IndiaPolitics
Trending

તો શું આ બીલ પ્રમાણે ગરીબી હટાવવામાં ૮૦૦ વર્ષ લાગશે? જાણો કોણે અને કેમ કહ્યું!

લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતનું બીલ પાસ થઇ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટીએ આ બિલનું સમર્થન કર્યું છે ત્યારે સવાલ એ થાય છે કે ભૂતકાળની જેમ શું આબીલ પણ ચેલેંજ થશે?

રાજ્યસભામાં આ બીલ પર ચર્ચા સમયે કોંગ્રેસ નેતા આનંદ શર્મા એ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને કહ્યું હતું કે અમારી પાર્ટી આ બીલના સંપૂર્ણ સમર્થનમાં છે અમે આ બિલનો વિરોધ નથી કરતાં પરંતુ તેના રજુ થવાના સમય પર અમને આપત્તિ છે. સરકાર ૪ વર્ષથી સત્તામાં છે પરંતુ સરકારને લોકસભા નજીક આવવાના સમયેજ કેમ આબીલ યાદ આવ્યું?

આનંદ શર્મા એ વધુમાં જણાવ્યું કે દેશમાં રોજગાર નથી અને સરકાર આરક્ષણની વાત કરે છે. દેશમાં નોકરી નથી અને જે નોકરીઓ હતી એ પણ ઓછી થઇ ગઈ છે. મોદી સરકાર જે આરક્ષણ લઈને આવી છે તે આધાર પ્રમાણે નોકરીઓ મળશે તો ગરીબી હટાવવામાં ૮૦૦ વર્ષ લાગશે! એટલે કે જો આપણે ડેટા પ્રમાણે જઈએ, તો ૧૦ ટકા ક્વોટાને ગરીબી દૂર કરવામાં ૮૦૦ વર્ષ લાગશે. તેમણે અહિયાથી ના અટકતા નાણામંત્રી અરુણ જેટલીને આડે હાથો લેતા તેમને વેધક સવાલો કર્યા કે, ૮ લાખથી વધારે આવકવાળા દેશમાં કેટલા લોકો છે? આ સરકારના આ ઉતાવળા નિર્ણયથી આશરે ૯૮ ટકા વસ્તી આવરી લેવામાં આવે છે જેમાં ૫૦ ટકા પહેલેથી જ અનામત લાગુ છે. એટલે બાકીના ૪૮ ટકા લોકોને પણ આરક્ષણ આપવામ આવ્યું છે  

આનંદ શર્મા એ સરકારને રોજગાર પર આડે હાથ લેતા જણાવ્યું કે, મોદી સરકારે દર વર્ષે ૨ કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું પરંતુ જોવા જઈએ તો છેલ્લા વર્ષ ૨૦૧૮ માં જ એક કરોડ જેટલી નોકરી સમાપ્ત થઇ ગઈ છે એટલે કે એક કરોડ જેટલા લોકો બેકાર બન્યા છે.

વધુમાં ચર્ચા દરમિયાન આનંદ શર્મા એ જણાવ્યું હતું કે, જો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ વિધાનસભા ચુંટણીઓના પરિણામ ભાજપ તરફી આવ્યા હોત તો મોદી સરકાર આ આરક્ષણ બીલ ક્યારેય લાવેત નહિ. દેશની અર્થવ્યવસ્થા સુધારવાની મજબુત કરવાની જરૂર છે દેશમાં નોકરી રોજગારને વધારવાની જરૂર છે.

પ્રધાનમંત્રી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી વિભિન્ન કપડામાં દેખાય છે પરંતુ સંસદમાં નથી દેખાતા ચર્ચાથી દુર ભાગે છે. વધુમાં તેમણે હાલમાં થયેલી વિધાનસભા ચુંટણીનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે જીતી ગઈ પણ તમે ૫-૦ થી હારી ગયા.

આમ, આનંદ શર્માએ સરકારને આ બીલ લાવવાના સમય અને તેને કેવીરીતે લાગુ કરવામાં આવશે તેના પર વેધક સવાલો કર્યા હતા. શું સરકારે ઉતાવળમાં ભૂલ કરી નાખી છે. વગર વ્યવસ્થાએ વગર નોકરીએ આ બીલ અંધાધુંધી સર્જશે!!??

Related Articles

Back to top button
આજનું રાશિફળ!