IndiaPolitics

મોટા સમાચાર તામિલનાડુ, બંગાળ માં ભવ્ય જીત બાદ પ્રશાંત કિશોર ને આ મોટી પાર્ટી કરશે સક્રિય!!

ચારે બાજુ પ્રશાંત કિશોરના નામની ચર્ચાઓ ચાલી રહી છે. એનું એક જ કારણ ચબે કે વર્ષ 2014 ની લોકસભામાં ભાજપ અને મોદી ની અલગ છબી બનાવી આપી ત્યારબાદ બિહાર ચૂંટણીમાં નીતીશ કુમાર ને બિહારના નાયક બનાવીને ભાજપ ને ઊંધા મોઢે પાડી ત્યારબાદ આખાય દેશની નજર જે રાજ્ય પર હતી અને સમગ્ર દેશનું રાજકારણ જે રાજ્ય પાર ટક્યું હતું તેવા બંગાળમાં ભાજપ ને ધ્વસ્ત કરીને ફરીથી મમતા બેનરજીને ફરી બંગાળના મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરી તેમજ તામિલનાડુમાં ડીએમકે ની સરકાર બનાવી જયલલિતાની પાર્ટીને પાર્ટીને ધ્વસ્ત કરી યુવા નેતા સ્ટાર્લિનને મુખ્યમંત્રી બનાવ્યા.

બિહાર
ફોટો સોશિયલ મીડિયા

આંધ્રપ્રદેશમાં પણ જગન રેડ્ડી ને સત્તાના શિખરો સર કરાવ્યા પંજાબમાં પણ કેપટનની સરકાર બનવવામાં મદદ કરી આટલા પોઝિટિવ પરિણામો બાદ ચારે બાજુ પ્રશાંત કિશોરનનામની ચર્ચાઓ છે. હવે દરેક પાર્ટીઓ પ્રશાંત કિશોર ને પોતાની પાર્ટી માટે હાયર કરવા લાગી રહી છે.નીતીશ કુમારે તો પ્રશાંત કિશોર ને મંત્રીસમાં હોદ્દે બેસાડેલા હતા. ભાજપ સામે ક્ષેત્રિય પાર્ટીઓ પ્રશાંત કિશોરને હાયર કરી ને જીત મેળવી રહી છે બંગાળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ જેવા રાજ્યોમાં ભાજપ સત્તાથી બહાર છે અને ક્ષેત્રિય ઓરતીઓનું વર્ચસ્વ છે. બંગાળ માં ભવ્ય જીત મેળવ્યા બાદ મમતા બેનર્જી ફરીથી દેશના રાજકારણમાં સક્રિય થયા છે.

બંગાળ, અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

મમતા બેનર્જી ભાજપ સામે તમામ વિપક્ષને એક કરવા માટે મથી રહ્યા છે. મમતા બેનર્જીને આ બાબતે સજેશન આપનાર પ્રશાંત કિશોર જ હોઈ શકે છે. ગઈકાલે દિલ્લીમાં મમતા બેનર્જી એ તમામ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી હતી જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ પણ શામેલ હતા. મમતા બેનર્જી દ્વારા તમામ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસમાં વાતો ચાલી રહી છે કે પ્રશાંત કિશોર ને કોંગ્રેસમાં જોડવામાં આવે. આ બાબતે સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ કોંગ્રેસની બેઠકમ ચર્ચા પણ કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી

સૂત્રોના જણાવ્યા મુજબ આ મુદ્દા પર 22 જુલાઈએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં આ બાબતે ચર્ચા પણ થઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓ એ કે એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબિકા સોની સહિતના નેતાઓ શામેલ હતા. તો પ્રશાંત કોશોર દ્વારા પણ ઘણા નિવેદનો કોંગ્રેસ તરફી આવી રહ્યા છે જેમાં મહત્વનું નિવેદન એ હતું કે કોંગ્રેસ વગર ત્રીજો કે કોઈ ચોથો પક્ષ મોદી ભાજપને હરાવી ન શકે. આ નિવેદન બાદ વિપક્ષના અન્ય નેતાઓને કોંગ્રેસનું મહત્વ સમજાઈ રહ્યું છે. અને આ બબદ જ મમતા બેનર્જી પણ વિપક્ષી નેતાઓને એક કરવા માટે મથી રહ્યા છે.

અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં જોવા જઈએ તો ભાજપ અને મોદી સામે સૌથી સ્ટ્રોંગ ફેસ હોય તો તે માત્ર નેમાત્ર રાહુલ ગાંધી જ છે. જે રીતેમોદી સરકારને ઘેરી રહ્યા છે અને જે રીતે મોદી સરકાર રાહુલ ગાંધીના સુચનો આડકતરીરીતે સ્વીકારી રહી છે તે રીતે રાહુલ ગાંધી ભાજપ મોદી સામે એક મજબૂત વિકલ્પ અને ફેસ તરીકે ઉભરી આવ્યા છે. વેક્સીનેશન હોય કે કોરોના સમયમાં પ્રવાસી મજદૂર હોય કે ઈકોનોમીને રિવાઇવ કરવાની બાબત હોય રાહુલ ગાંધી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા તે તમામ મોદી સરકાર દ્વારા આડકતરી રીતે માનવામાં આવ્યા હતા. તે જોતા ભાજપ સામે રાહુલ ગાંધી જ એક માત્ર ફેસ અને વિકલ્પ બનીને ઉભરી રહ્યા છે.

કોંગ્રેસને વધારે મજબૂત બનવવા અને સંગઠન તેમજ ભવિષ્યની રણનીતિને આકાર કકપવા માટે પ્રશાંત કિશોર જેવા રણનીતિકાર લોકોની કોંગ્રેસને જરૂર છે જે જીત રાહુલ ગાંધી ખુદ આ બાબતે સક્રિય છે તેવું સૂત્રો દ્વારા જાણવામળી રહ્યું છે. પરંતુ અઅબ્બાતે કોંગ્રેસ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તો પ્રશાંત કિશોર દ્વારા પણ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવામા આવી નથી. પરંતુ થોડા સમયમાં જ આ બાબતે કોઈ સમાચાર સામે આવી શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!