું!! બસ આવું જ કઈંક ભારત સરકાર કરી રહી છે યુક્રેન માંથી નીકળી પોલેન્ડ બોર્ડર પહોંચી જાઓ અમે ત્યાંથી તમને બચાવી લઈશું! હજુ હજારો ભારતીય યુક્રેન માં ફસાયેલા છે. જેમને ભારત લાવવા માટે સરકાર મથામણ કરી રહી છે. આ માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. આવા સમયમાં વિદેશોમાં ફસાયેલા એક એક ભારતીય નાગરિકોને બચાવવાની ફરજ દરેક સરકારની છે એમાં કોઈ નવાઈ નથી કરતું. ફરજ નો એક ભાગ છે. ઓપરેશન ગંગા થકી મોદી સરકાર ભારતીય નાગરિકોને વિદેશ માંથી રેસ્ક્યુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તે સરાહનીય છે, પરંતુ આ તેમની નૈતિક ફરજ છે.
Students royally ignored Prakash Javedkar 🔥🔥https://t.co/eQb5iDSR4C pic.twitter.com/Ex8V3gcVnj
— Surbhi✨ (@SurrbhiM) March 7, 2022
જણાવી દઈએ કે સરકાર ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને યુક્રેનમાં જઈને રેસ્ક્યુ નથી કરી રહ્યા પરંતુ યુક્રેનના પડોશી દેશોમાંથી તેમને ઘરે લાવી રહ્યા છે. આજુ બાજુના દેશની બોર્ડર સુંધી તો વિદ્યાર્થીઓ અને નાગરિકો પોતાની જાતે કેટલાય કિલોમીટર ચાલતા એ પણ કડકડતી ઠંડીમાં પહોંચે છે. જણાવી દઈએ કે વિકટ પરીસ્થિતિ યુક્રેનની અંદર છે. એક વાર યુક્રેન બોર્ડર ક્રોસ કર્યા પછી તો વિદ્યાર્થીઓ અને નાગરિકો સલામત જ છે. કેટલાક નેતાઓ દ્વારા ઓપરેશન ગંગાને માત્રને માત્ર ક્રેડિટ લેવાનું અને મોટા નેતાઓને બટરિંગ કરવાનું સાધન બનાવી દીધું છે. મંત્રીઓના અને બાબુઓના આવા નિમ્ન કક્ષાના પ્રયત્નોથી વિદ્યાર્થીઓ નારાજ જણાઈ આવે છે.

અમેરિકા ની જેમ જો સમયસર એડવાઇઝરી ગાઈડલાઈન બહાર પાડીને ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હોત તો છેલ્લી ઘડીએ આવી અફરાતફરી નો માહોલ સર્જાયો જ ના હોત. અમેરિકા એ યુદ્ધ થાય એ પહેલાં જ અગમચેતી દાખવીને એડવાઇઝરી બહાર પાડીને પોતાના નાગરિકો અને વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત ફરવાની માર્ગદર્શિકા જાહેર કરી દીધી હતી અને તેઓ પોતાના દેશ પહોંચવા લાગ્યા હતાં. આપણી સરકાર દ્વારા પણ સમયસર એડવાઇઝરી બહાર પાડવામાં આવી હોત તો આપણા વિદ્યાર્થીઓને પણ આવું કશું ભોગવવું પડ્યુના હોત. બસ આજ ગુસ્સો વિદ્યાર્થીઓ મીડિયા સમક્ષ કાઢી રહ્યા છે. પરંતુ દેર આયે દુરુસ્ત આયે હાલમાં વિદ્યાર્થીઓને ભારત લાવવા જરૂરી છે.

યુક્રેનમાં એક પ્રાઇવેટ ચેનલ ના લાઈવમાં વિદ્યાર્થી પહોંચી ગયો અને ગુસસ્સો કાઢવા લાગ્યો કે સાચી હકીકત બતાવો અમે ફસાયેલા છીએ. વધેલો ગુસ્સો વતન પરત ફરતા વિદ્યાર્થીઓ નેતાજી પર કાઢી રહ્યા છે. ઓપરેશન ગંગા થકી કેટલાક વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે તેમાંથી જ એક વીડિયો ખાસો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો માં દેખાય છે એ મુજબ નેતાજી યુક્રેન બોર્ડર પરથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને રીસિવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા, પરંતુ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ તેમની સામું જોવાનું પણ ટાળ્યું હતું. તેઓ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ તેમની ભેટ તો ઠીક પરંતુ સામું જોવા પણ તૈયાર નહોતા. આવુ પહેલી વાર નથી થયું આ પહેલા પણ ભાજપના એક મહિલા નેતા સાથે આવું બની ચૂક્યું છે.