IndiaPolitics

રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી મોદીને આપી ચેલેંજ, ગરમાયું રાજકારણ. જાણો શા માટે

રાહુલ ગાંધી એ આપી પ્રધાનમંત્રી મોદીને ચેલેંજ કહ્યું, પીએમ મોદી મારી સાથે ૧૫ મિનીટ ડીબેટ કરવા આવે એ કહે તે જગ્યાએ, જ્યાં કહે ત્યાં ચર્ચા કરવા તૈયાર. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ પીએમ મોદીને ચેલેંજ આપતા કહ્યું કે, નરેન્દ્ર મોદી એમની સામે આવે એ એમને ગળે મળશે અને રાફેલ પર વાત કરશું પરંતુ મોદી જવાબ નઈ આપી શકે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડિલને લઈને પ્રધાનમંત્રી પર વારંવાર નિશાન સાધતા રહે છે. પાંચ રાજ્યોમાં થઇ રહેલી વિધાનસભા ચુંટણી માટેના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી રાફેલ ડિલને ખાસ મુદ્દો બનાવી રહ્યા છે. રાફેલ ડિલને લઈને આક્રમક બનેલા રાહુલ ગાંધીએ આ મુદ્દે પીએમ મોદીને ચર્ચા માટે ખુલ્લી ચેલેંજ આપી છે.

છત્તીસગઢના અંબિકા પૂરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, “ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાફેલ ડિલ માટે ક્યાંય પણ, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રદેશમાં મારી સામે સ્ટેજ પર આવીને ૧૫ મિનીટ રાફેલ પર ચર્ચા કરે. ૧૫ મિનીટ મને બોલવાદે અને ૧૫ મિનીટ પીએમ મોદી બોલે. હું HAL ના વિષયે બોલીશ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જે કહું છે એના વિષે બોલીશ.”

રાહુલ ગાંધી એ આગળ કહ્યું કે, “હું કહીશ કે ૫૨૬ કરોડ રૂપિયાનું હવાઈ જહાજ નરેન્દ્ર મોદીજીએ ૧૬૦૦૦ કરોડમાં ખરીદ્યું. હું કહીશ કે એમને કોઈ પણ પ્રોસીજર ફોલો નથી કરી. હું કહીશ કે રક્ષામંત્રીએ ચોખ્ખું કહું છે કે આ ડીલ મેં નહિ પરંતુ પ્રધાનમંત્રીએ કરી છે. હું કહીશ કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ ચોખ્ખું કહું છે કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોને કોન્ટ્રેક મળવો જોઈએ.”

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ પીએમ મોદીને ચેલેંજ આપતા કહ્યું કે, નરેન્દ્ર મોદી એમની સામે આવે એ એમને ગળે મળશે અને રાફેલ પર વાત કરશે પરંતુ પીએમ મોદી જવાબ નઈ આપી શકે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ શનિવારે પ્રધાનમંત્રી મોદીના કથિત નિવેદનને લઈને તેમની ઉપર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીએ ખેડૂતો પાસે કાળું નાણું છે એમ કહીને અન્ન્દાતાઓનું અપમાન કર્યું છે.

ગાંધીએ પ્રધાનમંત્રીના આ કથિત નિવેદન સાથે જોડાયેલ વિડીયો શેર કરતા ટ્વીટ કરી કે, “શું તમે માલ્યા, મેહુલ ભાઈ, નીરવ મોદીને ઘઉં ઉગાડતા જોયા છે? મોદીજી ખેડૂતોનું અપમાન ના કરશો.” તેમને કહ્યું કે, “પહેલા તમે (મોદી) નોટબંધી કરીને ખેડૂતોના પૈસા લઈને સુટ બુટ વાળા મિત્રોને આપવાનો ઘોટાળો કર્યો અને હવે કહી રહ્યા છો કે, ખેડૂતોના એ પૈસા કાળું ધન હતું. ખેડૂતોનું આ અપમાન, નહિ સહન કરે હિન્દુસ્તાન.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!