લેફટીનેંટ જનરલ હુડ્ડાએ જણવ્યું કે સર્જીકલ સ્ટ્રાઈક ઓપરેશનને સાર્વજનિક કરવામાં આવ્યું હતું. એ સરકારનો નિર્ણય હતો, પરંતુ મારું માનવું એ છે કે ઓપરેશનનું રાજનીતિકરણ કરવું એ યોગ્ય નથી.
સેના દ્વારા નિયંત્રણ રેખાની હદ વટાવીને સર્જીકલ સ્ટ્રાઈક કર્યાને બે વર્ષ પછી લેફટીનેંટ જનરલ હુડ્ડાએ કહ્યું કે સફળતા પર શરૂઆતમાં આનંદ થાય એ સ્વાભાવિક છે પરંતુ અભિયાનનો વારંવાર પ્રચાર કરવો એ અયોગ્ય છે. જણાવી દઈએ કે, કાશ્મીરના ઉડીમાં બે વર્ષ પહેલા સૈન્ય શિબિર પર થયેલા આતંકી હમલા પછી ભારતે નિયંત્રણ રેખા પાર કરીને સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી અને પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓના કેટલાય લોન્ચપેડ ઠેકાણા તોડી પાડવામાં આવ્યા હતા. જેના પછી કેન્દ્ર સરકારે સેનાની આ સફળતાનો શ્રેય લેવામાં કોઈ કસર છોડી નોહતી. આ બધાયની વચ્ચે આર્મીના એક પૂર્વ અધિકારીએ પણ આ સર્જીકલ સ્ટ્રાઈકના પ્રચાર પ્રસાર પર સવાલ ઉઠાયા છે. લેફટીનેંટ જનરલ હુડ્ડા ૨૯ સપ્ટેમ્બર,૨૦૧૬ માં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં ઉત્તરીય સૈન્ય કમાન ના કમાન્ડર હતા. હાલ રીટાયર્ડ છે.
#WATCH: Lt Gen (retd) DS Hooda, who was Chief of the Northern Command of the Army when surgical strike was executed in 2016, says "Surgical strike was overhyped & politicised."https://t.co/P8r8QBd3pL
— ANI (@ANI) December 8, 2018
લેફટીનેંટ જનરલ હુડ્ડા ચંડીગઢ લેક ક્લબમાં શુક્રવારે શરુ થયેલી આર્મી મીલીટરી લીટરેચર ફેસ્ટીવલમાં “રોલ ઓફ ક્રોસ બોર્ડર ઓપરેશન એન્ડ સર્જીકલ સ્ટ્રાઈક” વિષય પર વ્યાખ્યાન આપી રહ્યા હતા. એમને કહ્યું કે, “ સર્જીકલ સ્ટ્રાઈક કરવી જરૂરી હતી. ઉરીમાં આપણા કેટલાય જવાન શહીદ થયા હતા અને પાકિસ્તાનને એક મજબુત જવાબ આપવાનું જરૂરી હતું પરંતુ એનું રાજનીતિકરણ થઇ ગયું છે. એ પણ લાગે છે કે થોડું ઓવર હાઈપ થઇ ગયું થોડું પોલીટીસાઈઝ થઇ ગયું એ વધારે યોગ્ય હોત કે આ સર્જીકલ સ્ટ્રાઈકને ગોપનીય રાખવામાં આવી હોત.
એમણે જણાવ્યું કે, રાજનીતિ અને આર્મીના મુદ્દાને અલગ અલગ જ રાખવું યોગ્ય છે. એમને કહ્યું કે બધાય સૈન્ય ઓપરેશનને સાર્વજાનીક કરવાની કોઈ જ જરૂરત નથી હોતી પરંતુ આ ઓપરેશનની પરિસ્થિતિ એવી હતીકે આને સાર્વજનિક કરવું પડ્યું.
લેફટીનેંટ જનરલ હુડ્ડાએ જણાવ્યું કે, સર્જીકલ સ્ટ્રાઈકનો ઢંઢેરો પીટવાથી કોઈ મદદ નઈ મળે, મારું માનવું છે કે, સર્જીકલ સ્ટ્રાઈકનું મહીમાંમંડન કરવાથી કોઈ રાજકીય લાભ નઈ મળે અને જો તમે સૈન્ય ઓપરેશનનોના રાજકીય લાભો મેળવવાનું શરુ કરશો તો તે યોગ્ય નહિ હોય.
એમણે એ પણ કહ્યું કે, નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી ઉકસાવવા વાળી કાર્યવાહી અને વારંવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘનને જોતા સેનાને સતર્ક અને સક્રિય રેહવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે મોદી સરકાર પર હમેશા સર્જીકલ સ્ટ્રાઈક પર રાજકારણ કરવાના આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્જીકલ સ્ટ્રાઈક જેવા સૈન્ય ઓપરેશનને પોતાની રાજનૈતિક સંપત્તિ બનાવી દીધી છે જયારે આજ કામ મનમોહનસિંહની સરકારે એકવાર નહિ ત્રણ ત્રણ વાર કર્યું છે.



