
હાલમાંજ મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી 6 તારીખે એઆઇસીસીમાં રાહુલ ગાંધીની ઓફીસની બાજુમાં જ ઓફીસ આપવામાં આવી છે અને પ્રિયંકા ગાંધીએ ચાર્જ પણ સંભાળી લીધો છે.

પ્રિયંકા ગાંધીને ઇન્દિરા ગાંધીની છબી માનવામાં આવે છે પ્રિયંકા ગાંધી જ્યારે નાના હતા ત્યારે તેમના દાદી ઇન્દિરા ગાંધી કહેતા હતા કે પ્રિયંકા જ્યારે રાજકારણમાં આવશે ત્યારે તમે મને ભૂલી જશો. દાદી ઇન્દિરા ગાંધીના આ શબ્દો આજે સાચા પડતા દેખાઈ રહ્યા છે.

પ્રિયંકા ગાંધી શાંત અને મૃદુભાષી વ્યક્તિ છે તે પોતાના દુશ્મનોને પણ પોતાની તરફ કરીલે તેવું અજબ અદભુત, આકર્ષક અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે. ઉત્તરપ્રદેશમાં તેઓ તેમની માતા સોનિયા ગાંધી તથા ભાઈ રાહુલ ગાંધીના કેમ્પેન મેનેજર રહી ચુક્યા છે.

હાલમાજ પાર્ટી મહાસચિવોની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ મીટીંગમાં હાજર રહ્યા હતા. ઉત્તરપ્રદેશ માટે પણ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે તેમજ આગળની રણનીતિ વિષે પણ આ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જ્યોતીરાદિત્યા સિંધિયા 11 તારીખે ઉત્તરપ્રદેશના લખનૌમાં એક મહારેલીનું અઆયોજન કરવા જઈ રહ્યા છે. આ રેલી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે અને શક્તિપ્રદર્શન કરવા માટે યોજવામાં આવનાર છે.

11 તારીખે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જ્યોતીરાદિત્યા સિંધિયા લખનૌ એરપોર્ટથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુંધીનો રોડ શો કરશે. ત્યારબાદ પ્રિયંકા ગાંધી તારીખ 12, 13 અને 14 સુંધી પૂર્વીય ઉત્તરપ્રદેશના કાર્યકર્તાઓને મળશે અને એમની સાથે સંગઠન, ચુંટણીલક્ષી ચર્ચા કરશે.

પ્રિયંકા ગાંધીના રાજકારણમાં એન્ટ્રીથી ભાજપ સાથે અન્ય કોંગ્રેસ વિરોધી દળોમાં ફફડાટનો માહોલ છે. ત્યારે પ્રિયંકા ગાંધીને અતિ મહત્વના એવા ઉત્તરપ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. એની પાછળનું પણ કરણ છે કે એક તો પ્રિયંકા ગાંધીને અમેઠી અને રાયબરેલીનો અનુભવ તેમાં ઇન્દિરા ગાંધી જેવું વ્યક્તિત્વ છબી.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સત્તાવાર આગમનથી કોંગ્રેસ વિરોધીઓના હાંજા ગગડી ગયા છે અને કેટલાક તો એ હદે વિચલિત થઇ ગયા છે કે તેમની જીભ પણ લપસી પડી છે અને બેફામ નિવેદનો આપવા લાગ્યા છે. જોવાનું એ રહ્યું કે પ્રિયંકા ગાંધી ઇન્દિરા ગાંધીની જેમ તેમના દુશ્મનોના હથિયાર હેઠા મુકાવશે કે કેમ!