મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે ને ગુરુવારે આઈ એલ એન્ડ એડ એસ ના કોહિનૂર સિટીએનએલ માં રોકાણ દેવા બાબતે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછના એક દિવસ પછી એટલે કવ શુક્રવારે બાલા સાહેબ ઠાકરે જેવી જ છબી ધરાવતા રાજ ઠાકરે એ ED ને જ નોટિસ મોકલી દીધી છે. આ બાબતની સત્તાવાર જાહેરાત પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવી છે. રાજ ઠાકરે બાલા સાહેબ ઠાકરે કેવું જ વ્યક્તિત્વ ધરાવે છે અને તેમને મહારાષ્ટ્ર માં બલસાહેબ ઠાકરે જેવો જ દબદબો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર ED ને મોકલવામાં આવેલી નોટિસ બાબતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, ED ઓફીસ પર લગાવવામાં આવેલું બોર્ડ અંગ્રેજીમાં છે જે મરાઠીમાં હોવું જોઈએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના જણાવ્યા પ્રમાણે ED સામે ફરિયાદ જિલ્લા અધિકારીને લેખિતમાં કરવામાં આવી છે અને તેની એક કોપી ED ની ઓફિસ માં પણ મોકલવામાં આવી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને ઓણ ટેગ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, મનસે પ્રમુખ રાજ ઠાકરે મનીલોન્ડરિંગના એક કેસમાં સમન્સ મળતાં ED સમક્ષ ગુરુવારે પૂછપરછ માટે હાજર થયા હતા. રાજા ઠાકરે ની પૂછપરછ દરમિયાન મુંબઇ પોલીસે દક્ષિણ મુંબઈમાં ED ઓફિસની બહાર સીઆરપીસી કલમ 144 લગાવી દીધી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પગલું કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે લેવામાં આવ્યું છે. ગુરુવારે તોફાન અને હિંસાના ડરના કારણે EDની ઓફીસ બહાર ભારે માત્રામાં સુરક્ષાબળ ખડકી દેવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સેંકડો કાર્યકરો ભેગા થઈ ગયા હતા.

ED દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેની લાંબા સમય સુંધી સઘન પુછપરછ કરવામાં આવી હતી. ED દ્વારા આઈ એલ એન્ડ એડ એસ ના કોહિનૂર સિટીએનએલ માં રોકાણ દેવા બાબતે પૂછપરછ કરવા માટે રાજ ઠાકરેને સમન્સ કરતા તેઓ ED સમક્ષ હાજર થયાં હતાં. ગુરુવારે રાજ ઠાકરે દ્વારા પણ શાંતિ જાળવવા અને કાયદો વ્યવસ્થા હાથ પર ના લેવા મનસે સમર્થકોને અપીલ કરવામાં આવી હતી તેમજ ED ઓફિસ બહાર શાંતિપૂર્વક ભેગા થવાની જાહેરાત કરીને જણાવ્યું હતું કે તેમને જે કહેવું છે એ તેઓ ત્યારે જ કહેશે. આ બાબતે શિવસેના દ્વારા મનસે અને રાજ ઠાકરેનુ સમર્થન કરવામાં આવ્યું હતું.

ED અને સરકાર ને ભય હતો કે રાજ ઠાકરેની પુછપરછ વખતે કાનૂન વ્યવસ્થા જળવાશે નહીં અને તોફાન હિંસા થઈ શકે છે કારણ કે રાજ ઠાકરે એક દબંગ નેતા તરીકેની છાપ ધરાવે છે અને તેમના સમર્થકો દ્વારા કાયદો કાનૂન હાથમાં લેવામાં આવી શકે છે. તે જોતા સરકાર દ્વારા ધારા 144 લગાવવામાં આવી હતી અને સુરક્ષાબળનો ખડકલો કરવામાં આવ્યો હતો. રાજ ઠાકરેનું વ્યક્તિત્વ બાલા સાહેબ ઠાકરે જેવું જ છે અને લોકો તેમનામાં બાલા સાહેબને જ જોવે છે. બાલા સાહેબના જેવીજ દબંગ સ્ટાઇલમાં રાજ ઠાકરેએ ED દ્વારા પૂછપરછ પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે EDને નોટિસ મોકલી હતી અને ED ઓફીસ બહાર અંગ્રેજીમાં લખવામાં આવેલું બોર્ડ તાત્કાલિક મરાઠીમાં કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મનસે પ્રમુખ રાજ ઠાકરેને ચાર દિવસ પહેલા આ બાબતે સમન્સ મોકલવામાં આવ્યો હતો અને ગુરુવારે તેઓ તેમની પત્ની શર્મિલા, પુત્ર અમિત અને પુત્રવધુ સાથે EDની ઓફીસ પહોંચ્યા હતાં. સવારે લગભગ 11:30 વાગે તેમની પુછપરછ કરવામાં આવી હતી જે કેટલાય કલાકો ચાલતી રહી હતી. આજ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના પુત્ર ઉન્મેષની પણ સતત બે દિવસ સુંધી પૂછપરછ કરીને તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું.



