IndiaPolitics

પેટા ચૂંટણી ના પવનમાં શરદ પવાર ની પાવર ગેમ! ભાજપ માટે ખરાબ સમાચાર…

સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે અને એમાં પણ હિન્દી બેલ્ટમાં તો ચૂંટણીનો સખત માહોલ જમ્યો છે. ભાજપ માટે બિહારમાં સત્તા મેળવવી ખૂબ જ જરૂરી છે જ્યારે બિહારમાં મહાગઢબંધ હાપમાં સૌથી આગળ દેખાઈ રહ્યું છે. આગામી 11 નવેમ્બરે ભાજપ માટે ખરાબ સમાચાર આવી શકે છે એવી રાજકીય પંડિતો દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ખરાબ સમાચાર 11 નવેમ્બર સુંધી રાહ જોવાના મૂડમાં હોય તેવું લાગતું નથી. આજે જ ભાજપ માટે ખરાબ સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપને જે નેતાએ બેઠી કરવા માટે પરસેવો પાડ્યો એજ નેતાનું શરદ પવાર દ્વાર ઓપરેશ કરી નાખવામાં આવ્યું છે.

શરદ પવાર, રાજ્યસભા
ફોટો: સોસીયલ મીડિયા

છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર એ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ હોય, ડ્રગ કેસ હોય કે પછી કંગના ની કોન્ટ્રોવર્સી હોય મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે અધૂરામાં પૂરું અરનબ ગૌસ્વામી ના મુદ્દે પણ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પરંતુ ખરાબ સમાચાર ભાજપ માટે એ છે કે ભાજપ ને મહારાષ્ટ્રમાં મજબૂત કરનાર બેઠી કરનાર ભાજપના કદાવર નેતા એકનાથ ખડસે ભાજપ માંથી ખસી ગયા છે. આ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ ભાજપ માંથી એકાએક રાજીનામું ધરી દેતા ભાજપ માં સન્નાટો છવાઈ ગયો છે. ભાજપને મહારાષ્ટ્રમાં બેઠી કરવામાં ખડસે નો મહત્વનો ફાળો છે તોય ભાજપમાં તેમની અવગણના અને તેમને હાંસીયામાં ધકેલી દેવામાં આવતાં તેઓ નારાજ ચાલી રહ્યા હતાં. આ સાથે જ સમાચાર છે કે એકનાથ ખડસે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખડસેનું ઓપરેશન હાથ ધરનાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ એનસીપી સુપ્રીમો શરદ પવાર છે. ખડસેના રાજીનામાં બાદ વાદ વિવાદ વકર્યો છે અને સત્તા વિપક્ષ આમને સામને આવી ગયા છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે, એકનાથ ખડસે આગામી શુક્રવારે એનસીપીમાં શામેલ થઈ શકે છે. સૂત્રો દ્વારા જણાવવામાં અવાયું કે ખડસે શુક્રવારે બપોરે 2 વાગ્યે એનસીપીનું સભ્યપદ લઈ વિધિવત રીતે એનસીપીમાં જોડાઈ શકે છે. એકનાથ ખડસેને હાંસિયામાં ધકેલવામાં આવતાં ખડસે નારાજ ચાલી રહ્યા હતાં. એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વાતચીત ચાલી રહી હતી. બસ શરદ પવાર દ્વારા પાવર ગેમ રમવામાં આવી અને ખડસેની વિકેટ પાડવામાં આવી. શરદ પવારના આ પાવર પ્લેને ભાજપ સમજી શકે તે પહેલાં જ ભાજપની ગેમ પુરી થઈ ગઈ.

ઉદ્ધવ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

એનસીપી મોવડી મંડળ દ્વારા એકનાથ ખડસેને ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી પદ આપવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ગઢબંધનના નેતાઓ સાથે સલાહ સુચન બાદ એકનાથ ખડસેને રાજ્યમાં કૃષિમંત્રી બનાવવામાં આવી શકે છે. પરંતુ આ બાબતે હાલમાં શિવસેના દ્વારા હકારાત્મક વલણ અપનાવવું જરૂરી છે કારણ કે મહારાષ્ટ્ર સરકારમાં કૃષિમંત્રાલય શિવસેના પાસે છે. જે એનસીપીને આપવાનું થઈ શકે છે. પરંતુ આ તમામ વાટાઘાટોનો લગભગ લગભગ અંત આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

શિવસેના
ફોટો: સોસીયલ મીડિયા

એકનાથ ખડશે છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હોવાથી ભાજપ મોવળી મંડળથી નારાજ ચાલી રહ્યાં હતાં અને ખડસે ગમે ત્યારે પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી અટકળો હતી જ. જો કે ગયા રવિવારથી જ ચર્ચાએ જોર પકડ્યું હતું કે ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. પરંતુ મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ દ્વારા આ તમામ ખબારને એક અફવાહ ગણાવી હતી અને મહારાષ્ટ્ર ભાજપમાં સબ સલામતનો દાવો કર્યો હતો. પરંતુ ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી જયંત પાટિલના નિવેદન બાદ અને એકનાથ ખડસેના રાજીનામાં બાદ ભાજપ અધ્યક્ષની વાતનો છેદ ઉડી ગયો હતો.

Show More

Related Articles

Back to top button