
ભારતીય સૈન્ય વિશ્વમાં ચોથા નંબરની સૌથી મજબૂત તાકાત ધરાવતું સૈન્ય છે અને તે ભારતના પાડોશી દેશો પણ સારી રીતે જાણે છે. ભારતને શક્તિશાળી અને વિશ્વના શક્તિશાળી દેશો વચ્ચે મજબૂતાઈથી ઉભા રહેવા માટે ભારતમાં તમામ પ્રધાનમંત્રીઓનો અનન્ય ફાળો છે જેમાં ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીએ આપણા દેશને ન્યૂક્લિયર પાવર બનાવ્યું અને એક તાકાત આપી જેના કારણે પાકિસ્તાન ચાઇના પણ હાલ ફફડે છે. ભારતીય સૈન્ય કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. જેનો પરચો ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરીને આપ્યો હતો.

હવે પાકિસ્તાનને પણ ભારતીય સૈન્ય જેમ પોતાના સૈન્યને પણ તૈયાર કરવું છે. જેના જેના માટે પાકિસ્તાને ચાઇના પાસે મદદ માંગી છે. પાકિસ્તાને પોતાના સૈન્ય અને એરફોર્સને તૈયાર કરવા માટે ચીની સૈનિકોની મદદ માંગી છે. ચાઇના અને પાકિસ્તાન બંને ભારતના વિરોધી હોઈ ચાઈનાએ પાકિસ્તાન સૈન્યને તૈયાર કરવા માટે લીલી ઝંડી પણ આપી દીધી હોવાના સમાચાર છે. સૂત્રો દ્વારા મળતાં અહેવાલો પ્રમાણે પાકિસ્તાની એરફોર્સ અને સૈન્યએ ચીની સૈનિકો સાથે મળીને મોક ડ્રિલ પણ કરી છે. પાકિસ્તાનને પોતાના એરફોર્સ ને મજબૂત કરવા પાછળની મજબૂરી ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જીકલ સ્ટ્રાઈક જવાબદાર છે.

ચાઇના અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ મોક ડ્રિલ કોઇ સામાન્ય મોક ડ્રિલ નથી પરંતુ યુદ્ધ સમયે જે પ્રકારના હુમલા કરવામાં આવે છે તેવા હુમલા માં કેવીરીતે બચાવ કરવો અને તેનો સામનો કરવો તેની તાલીમ સાથેની મોક ડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં ચાઇના દ્વારા પાકિસ્તાની સૈનિકોને ટ્રેનિંગ આપવામાં આવ્યાના અહેવાલ છે. પાકિસ્તાન તેના સૈન્યને ભારતીય સૈન્ય જેટલું તાકાતવર અને શક્તિશાળી બનાવવા માંગે છે જેના માટે પાકિસ્તાને ચાઇનની મદદ માંગી હતી.

આ બાબતની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે ચાઈનીઝ એરફોર્સે તેના એક નિવેદનમાં આ બાબતને જાહેર કરી અને કહ્યું હતું કે દર વર્ષે બને દેશોના સૈન્ય એટલે કે પાકિસ્તાની સૈન્ય અને ચાઇનીઝ સૈન્ય સાથે મળીને આ પ્રકારની મોક ડ્રિલ કરે છે. જેમાં યુદ્ધ સમયે કરવામાં આવતા હુમલા અને તેનાથી બચવાના અને સામનો કરવાની તાલીમ સામેલ છે. આવખતની મોક ડ્રિલમાં હવાઈ હુમલાને સાંકળતી એરફોર્સની ટ્રેનિંગ કરવામાં આવી હતી. જેમાં વિશેષ ધ્યાન એ રાખવામાં આવ્યું હતું કે હવાઇ હુમલા કરવામાં બન્ને દેશોના સૈન્યના જવાનો શું શું કરી શકે છે.

આ નિવેદનમાં સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સૈન્ય યુદ્ધ અંગે અને એમાં પણ ખાસ કરીને વાયુ હુમલા પર વધારે ફોક્સ કરી રહ્યું છે. ચાઇના પાકિસ્તાની સૈન્યને અલગ અલગ પ્રકારના એરકારફટ અને આધુનિક હથિયારો ચલાવવાની વિશેષ તાલીમ પણ આપી રહ્યું છે. પાકિસ્તાન પોતાના સૈન્ય અને એરફોર્સને વધુ મજબૂત બનાવવા માટે ચીનની મદદ લઈ રહ્યું છે. અને પાકિસ્તાન ચાઇના દ્વારા મોક ડ્રિલ કરીને ભારતને ફરી દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ ભારત તમામ મોરચે સક્ષમ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ભારતીય વાયુ સેનાની તાકાત પોતાની નરી આંખે જોઈ છે. પાકિસ્તાની આતંકીઓએ પુલવામામાં હુમલો કર્યા બાદ ભારતીય એરફોર્સે બાલાકોટમાં ઘુસીને પાકિસ્તાન પર જે રીતે હુમલો કર્યો હતો તેને પાકિસ્તાન હજુ સુંધી ભૂલી શક્યું નથી. ભારતે બાલાકોટ લમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન દ્રારા પણ ભારતની સરહદમાં ઘુસીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય વાયુ સેના દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. જે બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું હતું અને હવે તે પોતાના સૈન્યને ભારત જેવું સક્ષમ બનાવવા માટે ચાઇના પાસે દોડી ગયું છે.