તો હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી જોવા મળી શકે છે એક મંચ પર! જાણો ક્યારે? કેમ?

પાટીદાર અનામત અંદોલનથી ઉભરી આવેલા યુવાન નેતા હાર્દિક પટેલ સવર્ણ અનામત માટે લડતા હતા અને તેમના આંદોલનથી કેન્દ્ર સરકારે પણ ૧૦% સવર્ણ અનામતની જાહેરાત કરવી પડી. હાલ હાર્દિક પટેલ કિસાન ક્રાંતિ સેનાના બેનર હેઠળ ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહ્યા છે. તો રાહુલ ગાંધી પણ ખેડૂતોના મુદ્દે સરકાર સામે બાથ ભીડી રહ્યા છે.

હાર્દિક પટેલ પણ ખેડૂતો માટેની લડાઈ લડી રહ્યા છે. અને હાલમાંજ એક જાહેર સભામાં હાર્દિકે ખેડૂતો અને યુવાનો માટે અંદોલન કરવાની ચીમકી પણ આપી છે. સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ નહિ થાય અને અનામત અંદોલન વખતે નિર્દોષ લોકો પર કરવામ આવેલા કેસો રદ નહિ થાય તો ફરી આંદોલન કરવામાં આવશે તેવી સરકાર સમક્ષ ચીમકી ઉછરી હતી.

બીજી તરફ રાહુલ ગાંધી પણ ખેડૂતોના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહ્યા છે અને સરકાર પર ખેડૂતોના દેવા માફીનું દબાણ લાવી રહ્યા છે. રાહુલ ગાંધી પણ આક્રમક મોડમાં છે અને સરકારના નાકમાં દમ કરી નાખ્યો છે.

ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી વખતે રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે, કોંગ્રેસ સરકાર આવશે તો ૧૦ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરી દઈશું, ખેડૂત જગતનો તાત છે. અને જેવી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બની કે તેના માત્ર ૨૪ કલાકમાં જ ત્રણેય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા.

આમ બંને નેતાનું લક્ષ્ય એક હોઈ તેમજ રાહુલ ગાંધી હાર્દિક પટેલના ક્રાંતિકારી વલણ અને જનતાના હક હિત માટે લડવાના તેમના એક માત્ર ઉદ્દેશ્યથી પ્રભાવિત છે ને જાણવામાં આવ્યું છે કે હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધી દ્વારા ત્રણ રાજ્યોમાં ખેડૂત હકમાં લેવામાં આવેલા નિર્ણયથી પ્રભાવિત થયા છે જે જોતા બંને નેતા એક સાથે એક મંચ પર આવી શકે છે.

રાહુલ ગાંધી ૧૪મી ફેબ્રુઆરીએ ગુજરાતના વલસાડ પાસે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં રહેલા પાટીદાર ધારાસભ્યો હાર્દિક પટેલને રાહુલ ગાંધી સાથે એક મંચ પર લાવવા માટે મથામણ કરી રહ્યા છે તેવું અમારા સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

અફવાહ તો એવી પણ છે કે હાર્દિક કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જશે પરંતુ એવું બનશે નહિ. હાર્દિક પટેલ ગુજરાતમાં લોકસભા ચુંટણી લડશે તો ખરાજ પરંતુ જીગ્નેશ મેવાણીની જેમ કોંગ્રેસના સમર્થનથી અપક્ષ એવું રાજનૈતિક પંડિતોનું માનવું છે પરંતુ હાર્દિકને કોંગ્રેસમાંથી ચુંટણી લડવા માટે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ ઓફર કરી છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસ માંથી લડે તો પણ ભાજપને મોટો ફટકો પડે એમ છે અને લગભગ ભાજપ ગુજરાતમાં ૧૦ સીટો સુંધી સીમિત થઇ જાય પરંતુ હવે ૧૪મી તારીખ સુંધી રાહ જોવીજ રહી. ૧૪મી ફેબ્રુઆરી એ કંઈક નવાજુની થવાના અને રાજકીય ઉથલ પાથલ થવાના એંધાણ છે. કોંગ્રેસ માટે ૧૪મી ની રાહુલ ગાંધી ની રેલી એટલે પણ મહત્વની છે કે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વલસાડના, ધરમપુરના આ લાલડુંગરી મેદાન ખાતેથી સભા સંબોધીને ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી ચુક્યા છે અને રાહુલ ગાંધી પણ એજ નકશે કદમ પર ચાલવા જઈ રહ્યા છે.