IndiaPolitics

મોદી સરકાર ની મુશ્કેલીમાં વધારો! RSSની સંસ્થાએ કરી લાલ આંખ! મોદી સરકાર વિરુદ્ધ ઉચ્ચારી ચીમકી!

મોદી સરકાર માટે 2020નું વર્ષ ભારે હોય એમ લાગી રહ્યું છે. એક બાદ એક વિવાદો મોદી સરકારનો પીછો છોડતા નથી. વર્ષ 2020ના વિવાદોમાં તો પોતાની પાર્ટીના નેતાઓ અને પોતાની સહયોગી હોય તેવી પાર્ટીના નેતાઓ જ ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ માટે આ વર્ષ આફતોનું વર્ષ રહયું છે. દેશ પર કોરોના મહામારીની મોટી આફત બાદ ભાજપમાં વિરોધનો વંટોળ. સહયોગી પાર્ટીઓ ભાજપના ગઢબંધન એનડીએ માંથી વિદાય લઇ રહી છે તો કેટલાક રાજ્યોમાં ગઢબંધન તૂટી રહ્યા છે. બિહારમાં ચિરાગ પાસવાન જેડીયું અને ભાજપ ગઢબંધન સામે ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપ, મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

તો મોદી સરકાર ના કૃષિ કાયદાના વિરોધમાં ભાજપનું 23 વર્ષથી સાથી અને ભાજપે જેના સહારે પંજાબમાં સરકાર બનાવી હતી એ અકાલી દલ હવે ખુલ્લેઆમ મોદી સરકાર સામે બંયો ચડાઈ રહ્યું છે. એટલું જ નહીં કેન્દ્રમાં મોદી સરકાર માં કેન્દ્રીય મંત્રી રહેલા હરસીમરત કૌર બાદલ દ્વારા પણ મોદી સરકારના કૃષિ કાયદાના વિરોધમાં રાજીનામુ આપી દીધું છે. અને પંજાબમાં મોદી સરકાર સામે મોટી રેલીની આયોજન કર્યું હતું. એક બાદ એક ભાજપ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ત્યારે ભાજપ માટે હજુ પણ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.

પ્રેસકોન્ફરન્સ, ભાજપ નેતા, મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

કૃષિ કાયદાનો વિરોધ સમગ્ર દેશમાં પણ ચાલુ છે. તેમજ છત્તીસગઢ સરકાર દ્વારા આ કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાનું મન બનાવી લીધું છે. ત્યારે હવે મોદી સરકાર સામે લેબર રિફોર્મ એજેન્ડાને લઈને દેશના અનેક ભાગોમાં વિરોધનો વંટોળ જમ્યો છે. ખેડૂતો બાદ હવે મજૂર સંઘ પણ ભાજપ સરકારના મજૂર વિરોધી કાયદા સામે લડત લડશે અને હળતાળો પણ પાડશે. મોદી સરકારે જે ત્રણ લેબર લૉમાં સુધારા જાહેર કર્યા એમાં બે ડઝનથી વધુ લેબર લૉનો સમાવેશ થઇ જાય છે. એમાં કેટલાક કાયદાની જોગવાઇ સામે ભારતીય મજદૂર સંઘનો સખત વિરોધ છે.

CAA, ભાજપ નેતા, મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

જણાવી દઈએ કે, ભાજપ જે જડ માંથી નીકળ્યું છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ભારતીય મજૂર સંઘ એ શ્રમ કાયદાની વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવાની જાહેરાત કરી છે. મોદી સરકાર માટે મજૂર સંઘનું આ આંદોલન મુશ્કેલીઓ વધારી શકે છે. મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા આ ત્રણ લેબર કોર્ડ બિલમાં સમાવવામાં આવેલી કેટલીક જોગવાઈઓ સામે ભારતીય મજૂર સંઘને વાંધો છે અને તે દુર કરવા માટે રજૂઆતો પણ કરવામાં આવી છે અને તોય જો સરકાર આ બિલ લાવશે તો દેશ વ્યાપી આંદોલનની ચીમકી આપી છે.

વારાણસી, મોદી સરકાર
PTI Photo by Subhav Shukla

આમ જોવા જઇએ તો બીએમએસ એ RSS સાથે જોડાયેલું છે અને ભાજપ પણ RSS સાથે જોડાયેલું છે એટલે સમાધાનકારી વલણથી ઘીના ઠામમાં ઘી ઢળે એમ છે અને આમ પણ બીએમએસ આ લેબર કોર્ડને સમર્થન કરી રહ્યુ છે. પરંતુ તેની કેટલીક જોગવાઈઓની સામે જ તેમને વાંધો છે. આ લેબર લો કોડ બીલની કેટલીક જોગવાઈઓ આ શ્રમિક વિરોધી છે. જેમાં હડતાળના અધિકારોને પાછા લેવા અને નોકરીને લગતી બાબતો સાથે અન્ય કેટલીક જોગવાઈની વિરુદ્ધ ટ્રેડ યુનિયન વિરોધ કરી રહ્યા છે. અને હવે જો સરકાર સુધારો નઈ કરેતો સમગ્ર દેશમાં આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતાં મોદી સરકાર ડઘાઈ ગઈ છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

બીએમએસના મહાસચિવ બિનય કુમાર સિન્હાએ કહ્યુ છે કે, બીએમએસના 19માં રાષ્ટ્રીય સમ્મેલનમાં વર્ચ્યૂલી નિર્ણય લેવામાં આવ્યો છે કે નવા શ્રમ કોર્ડમાં શ્રમિક વિરોધી જોગવાઈઓની વિરુદ્ધ નિરંતર રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવામાં આવશે.’ શ્રમિક વિરોધી જોગવાઈઓને પાછી લેવા માટે મોદી સરકારને માંગ કરવામાં આવશે. બીએમએસ 10 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દેશ વ્યાપી ‘ચેતવણી સપ્તાહ’ કાર્યક્રમ આયોજિત કરશે. આ બાદ 28 ઓક્ટોબરે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શનનો નિર્ણય કરાશે. સિન્હાએ કહ્યુ કે જો સરકાર શ્રમિકોનો અવાજ નહીં સાંભળે તો અમે હડતાલ કરીશું.

મોદી સરકાર, અમેરિકન રાષ્ટ્રપતિ, હાઉડી મોદી
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે આ કાયદાની જોગવાઇ સામે ભારતીય મજદૂર સંઘનો સખત વિરોધ છે. જોગવાઈઓ જેવી કે, હડતાળ કરવાનો અધિકાર પાછો લેવાઇ જાય એ સંઘને સ્વીકાર્ય નથી. એજ રીતે નોકરીના કોન્ટ્રેક્ટમાં કરાયેલી કેટલીક જોગવાઇ સંઘને માન્ય નથી. એટલે સંઘ સાથે જોડાયેલા ટ્રેડ યુનિયનો સખત વિરોધ કરી રહ્યા છે.અને આગામી સમયમાં આ આંદોલન વધારે ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે. મજૂર સંઘની માંગ છે કે કાયદામાં શ્રમિકો વિરોધી જે બાબતો છે એ રદ કરવામાં આવે અને જો સરકાર નઈ કરે તો આંદોલન થશે અને આંદોલન દ્વારા મોદી સરકાર પર દબાણ લાવવામાં આવશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!