IndiaPolitics

પ્રધાનમંત્રી એવું તો ક્યારેય ના સમજે કે આંદોલન પૂર્ણ થઈ જશે!!

છેલ્લા બે અઢી મહિનાથી દેશના ખેડૂતો દેશની રાજધાની દિલ્લીના રસ્તા પર પોતાના હક અધિકારની લડાઈ માટે કડકડતી ઠંડીમાં બેઠા છે. સરકાર સાથે 10..12 જેટલી વાટાઘાટો બાદ પણ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. ત્યારે હવે જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ ખેડૂતોનું આંદોલન વધારે ને વધારે અગ્રેસીવ બનતું જાય છે. સરકાર કાયદા રદ કરવાની સ્પષ્ટ ના પાડી ચુકી છે જ્યારે ખેડૂતોની સ્પષ્ટ માંગણી માત્રને માત્ર કાયદાઓ રદ કરવાની છે. બસ આજ બાબતે કોકડું ગૂંચવાયું છે.

મોદી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી એ પ્રેસ વાર્તા કરીને કૃષિ કાયદાઓના 3 મોટા નુકશાન ગણાવ્યા અને કહ્યું કે એટલે જ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને સરકાર તેમને મારી રહી છે. અમે ખેડૂતો સાથે છીએ અને તેમની મદદ કરશું. રાહુલ ગાંધીએ કૃષિ કાયદાના કારણે ત્રણ મોટા નુકશાન ગણાવ્યા. ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત રસ્તા પર છે. ગણતંત્ર દિવસ પર લાલકિલ્લો અને નાંગલોઇમાં હિંસા થઈ હતી. આજે પણ ગાઝીપુર અને સીંઘુ બોર્ડર પર તણાવભરી સ્થિતી છે.

રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

આ તામામ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પ્રેસ વાર્તામાં જણાવ્યું કે, આ ત્રણ કાયદાઓમેં સમજવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આ ત્રણેય કાયદાઓ કેવી રીતે ખેડૂતોને નુકશાન પહોંચાડશે. કૃષિ કાયદાના ત્રણ મોટા નુકશાન. પહેલું આ બજાર પ્રણાલી અને મંડી પ્રથાને ખતમ કરી નાખશે. બીજું આના કારણે દેશના 3..4 મોટા ઉદ્યોગકાર જેટલું જોઈએ એટલું અનાજ સ્ટોર કરી શકશે જેના કારણે ખેડૂત પ્રભાવિત થશે. ત્રીજું આ કાયદાઓના કારણે ખેડૂત કોર્ટમાં જઈ શકશે નહીં.

રાહુલ ગાંધી, પેટા ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

મોદી સરકાર ખેડૂતોને મારી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કૃષિ કાયદાના કારણે આ ત્રણ મોટા નુક્શાનો છે. એટલે ખેડૂત દિલ્લીની બોર્ડર પર છે. પરંતુ સરકાર ખેડૂતોને મારી રહી છે ખેડુતોને મારીને સરકાર દેશને કમજોર કરી રહી છે. આ સાથે જ પ્રેસ વાર્તા દરમિયાન કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને કેટલાક વેધક સવાલ પૂછ્યા હતા. 50 ખેડૂતોને લાલકિલ્લાની અંદર જવા કોણે દીધા? ગૃહમંત્રાલય દ્વારા રોકવાના પ્રયત્નો કેમ ના થયાં? રાહુલ ગાંધીએ મોદી સરકારને સવાલોના કટઘરામાં ઉભી કરી દીધી હતી.

રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા

પ્રજાસત્તાક દિન પર થયેલી હિંસાને લઈને રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે લાલ કિલ્લાની અંદર 50 ખેડુતોને જવાની મંજૂરી કોણે આપી હતી. શું આ રોકવું ગૃહ મંત્રાલયનું કામ નથી? ગૃહ પ્રધાનને પૂછો કે આ પાછળનો વિચાર શું છે? વડાપ્રધાન પાંચ વેપારી માણસો માટે કામ કરે છે. તેમના માટે નોટબંધી લાવ્યા, જીએસટી લાવ્યા, તેમના માટે ખેડૂત કાયદો લાવ્યા. ખેડુતોએ પીછેહઠ કરવાની કોઈ જરૂર નથી, અમે તેમને પૂર્ણ મદદ કરીશું. પીએમ મોદીએ સમજવું ન જોઈએ કે આ બધું સમાપ્ત થઈ જશે. તે શહેરોથી ગામડાઓમાં જશે.

રાહુલ ગાંધી
ફોટો: સોસીયલ મીડિયા

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે વડાપ્રધાન આપણા ખેડૂત-મજૂરો પર હુમલો કરીને ભારતને કમજોર કરી રહ્યા છે. આનાથી દેશ વિરોધી દળોને જ લાભ થશે. આ અગાઉ પણ તેમણે ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જો તમારે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને નબળી કેવી રીતે કરવી તે શીખવું હોય તો કોઈએ મોદી સરકાર પાસેથી શીખવું જોઈએ. આમ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ પણ કર્યો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!