જાણો કેમ હાર્દિક પટેલ અને પ્રિયંકા ગાંધી વિષે અફવાહ ફેલાવવામાં આવી રહી છે?

હાર્દિક પટેલ અને પ્રિયંકા ગાંધી વિષે હાલમાં સોશિયલ મીડિયા પર સૌથી વધારે અફવાહ ફેલાતી તમે જોઈ રહ્યા હશો એનું કારણ આ બંનેની નેતાઓની વધતી જતી પોપ્યુલારીટી, વધતો જતો ચાહકવર્ગ અને લોકસભા ચુંટણીનું આગમન છે.

હાર્દિક પટેલ સૌથી નાની વયે રાજકારણમાં મોટું નામ કમાનાર યુવાન નેતા બની ચુક્યા છે તેમના ભાષણનો એક અલગ જ ચાહક વર્ગ છે યુવાનો માં તેમનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિકના તેજાબી ભાષણોથી ભાજપના હાર્ડકોર ચાહક વર્ગને પણ હાર્દિકે ભાજપ વિરોધી બનાવી દીધા હતા અને પોતાનો એક અલગ ચાહક વર્ગ ઉભો કર્યો હતો ના માત્ર ભાજપ પણ કોંગ્રેસના યુવાનોમાં પણ હાર્દિક પટેલનો ક્રેઝ જોવા મળે છે.

હાર્દિકના કરીશમાઈ નેતૃત્વથી સરકાર પણ ડરે છે અને તેની સાથે સમાધાનની ફોર્મ્યુલા અપનાવીને અનામત આંદોલનને ઠંડુ પડવાની યોજના પણ સરકારે ઘડી કાઢી હતી અને તેને તાત્કાલિક અમલમાં મૂકી હતી પરંતુ સરકારનો એ પ્રયાસ પણ વ્યર્થ નીવડ્યો હતો.

હવે જ્યારે લોકસભા ચુંટણી આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ ફેક્ટર જરૂરથી ભાજપના વિજયરથ આગળ સ્પીડ બ્રેકર બનવાનું કામ કરી શકે છે જેના કારણે હાર્દિક વિરોધીઓ સક્રિય થઈ ગયા છે અને હાર્દિક વિશે ખોટી અફવાહોનું બજાર ગરમ કરી રહ્યા છે.

હાર્દિક વિશે જે પણ અફવાહ ફેલાવવામાં આવી રહી છે તે દરેક અફવાહનો હાર્દિક જડબાતોડ જવાબ આપી રહ્યો છે. હાર્દિકની બહેનના લગ્ન વખતે એવી પણ અફવાહ માર્કેટમાં હતી કે હાર્દિકે તેની બહેનના લગ્નમાં 50 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો આબબટે હજુ હમણાજ હાર્દિક પટેલે તેના લગ્નના 2 દિવસ અગાઉજ કટાક્ષ માં કહ્યું હતું કે, હું મારા લગ્નમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરીશ.

હાર્દિકની છબીને નુકશાન કરવાનું કારણ માત્રને માત્ર હાર્દિકનો જાદુ ઓછો કરવાનું હોય શકે છે. પરંતુ જનતા જાગૃત છે શું હકીકત છે અને શું અફવાહ એ લોકોને ઓરળહતા આવી ગયું છે.

બીજી તરફ હાલમાંજ રાજકારણમાં એક્ટિવ થયેલા પ્રિયંકા ગાંધી વિશે પણ અફવાહનું બજાર ગરમ છે. તેમના વિશે પણ અવનવી અફવાહ ફેલાવવામાં આવે છે અને તેમની છબીને નુકશાન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરી રહ્યો છે જેમાં પ્રિયંકા ગાંધીને નશો કરીને તમાશો કરતા હોય તેવું બતાવવામાં આવી રહયું છે પરંતુ એ વીડિયોની સચ્ચાઈ એ છે કે પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગેટ પાસે મહિલા કોંગ્રેસના નેતાઓ સાથે બળાત્કાર પીડિતાઓને ન્યાય મળે તે માટે મૌન કેન્ડલ માર્ચ માં હતા અને ત્યાં તેમને તથા કોંગ્રેસના કાર્યકરોને ઇન્ડિયા ગેટ સુંધી પહોંચવા દેવામાં આવતા ન હતા તેમજ મહિલા પોલીસ વગર મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા પ્રિયંકા ગાંધી પોલીસ સ્ટાફ તેમજ તેમની સાથે ધક્કામુક્કી કરતા પોલીસ જવાન પર ગુસ્સે થયા હતા. આ ઘટનાને પ્રિયંકા ગાંધી નશો કરીને ધમાલ કરતા હેડિંગ સાથે જોડીને પ્રિયંકા ગાંધીની છબીને નુકશાન પહોંચાડવાનું કાવરુ ઘડવામાં આવી રહ્યું છે.

પ્રિયંકા ગાંધી વિશે બીજી એક એવી પણ અફવાહ છે કે તેમણે લગ્ન પછી પોતાની સરનેમ ગાંધી જ કેમ અપનાવી રાખી છે. તો ક્યાંય કોઈ કાયદામાં એવું નથી લખ્યું કે લગ્ન પછી સરનેમ કાયદેસર બદલી નાખવી જોઈએ, પ્રિયંકા પોતાને પ્રિયંકા ગાંધી વાડરા ઓળખાવવાનું વધારે પસંદ કરે છે. અને હાલમાજ પ્રિયંકા અને રાહુલ ગાંધીના ઉંમરની પણ એક અફવાહ ફરી રહી છે.

પ્રિયંકા ગાંધીને ઇન્દિરા ગાંધીની છબી માનવામાં આવે છે પ્રિયંકા ગાંધી જ્યારે નાના હતા ત્યારે તેમના દાદી ઇન્દિરા ગાંધી કહેતા હતા કે પ્રિયંકા જ્યારે રાજકારણમાં આવશે ત્યારે તમે મને ભૂલી જશો. દાદી ઇન્દિરા ગાંધીના આ શબ્દો આજે સાચા પડતા દેખાઈ રહ્યા છે.

ફોટો: સોશિયલ મીડિયા
પ્રિયંકા ગાંધી શાંત અને મૃદુભાષી વ્યક્તિ છે તે પોતાના દુશ્મનોને પણ પોતાની તરફ કરીલે તેવું અજબ અદભુત અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. પ્રિયંકા ગાંધી વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં અમેઠી ભાઈ રાહુલ ગાંધીના પ્રચારમાં હતા ત્યારે તેઓનો કાફલો આમ આદમી પાર્ટી કે ભાજપની રેલી વચ્ચેથી પસાર થાય ત્યારે તેઓ વિપક્ષી પાર્ટીના કાર્યકર્તાઓ હોવા છતાં તેમનો હાલચાલ પૂછવા તેમજ તેમને શુભેચ્છાઓ આપવા માટે પોતાનો કાફલો રોકાવતા અને થતું એવું કે વિપક્ષી કાર્યકરો પણ પોતે કોઈ પાર્ટીના કાર્યકર્તા છે તે ભૂલીને પ્રિયંકા ગાંધીની જય જય કાર કરાવી નાખતા હતા. આવા ઘણાય બનાવો અમેઠી અને રાયબરેલીમાં જોવા મળ્યા છે.

ફોટો: સોશિયલ મીડિયા
પ્રિયંકા ગાંધીના રાજકારણમાં એન્ટ્રીથી ભાજપ સાથે અન્ય કોંગ્રેસ વિરોધી દળોમાં ફફડાટનો માહોલ છે અને ક્યાંક ને ક્યાંક આજ ફફડાટના કારણે નેતાઓ બેજવાબદાર અને અસભ્ય નિવેદનો પણ કરી નાખે છે. કેન્દ્રીય મંત્રીઓ પણ પ્રિયંકા વિશે અસભ્ય નિવેદન કરી ચુક્યા છે તો બિહારના ભાજપ નેતાઓ પણ પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરી ચુક્યા છે.

ફોટો: સોશિયલ મીડિયા
ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચુંટણીમાં હાર્દિક પટેલ અને પ્રિયંકા ગાંધી ફેક્ટરની અસર જબરદસ્ત પડશે અને ભલભલાને હચમચાવી નાખશે એવી અસર થશે એ નક્કી છે. હાલતો આ બંને કરીશમાઈ નેતાઓ વિશે ભાતભાતની અફવાહો ફેલાવાઇ રહી છે પરંતુ સત્ય જાણ્યા વગર કોઈ પણ અફવાહને ફેલાવવી નહીં. અજાણતા અફવાહ ફેલાવવી એ પણ ગુનો બને છે.
હાલો મળીએ તો નવા આર્ટિકલ સાથે ત્યાં સુંધી આ આર્ટિકલને વાંચો વંચાવો અને લોકો સુંધી વધારેમાં વધારે પહોંચાડો અને હા અમારા પેજ “ધ જનસદ” ને લાઈક શેર કવાનું ભૂલતા નહીં.