IndiaPolitics

સુપરસ્ટાર રજનીકાંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના આ ફોર્મ્યુલાનું કર્યું સમર્થન

સુપરસ્ટાર રજનીકાંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના આ ફોર્મ્યુલાનું કર્યું સમર્થન પણ લોકસભા ચૂંટણી લડવા અંગે સસ્પેન્સ જાળવ્યું તામિલનાડુ વિધાનસભા લડશે

એકબાજુ જ્યારે દક્ષિણ ભારતની લગભગ બધીજ પાર્ટી નરેન્દ્ર મોદીના વન ઇન્ડિયા વન ઇલેક્શનની યોજનાનો વિરોધ કરી રહી છે, ત્યારે બીજીબાજુ રાજનીતિમાં હમણાંજ આવેલા સુપરસ્ટાર રજનીકાંતે આ ફોર્મ્યુલાનું સમર્થન કર્યું છે.

સુપરસ્ટાર રજનીકાંતે આપ્યું સમર્થન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત ફિલ્મ સ્ટારથી નેતા બનેલાં સુપરસ્ટાર રજનીકાંતનું સમર્થન મળ્યું છે. એક તરફ જ્યાં વન ઈન્ડિય વન નેશનના મુદ્દે તામિલનાડુની તમામ પાર્ટીઓ સખત વિરોધ કરી રહ્યાં છે, ત્યાં તામિલનાડુના રાજકારણમાં આવવા થનગની રહેલા સુપરસ્ટાર રજનીકાંતે આ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યું છે. ચેન્નાઈમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રજનીકાંતે કહ્યું કે, “વન ઈન્ડિયા વન ઈલેકશનનો વિચાર સારો છે. તેનાથી સમય અને પાર્ટીઓના પૈસા બચશે.”

લોકસભા લડવા અંગે સસ્પેન્સ

મીડિયા સાથેની વાતચીત દરમિયાન સુપરસ્ટાર રાજનીકાંતે અન્ય મુદ્દાઓ પર પણ પોતાના વિચારો જણાવ્યા. રાજનીકાંતે તામિલનાડુના શિક્ષમંત્રીના વખાણ કરતા કહ્યું કે, શિક્ષમંત્રીનું કામ શારૂ છે તે ખુબજ સારું કામ કરી રહ્યા છે, બીજા રાજ્યોની તુલનામાં તામિલનાડુમાં શિક્ષણનું સ્તર ઘણું સારું છે. આ દરમિયાન રજનીકાંતને પૂછવામાં આવ્યું કે, 2019ની ચૂંટણીમાં ભાગ લેશો કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, 2019ની ચૂંટણી લડવાનો નિર્ણય બાદમાં લેવાશે. વિચારવા જેવી વાત તો એ છે કે આ પહેલાં રજનીકાંત કહી ચુક્યા છે કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી જ લડશે એટલે બની શકે છે કે રજનીકાંત લોકસભા ચૂંટણીમાં ઉતરવા કરતા વિધાનસભા માંજ પોતાનું નસીબ અજમાવે.

આમ સુપરસ્ટાર રાજનીકાંતે આગામી લોકસભા લડશે કે કેમ અને કોને સમર્થન કરશે વગેરે જેવા સવાલોનો સ્પષ્ટ જવાબ અપાયો નહોતો અને આ સવાલો પર હાલ સસ્પેન્સ બનેલું જ છે જે હવે સમય આવ્યે જ ખબર પડશે કે રજનીકાંત કે તેમની પાર્ટી લોકસભા લડશે કે કેમ અને જો લડશે તો કોને સમર્થન આપશે કે કોનું સમર્થન કરશે. પહેલા રજનીકાંત અને કમલ હાસન પણ મિટિંગ કરી ચુક્યા છે પણ એકબીજાને સમર્થન આપવાની વાત નથી કહી તે પણ હજુ સસ્પેન્સ જ છે.

ઉલ્લેખનીય છે કે સુપરસ્ટાર રાજનીકાંતે અને કમલ હાસને પોત પોતાની અલગ અલગ રાજનૈતિક પાર્ટી બનાવી છે અને બંને જણા ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે. ક્યારે અને કેવી રીતે તેતો હવે સમય જ બતાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!