એનસીપી અધ્યક્ષ શરદ પવાર ની મોટી જાહેરાત, ખેડૂતો માટે પણ કરી આ જાહેરાત.
શરદ પવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને લોકસભા ચુંટણી લડશે.
એનસીપી પ્રમુખ શરદ પવાર દ્વારા એકવાર ફરી જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી ભારતની ખેડૂત અને શ્રમિક પાર્ટી સાથે મળીને લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે. શરદ પવારે જણાવ્યું કે 40 સીટો ઉપર સહમતી બની ગઈ છે 8 સીટો પાર વાત ચાલી રહી છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર દ્વારા રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું કે એમની પાર્ટી કોંગ્રેસ સાથે ગઢબંધન કરશે અને સાથે મળીને લોકસભા ચુંટણીમાં ઉતરશે.

એમણે જણાવ્યું કે, કોંગ્રેસ અને એનસીપી સયુંકતરૂપથી લોકસભા ચુંટણીમાં ઉતરશે અને બીજા અન્ય સહિયોગી રાજનૈતિક સંગઠનોનો પણ સાથ લેવામાં આવશે. સીટોની વહેંચણીમાં કોઈ ભ્રમ નથી અગર એવું કઈં હોત તો બંને પાર્ટીના પ્રમુખ સાથે બેસીને એનું નિરાકરણ લાવી નાખશે. રાજ્યની 48 સીટો માંથી 40 સીટો પર સહમતી બની ગઈ છે અને 8 સીટોપર વાત ચાલુ છે. જેનું જલ્દી નિરાકરણ લાવી દેવામાં આવશે.
શરદ પવાર પૂર્વ મહારાષ્ટ્રના ગોંદિયામાં કોંગ્રેસ અને એનસીપી કાર્યકરો સાથે બેઠક કાર્યબાદ તેમના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર મરાઠી ભાષામાં આ જાહેરાત કરી છે.
બીજા ટ્વિટના માધ્યમથી શરદ પવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જેમ મહારાષ્ટ્રમાં પણ ડાંગરના ખેડૂતોને પ્રતિ કવીંટલ 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું. એમને જણાવ્યું કે, “કૃષિ ઉપજ સમર્થનના ભાવને અંતિમ સ્વરૂપ આપતા પહેલા, પડોશી રાજ્યોના દરો પર સલાહ લેવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે તેનું પાલન કર્યું નથી અને હવે પાડોશી રાજ્યો 700 જેટલા રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરતાં વધુ ચુકવણી કરે છે.”



