
હાલમાં પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ મહારાષ્ટ્રની મુલાકાતે છે અહીંના સાંગલી જિલ્લામાં પણ હાર્દિક પટેલે મુલાકાત કરી હતી. પોતાની મુલાકાત દરમિયાન હાર્દિકે સામાજિક ન્યાયની માંગની સાથે હજારોની જનમેદનીને સંબોધી હતી.
હાર્દિકને સાંભળવા માટે આજુબાજુના રહીશોથી માંડીને લગભગ આખો સાંગલી જિલ્લો કહીએ તોય ઓછું નથી એટલી જનમેદની ભેગી થઈ હતી જ્યારે અત્યારના રાજનેતાઓ ભાડૂતી ભીડ ભેગી કરવી પડે છે અને જમવા સાથેના લોભામણા સપના બતાવવામાં આવે છે ત્યારે યુવા ક્રાંતિકારી હાર્દિક પટેલની સભામાં સ્વયંભુ જનમેદની ઉમટી પડી હતી.
જનમેદનીને સંબોધતા હાર્દિકે જણાવ્યું હતું કે, જ્યા સુધી જનતાની વચ્ચેથી સંઘર્ષ કરીને સ્થાપિત થયેલા નેતા સંસદ અને વિધાનસભાઓમાં સમાજ હિતની નીતિઓ નિર્ધારિત કરતાં જોવા નહીં મળે ત્યાં સુધી સમાજના એક પણ મુદ્દાનું નિરાકરણ આવશે નહીં.
વધુમાં હાર્દિકે કહ્યું હતું કે જ્યાં સુધી પ્રજા માટે લડતા લડતા આ મુદ્દાઓ વિધાનસભા કે લોકસભામાં નહીં પહોંચે ત્યાં સુધી સમાજના ખરેખર મુદ્દાઓ અને સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે. હાર્દિક પટેલે પોતાની સભામાં જનમેદની સંબોધતા ઈશારો પણ આપ્યો કે પોતે આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે અને લોકોના પ્રશ્નો સમસ્યાઓને વાચા આપવા સંસદ પણ ગજવી શકે છે.
महाराष्ट्र के साँगली ज़िले में सामाजिक न्याय की माँग के साथ लाखों लोगों की एतिहासिक रेली को संबोधित किया।जब तक जनता के बीच से संघर्ष कर स्थापित हुए नेता संसद और विधानसभा में समाज हित की नीतियां निर्धारित करते हुए नहीं दिखेंगे.तब तक समाज के असली मुद्दे और मसले हल नहीं होंगे. pic.twitter.com/6VHX2Sc1vG
— Hardik Patel (@HardikPatel_) October 16, 2018
હાર્દિક પટેલની સભા પર સરકારની બાજ નજર
જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિકની રેલી અને સભાઓ પર સરકારની બાજ નજર રહેલી છે. લોકસભાની ચૂંટણીમાં હાર્દિક કિંગમેકર બની શકે છે અને આ વખતે ચૂંટણીના પરિણામ પર ખાસ્સી અસર પડી શકે એમ છે આથી ભાજપ સરકારની ચિંતામાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. હાર્દિક શરૂઆતથી જ સરકાર સામે બાંયો ચડાવીને સમાજ લક્ષી પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે લડી રહ્યો છે તેમજ સમાજ અને ખેડૂતોના પ્રશ્નો બાબતે આક્રમક મૂડમાં અને આંદોલનકારી વલણ અપનાવતો રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે હાર્દિકના આ વલણની અને ઠેર ઠેર યોજવામાં આવતી સભાઓની લોકસભાની ચૂંટણીમાં ક્યાં, કેટલી અને કેવી અસર પડે છે.
પણ હાલનો માહોલ જોતા તો આની અસર છેક ગાંધીનગર થી દિલ્લી સુંધી થઈ રહી છે એવું લાગી રહ્યું છે. હાર્દિકની સભાઓ અને રેલીઓ જોઈને ભાજપ અને ભાજપી કાર્યકરોની ઊંઘ હરામ થઈ ગઈ છે એ વાત તો નક્કી છે.
ફોટો : હાર્દિક પટેલ ટ્વિટર પોસ્ટ.