IndiaPolitics

બાલાસાહેબ ઠાકરેના સામનામાં રાહુલ ગાંધી વિશે છપાયો સનસનીખેજ સંપાદકીય લેખ! જાણો!

બાલાસાહેબ ઠાકરે દ્વારા શરૂ કરવામાં આવેલુ સામના રાજકીય રીતે જબરદસ્ત મહત્વ ધરાવે છે. અને તેમાં લખવામાં આવેલા સંપાદકીય લેખનું પણ ખૂબજ મહત્વ હોય છે. સામના દ્વાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે પણ એક લેખ લખવામાં આવ્યો છે જેની સમગ્ર દેશમાં ચર્ચા છે. આ લેખમાં રાહુલ ગાંધી થી લાગતા ડર વિશેની વાત કરવામાં આવી છે. સામનામાં જણાવ્યું છે કે,

કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બની રહ્યા છે, તે સારી વાત છે. મોદી સિવાય ભાજપ માટે અને ગાંધી સિવાય કોંગ્રેસ માટે કોઈ વિકલ્પ નથી, આ સત્યને સ્વીકારવું પડશે. થોડા સમય માટે ગાંધી દુર જતા પક્ષની પકડ જ્યાં હતી ત્યાંથી નબળી પડી ગઈ. હવે ગાંધી ફરી આવી રહ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ સ્વીકારવા સંમત થયા છે. આની પુષ્ટિ થતાંની સાથે જ બીજી તરફ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાના ઘરે આવકવેરા વિભાગ પહોંચી ગયું, એટલે કે વાડરાના ઘરે આવકવેરા વિભાગે ‘રેડ’ મારી. આ કોઈ સંયોગ નથી.

કોંગ્રેસ અધ્યક્ષ, રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

રોબર્ટ વાડરા સોનિયા ગાંધીના જમાઈ છે. એ છોડો, રોબર્ટ વાડરા સાથે અનેક વિવાદો જોડાયેલા છે, પરંતુ કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરૂપયોગ કરીને ગાંધી પરિવારને સતાવવાનું યોગ્ય નથી. રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બની રહ્યા છે. તે જ સમયે, આવકવેરા વિભાગના અધિકારીઓ બેનામી સંપત્તિના મામલે રોબર્ટ વાડરાના ઘરે પહોંચ્યા. આવકવેરા વિભાગ અને ઇડી જેવી સંસ્થાઓ ખૂબ પ્રમાણિક છે. તેમની રાજકીય વફાદારી પર શંકા કરી શકાતી નથી. જ્યાં સુધી રાજકીય માલિકો સંકેત નહીં આપે ત્યાં સુધી આ નિષ્ઠાવાન લોકો કોઈ પણ કારણ વિના કોઈના પણ ઘરના ઉંમરે પહોંચતા નથી, તેથી આ લોકોને દોષ આપવાનો કોઈ અર્થ નથી.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બની રહ્યા છે અને આ વેદનાથી ઘણું બધુ થવાનું છે. આપણાં વૈજ્ઞાનિકોએ કોવિડ -19 રસી શોધી કાઢી પરંતુ જો એકાદ રસી રાજકીય પેટમાં દુખાવો અને રાજકીય બદલા રોગ માટે બનાવવામાં આવી હોત તો તે કેટલું સારું હોત! જો ગાંધી પરિવારના સભ્યો તરફથી વાસ્તવિક રીતે કોઈપણ ગુનાહિત કૃત્ય થયું છે, તો તેમના પર કોઈ પગલા ના ભરવા જોઈએ એવું કોઈ કહેશે નહીં, પરંતુ જ્યારે આવા પ્રકારના ગુનાના આરોપોને યોજનાબદ્ધ રીતે પ્રચાર કરવામાં આવે તથા ફંદાને કસવામાં આવી રહ્યો છે જેવી વાતો જાણી જોઈને ફેલાવવામાં આવતી હોય ત્યારે આ ઘટનાઓ પાછળનું રાજકારણ સ્પષ્ટ થઈ જાય છે.

રાહુલ ગાંધી

રોબર્ટ વાડરા હંમેશાં ભાજપના નિશાને રહ્યા છે. પરંતુ છેલ્લા 6-7 વર્ષથી, કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ગાંધી પરિવાર વિરુદ્ધ દરેક હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફક્ત રોબર્ટ વાડરા વિશે છે, એવું નથી. ભાજપ સામે ઉભા રહેલા દરેક વ્યક્તિ પર આવા હુમલા થઈ રહ્યા છે. ભાજપ દ્વારા રાજકીય વિરોધીઓના આર્થિક વ્યવહારો શોધવામાં આવી રહ્યા છે અને આ શોધકમમાં લીંબુ હાથમાં આવે તોય મોટે મોટે થી બૂમો પાડીને કહે છે કે મોટું કોળુ હાથ લાગ્યું છે. તેથી લોકોને હવે આ ચીસોમાં રસ નથી રહ્યો.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

તો દેશના ભાજપના નેતાઓ અને તેમને પૈસા પૂરા પાડતા ઉદ્યોગપતિઓ શુદ્ધ છે? અને કેન્દ્રીય તપાસ એજન્સીની દ્રષ્ટિએ તેમના વ્યવહારો શુદ્ધ છે? ભૂતકાળમાં ‘ઇડી’ જેવી સંસ્થાને કેટલાક ભ્રષ્ટ નેતાઓના પુરાવા મુલુંડના તોતલે પોપાટે આપ્યા હતાં પરંતુ ‘ઇડી’ હજી સુધી કેમ કાર્યવાહી કરી રહ્યું નથી? આવો સવાલ એ મહાશય જે લોકો વિશે પૂછી રહ્યા હતાં તે બધા લોકો ભાજપવાસી થઈ ગયા છે, જેના કારણે કેન્દ્રીય તપાસ એજન્સીએ તે પુરાવાઓને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધા છે, જેને રાષ્ટ્રીય હિતમાં સમજવું જરૂરી છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

તેમના કેસ તાજા છે અને રોબર્ટ વાડરાથી પણ ખરાબ છે, ભયાનક છે. વડાપ્રધાન મોદી એ જ વિદેશથી કાળું નાણું લાવવાની ગર્જના કરી હતી. આ કાળા નાણાં આપનારાઓએ ‘પીએમ કેર્સ ફંડ’ ને ગુપ્ત દાન આપીને પોતાને શુદ્ધ કર્યા છે, તેની તપાસ કઈ અદાલતમાં કરવામાં આવશે? વિરોધી પક્ષ સાથે મતભેદ હોઈ શકે છે, પરંતુ વિપક્ષનું ગાળું દબાવીને તેના શબને દિલ્હીના વિજય ચોકમાં લટકાવવાની નીતિ ચોંકાવનારી છે.

રાહુલ ગાંધી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી નબળા નેતા છે ના પ્રચાર કર્યા બાદ પણ રાહુલ ગાંધી ઉભા છે, અને સરકારની નીતિ પર સતત હુમલો કરી રહ્યા છે. મીડિયાના ગળા પર ચપ્પુ રાખીને વિરોધપક્ષ નબળું બનવવામાં આવ આવશે પરંતુ વિપક્ષ ફિનિક્સ પક્ષીની જેમ રાખ માંથી ઊભુ થશે, ત્યારે ખલબલી મચી જશે. દેશનો ઇતિહાસ પણ એ જ જણાવે છે. દિલ્હીના સત્તાધારીઓ રાહુલ ગાંધીથી ભયભીત છે. આવું ન હોત તો બિનજરૂરી રીતે ગાંધી પરિવારની બદનામી માટે સરકારી મુહિમ ચાવવામાં આવી ન હોત. લડાયક યોદ્ધો ભલે એકલો હોય પરંતુ તેનાથી તાનશાહને હંમેશા ડર લાગતો હોય છે. અને જો લડાયક યોદ્ધો પ્રામાણિક હોય તો આ તાનશાહનો આ ડર સો ગણો વધી જાય છે. અને તાનશાહને રાહુલ ગાંધીનો ડર સો ગણો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!