
4 ઓગસ્ટ, 2019 નો દિવસ ભારત દેશના ઇતિહાસમાં નોંધાઇ જશે. ભારત દ્વારા ઐતિહાસિક ફેંસલો લેવામાં આવ્યો અને આર્ટિકલ 370 ને જમ્મુ કાશ્મીર માંથી નાબુદ કરવામાં આવી તેમજ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાનું ગઠન થશે પરંતુ લદ્દાખમાં વિધાનસભાનું ગઠન નહીં થાય તે સંપૂર્ણ પણે કેન્દ્રશાસિત હશે. આર્ટિકલ 370 હટાવવામાં આમતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વાહવાહી થાય છે પરંતુ મિશન કાશ્મીર નો પ્લાન ઘડનાર બીજૂજ કોઈ છે.

જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય અચાનક લેવામાં નથી આવ્યો પરંતુ મિશન કાશ્મીરના આ પ્લાન માટે જૂન મહિનાથી ચર્ચા વિચારણાઓ, બેઠકો, પ્લાન વગેરે ચાલતાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મિશન કાશ્મીરની પ્રબળ શરૂઆત જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં શરૂઆત થઈ હતી. આ માટે સરકાર દ્વારા ઘણા આઈએએસની બદલી બઢતી પણ કરવામાં આવી હતી. મિશન કાશ્મીરનો પ્લાન ઘડનાર અને પરદા પાછળ કામ કરનાર આઈએએસ અધિકારી બી.વી.આર. સુબ્રમણ્યમ છે. જુનના ત્રીજા અઠવડીયામાં 1987ની બેચના છત્તીસગઢ કેડરના આઈએએસ ઓફિસર બી.વી.આર. સુબ્રમણ્યમ ને જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા.

આઈએએસ ઓફિસર બી.વી.આર. સુબ્રમણ્યમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત અને વિશ્વાસુ આઈએએસ માંથી એક છે આ પહેલા પણ તેમણે પીએમો માં સંયુક્ત સચિવ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું હતું એટલે તેમણે પીએમ મોદી સાથે કામ કરવાનો અનુભવ પણ હતો. તેઓ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં મિશન કાશ્મીરનાં મુખ્ય અધિકારીમાંથી એક છે. આમતો ગૃહમંત્રી હોવાથી મિશન કાશ્મીર નું કામ અમિત શાહને સોંપવામાં આવ્યું હતું જેમની ટીમમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પણ શામેલ હતાં જેઓ પોતાની કોરટીમ સાથે આર્ટિકલ 370 પર કાયદાકીય વિષયક માર્ગદર્શન આપતાં હતાં.

મિશન કાશ્મીર અન્વયે કાયદામંત્રી રવિશંકર પ્રસાદની કોર ટીમમાં કાયદા અને ન્યાય સચિવ આલોક શ્રીવાસ્તવ, કાયદાના અધિક સચિવ (ગૃહ મંત્રાલય) આર.એસ.વર્મા, અટૉર્ની જનરલ કે.કે. વેણુગોપાલ, કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને કાશ્મીરની તેમની પસંદ કરાયેલી મુખ્ય ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કોર ટીમ કાશ્મીર અંગે કાયદાકીય રિસર્ચ કરીને માર્ગદર્શન આપવાનું તેમજ આર્ટિકલ 370 નાબુદ કરવા માટે કાયદાકીય આટીઘૂંટીઓ તપાસતા હતાં.

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના કાયદાકીય સલાહ-સૂચનો બાદ ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન કાશ્મીર ઘાટીમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ સંભાળવા પર વધારે હતુ. કરણ કે આર્ટિકલ 370 એ કાશ્મીર ઘાટીમાં અતિસંવેદનશીલ મુદ્દો છે ગમેત્યારે કઈ પણ થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે માટે અત્યંત વિશ્વાસુ અને પ્રધાનમંત્રીના ખાસ એવા રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સાથે મીટિંગો કરીને આર્ટિકલ 370 હટાવતા ઘાટીમાં સર્જાનારા પરિણામો પર ચર્ચા વિચારણા અને સુરક્ષા અંગે પ્લાન બનાવ્યો હતો.

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવતાં શું થઈ શકે છે તે અંગે અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે સચોટ માહિતી અને ગ્રાઉન્ડ ઝીરો પર શું થઈ રહ્યું છે આગળ શું કરી શકાય તે તમામ અભિપ્રાયો માટે જૂન મહિનામાં જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય સચિવ સુબ્રમણ્મયને કાશ્મીરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું જેઓ પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલય સાથે સીધા સંપર્કમાં હતા તેઓ પળે પળની માહિતી ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી આપતાં હતા. તેમણે જણાવેલ અને સૂચવેલા પગલાં પર જ જમ્મુ કાશ્મીમાં સુરક્ષાબળને તૈનાત કરવામાં આવ્યું અને તેમણે ઘડેલા ગ્રાઉન્ડ ઝીરો પરના સુરક્ષા પ્લાન મુજબ જ કાશ્મીર ઘાટીમાં પગલાં ભરવામાં આવ્યા.

કાશ્મીરના મુખ્ય સચિવ બી.વી. આર સુબ્રમણ્યમના જણાવવામાં આવેલા પ્લાન મુજબ ફોનનો ઉપયોગ નહીં કરીને પોલીસ, અર્ધસૈનિક દળો અને પ્રશાસનનાં પ્રમુખ અધિકારીઓ દ્વારા સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવાના આદેશો આપવામાં આવ્યા હતાં. જેથી કરીને કોઈપણ રીતે આ પ્લાન લીક ના થઇ શકે. આ ઉપરાંત કાશ્મીરના અતિસંવેદનશીલ ગણવામાં આવતાં વિસ્તારોમાં ક્વિક રિસ્પોન્સ ટીમને ખડેપગે રાખવામાં આવી હતી તથા ભારતીય આર્મી દ્વારા નિયંત્રણ રેખા પર વધારે એક્ટિવ રહીને સતર્કતા અને સ્ટેન્ડ ટુ માં રહેવાના આદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મિશન કાશ્મીરના પ્લાન અંતર્ગત અને કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થાના કારણોને ધ્યાને લઈને કાશ્મીરી સેપ્રેટીસ્ટને તો પહેલાથી જ એરેસ્ટ કરી દેવામાં આવ્યા હતા સાથે સાથે જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી.વી.આર સુબ્રમણ્યમે જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અત્યંત મહત્વના પગલા લેવાનો આદેશ અને તમામ સત્તાઓ આપી હતી. જે અંતર્ગત સુરક્ષા વ્યવસ્થા ધ્યાને લેતા જમ્મુ કાશ્મીરના પ્રમુખ નેતાઓને હાઉસ એરેસ્ટ સાથે સાથે તેમની ગિરફ્તારી તેમજ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ સસ્પેન્ડ કરવાથી માંડીને રાજ્યમાં 144 કલમ લગાવવા સુંધીનાં પગલાં ભરવા આવ્યા હતા.