સોનિયા ગાંધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ સાથે તેલંગાણામાં પણ વિધાનસભા ચુંટણી યોજાઈ રહી છે ત્યારે આજે સોનિયા ગાંધી એ તેલંગાણામાં જંગી જનસભાને સંબોધી રહ્યા છે. તેલંગણામાં હાલ ટીઆરએસ ની સરકાર છે થોડા દિવસ પહેલા જ તેમણે વિધાનસભા ભંગ કરીને ચુંટણી કરવવાનો નિર્ણય લીધો હતો.

વર્ષ 2014માં સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નોથી તેલંગાણા અલગ રાજ્ય બન્યું. તેલંગાણા આંધ્રપ્રદેશથી અલગ થયા બાદ અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારથી ત્યાં TRS ના કે. ચંદ્રશેખર રાવની સરકાર છે. સોનિયા ગાંધીએ તેલંગાણા બનાવવામાં ખુબજ મહેનત કરી હતી અને તે ખરડો પાસ કરાવવા પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી તે સમયે TRS કોંગ્રેસ પાર્ટી સાથે હતી અને હાલના તેલંગાણાના કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી સોનિયા ગાંધી સાથે હતા. પરંતુ જ્યારે તેલંગાણા અલગ રાજ્ય બન્યું કે તરત કે. ચંદ્રશેખર રાવના સુર બદલાયા અને તેલંગણા પાર કબજો જમાવવા માટે તે કોંગ્રેસ વિરુદ્ધ થયા અને સોનિયા ગાંધીએ આપેલા યોગદાનને પોતાનું ગણાવીને જશ ખાટવા લાગ્યા. અંતે તેલંગાણાની ચુંટણીમાં TRSનો વિજય થયો અને કોંગ્રેસનો પરાજય પરંતુ સોનિયા ગાંધી માટે આજે પણ તેલંગાણાને એટલુંજ માન સમ્માન છે.
આજે જ્યારે તેલંગાણામાં સોનિયા ગાંધી પ્રચાર કરવા જઈ રહ્યા છે ત્યારે તેમની રેલીમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાગે છે કે તેલંગાણાની જનતા બદલાવના મૂડમાં લાગે છે. સોનિયા ગાંધી દ્વારા તેલંગાણાને ખુબજ મહત્વ આપવામાં આવે છે અને તેલંગાણા સોનિયા ગાંધીની સૌથી નજીક છે તેવું તેમની આજુબાજુના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
LIVE: UPA Chairperson Smt. Sonia Gandhi addresses a gathering in Medchal, Telangana. #TelanganaKosamSoniaAmma https://t.co/4Qrx8bxYdv
— Congress (@INCIndia) November 23, 2018
જંગી જનસભાને સંબોધતા શ્રીમતી ગાંધીએ ટીઆરએસ ના કેસીઆર પર પણ નિશાન સાધ્યું અને જનતાને કહું કે, હાલની સરકારે તેલંગાણાના ખેડૂતો માટે કશુંજ કર્યું નથી, કોંગ્રેસે આપેલા ભૂમિઅધિગ્રહણના કાયદાની પણ જાણી જોઈને અવગણના કરવામાં આવી છે. તેમજ તેમણે જનતાને પૂછ્યું કે શું મળ્યું તમને આ સરકાર તરફથી?

જનતાનો ઉત્સાહ અને ભીડ જોઈને લાગી રહ્યું છે કે તેલંગાણાની જનતા બદલાવના મૂડમાં છે અને કોંગ્રેસ આ ચૂંટણીમાં વાપસી કારી શકે છે તેમજ આ સભા જોઈને TRS કાર્યકર્તાઓ અને KCRના માટે આ ચિંતાનો વિષય જરૂર બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીની તબિયત નાદુરુસ્ત હોવા છતાં તે તેલંગાણાની જનતા અને કોંગ્રેસ નેતાઓના આગ્રહને વસ થઈને પ્રચાર માટે તેલંગાણાના પ્રવાસે છે. તેલંગાણાની રચના માટે સોનિયા ગાંધીનું યોગદાન અનન્ય છે.



