IndiaPolitics

ભાજપમાં ભય! યોગી આદિત્યનાથ ની મુશ્કેલીઓમાં વધારો! યોગી આદિત્યનાથ સામે….

કોંગ્રેસ અત્યારે સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં ફોકસ કરી રહી છે. કોંગ્રેસનું ધ્યેય સમગ્ર દેશમાં ફરીથી કોંગ્રેસને બેઠી કરવા સાથે સાથે ઉત્તર પ્રદેશમાં મજબૂત થવાનું પણ છે. ઉત્તર પ્રદેશના દરેક મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. નાનાથી માંડીને મોટા મુદ્દે યુપીના રસ્તાઓ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉતરી પડે છે. કોંગ્રેસની સ્ટ્રેટેજી મુજબ યુપીમાં આગામી ચૂંટણીમાં સપા, બસપા અને ભાજપા નો વિકલ્પ બનીને જનતાનો વિશ્વાસ જીતવાની છે. આ માટે કોંગ્રેસના નેતાઓથી માંડીને કોંગ્રેસ કાર્યકર્તાઓ પાણીની જેમ પરસેવો પાડી રહ્યા છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારને મજબૂત ટક્કર આપી રહ્યા છે.

ભાજપ, યોગી આદિત્યનાથ, દિગ્વિજય સિંહ, yogi adityanath, hathras
ફોટો સોશિયલ મીડિયા

ત્યારે હવે ભાજપ માટે અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર માટે કોંગ્રેસ માથાનો દુખાવો બની છે. જો હાથરસમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન અને હાથરસ કૂચ કરવામાં ના આવી હોત તો આ મુદ્દો પણ દબાઈ જાત અને ન્યાય માટે પીડિત પરિવારને દર દર ભટકવું પડેત. લોકશાહીમાં મજબૂત સરકાર સાથે સાથે મજબૂત વિપક્ષ પણ હોવો જરૂરી છે જેના કારણે સંતુલ બનેલું રહે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 1989થી એટલે કે 31 વર્ષથી સત્તા વિહોણી છે. અને હવે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં ફરીથી સંઘર્ષ શરૂ કર્યો છે. આ માટે કોંગ્રેસ દ્વારા આમને-સમને ફાઈટ માટે પ્રિયંકા ગાંધી ને ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ બનવીને લાવવામાં આવ્યાં છે.

રાહુલ ગાંધી, હાથરસ
ફોટો સોશિયલ મીડિયા

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો ચહેરો પ્રિયંકા ગાંધી બની શકે છે. અને આ સંકેત ખુદ પ્રિયંકા ગાંધી દ્વારા આપવામાં આવ્યા છે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધી એ આ બાબતે સ્પષ્ટ સંકેત તો નથી આપ્યો પરંતુ મોટા પરિવર્તનો સંકેત જરૂર આપ્યો છે. તેમની વાત પરથી અનુમાન લગાવી શકાય કે કોંગ્રેસ જે રીતે પ્રિયંકા ગાંધી ને ઉત્તર પ્રદેશમાં આગળ કરી રહી છે તે પ્રરમાણે લાગે છે કે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શકે છે. જ્યારથી પ્રિયંકા ગાંધી ને મહાસચિવ બનાવીને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી ત્યારથી જ લાગતું હતું કે કોંગ્રેસ હવે ફ્રન્ટફૂટ પર લડાઈ લડવા માટે સજ્જ છે.

હાથરસ, પ્રિયંકા ગાંધી, યોગી આદિત્યનાથ,
ફોટો સોશિયલ મીડિયા

પ્રિયંકા ગાંધી નું ફોકસ પહેલાજ દિવસથી ઉત્તર પ્રદેશ રહ્યું છે અને તેઓ હંમેશાં ઉત્તર પ્રદેશના મુદ્દાઓ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે અને ડાયરેકટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને ઘેરી રહ્યા છે. લોકડાઉનના સમયે પણ પ્રિયંકા ગાંધી દ્વારા એક હજાર બસ ગરીબો માટે મફત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે મોકલવામાં આવી હતી. તેમજ રોજ બરોજ ઉત્તર પ્રદેશના લોકલ મુદ્દાઓ, અપરાધ, મહિલા અત્યાચાર, બેરોજગારી વગેરે જેવા મુદ્દાઓ દ્વારા પ્રિયંકા ગાંધી યોગી આદિત્યનાથ ને ઘેરી રહ્યા છે. ધીમે ધીમે પ્રિયંકા ગાંધી નો અવાજ ઉત્તર પ્રદેશમાં મજબૂત બની રહ્યો છે.

પ્રિયંકા ગાંધી, યોગી આદિત્યનાથ,
ફોટો: સોશિયલ મીડિયા

પ્રિયંકા ગાંધીએ આવતાં ની સાથે જ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિને વિખેરી નાખી 500 લોકોની આ જંબો કમિટીને વિખેરીને એકદમ નાની અને સક્રિય કાર્યકરો નેતાઓની સમિતિ બની છે જે આગામી સમયમાં યુપીના ગામડા સુંધી વિસ્તૃત થઈ જશે. પ્રિયંકા ગાંધી એ આપેલા ઇન્ટરવ્યૂમાં આ બાબતે જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બર સુંધી ઉત્તર પ્રદેશના દરેક ગામડા સુંધી કોંગ્રેસનો કાર્યકર્તા હશે અને 2021માં અમે તમામ કાર્યકર્તાને મજબૂત કરશું અને 2022ની ચૂંટણીમાં સપા, બસપા, ભાજપા નો વિકલ્પ બનશું. જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પાર્ટી 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી કરી રહી છે.

પ્રિયંકા ગાંધી, યોગી આદિત્યનાથ,
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી એટલે કે છેલ્લા 31 વર્ષથી સત્તા વિહોણી છે. અને ફરીથી પ્રિયંકા ગાંધી ના નેતૃત્વ હેઠળ સંઘર્ષ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી જે રાજ્યમાં સૌથી વધારે મજબૂત હતી આજે એ રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશમાં 1989 પછી ક્યાંય દેખાતી નથી. જ્યારે પ્રિયંકા ગાંધી ને યુપીના મહાસચિવ બનાવવામાં આવ્યા તયરથી જ નક્કી હતું કે કોંગ્રેસ કઈંક નવાજુની કરવામાં લાગી ગયું છે. પ્રિયંકા ગાંધીનું સંપૂર્ણ ફોકસ હાલમાં ઉત્તર પ્રદેશ છે. જે રીતે પ્રિયંકા ગાંધી દ્વારા હાથરસ માં યોગી આદિત્યનાથ ને ઝુકાવ્યા એ પછી કહી શકાય કે ભાજપ અને યોગી આદિત્યનાથ માટે હવે આગળ કપરો સમય આવી રહ્યો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!