IndiaPolitics

રેલી અને સ્મશાનમાં ઉભરાતી ભીડ બાબતે નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી એ ચડાઈ બાંયો! જાણો!

હાલમાં સમગ્ર વિશ્વને કોરોનાએ બંધક બનાવી લીધા છે. સાથે સાથે આપણાં દેશમાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છેમ એટલું જ નહીં મોટી મોટી સભાઓ રેલીઓ યોજાઈ રહી છે. અને એ પણ દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી જેવા દિગ્ગજ નેતાઓ સંબોધિત કરી રહ્યા છે. મહામારીના કપરા કાળમાં લોકોને માસ્ક પહેરવાની અને દો ગજ કી દુરી હૈ જરૂરી કહેનારા નેતાઓ જ મોટી મોટી રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. પોતાનું તો ઠીક પણ હજારોની સંખ્યામાં ભેગા થયેલા એ લોકોનું શું? વિચારતાં જ અરેરાટી વ્યાપી જાય છે.

ભાજપ, ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

રોજે રોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસોએ રેકોર્ડ બ્રેક કર્યો છે. સમગ્ર દેશ કોરોનાં મહામારીની બાનમાં છે. ત્યારે બંગાળમાં ચૂંટણી સભાઓ અને રેલીઓ યોજાઈ રહી છે. હજુ બંગાળમાં પણ ચૂંટણી પૂર્ણ થતાં કેસોમાં વધારો જોવા મળશે એમાં કોઈ નવાઈ નથી કારણ કે જે રીતે લોકોની ભીડ એકઠી થઈ રહી છે તે જોતા બંગાળની હાલત બગડી શકે તેમ છે. આવા સમયે નેતાઓ દ્વારા પોતાની દરેક રાજકીય રેલીઓ સભાઓ કાર્યક્રમો રદ કરી દેવા જોઈએ અને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવો જોઈએ. પરંતુ નેતાઓને સત્તા જ દેખાય છે.

બંગાળના રાજકારણમાં ગઈકાલે ગરમાવો આવી ગયો જ્યારે બંગાળના આસનસોલમાં ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે હું લોકસભા ચૂંટણીમાં બંગાળમાં આવ્યો હતો ત્યારે પણ આટલી ભીડ પણ નહોતી આવી અને આજે તો દૂર દૂર સુધી માત્ર જન મેદની જ દેખાઈ રહી છે, તમે લોકોએ શું કમાલ કરી દીધો છે! પ્રધાનમંત્રીના આ નિવેદન બાબદ ચારે બાજુ ટીકાઓ થવા લાગી. કોરોના સમયમાં જ્યારે લોકોને માસ્ક પહેરવાનું દો ગજ કી દુરી હૈ જરૂરી કહેવામાં આવે છે અને બીજી તરફ આવા નિવેદનો આપવામાં આવે છે. દેશના દરેક નેતાઓએ આ મહામારીને ગંભીરતાથી લેવી જોઈએ.

પ્રધાનમંત્રી મોદી ના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા રાહુલગાંધીનું પણ એક નિવેદન આવ્યું હતું જે બાદ સમગ્ર દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રધાનમંત્રીના નિવેદન બાબતે રાહુલ ગાંધી એ કટાક્ષ કરીને કહ્યું કે, બિમારો અને મૃતકોની આવી ભીડ પણ પહેલીવાર જોઈ છે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે અને આજ ચૂંટણીના સંદર્ભે એક રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મેં આજે આટલી બધી ભીડ પહેલી વાર જોઈ છે. તે નિવેદન પર રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી પર કટાક્ષ કરવામાં આવ્યો હતો.

દેશમાં કોરોના રફતાર પકડી રહ્યો છે ત્યારે દરેક રાજનેતાઓમાં રાહુલ ગાંધી એક અલગ નેતા બનીને ઉભરી આવ્યા છે. રાહુલ ગાંધી દેશના એવા પ્રથમ નેતા બન્યા છે કે જેમણે પોતાના દરેક રાજકીય કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા મારફત જાણકારી આપી હતી કે તેઓએ પોતાની આગામી બધી જ રાજકીય રેલીઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી કે, કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં, હું બંગાળમાં આગામી બધી જ રેલીઓને રદ્દ કરું છું. વર્તમાન પરિસ્થિતિને જોતા બધી જ રાજકીય પાર્ટીઓએ પણ વિચારવું જોઈએ કે આવા સમયે આવી રાજકીય રેલીઓના કારણે જનતા અને દેશ પર જોખમ ઉભું થાય છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!