
સમગ્ર દેશના દરેક રાજ્યોમાં ભાજપ સરકાર બનાવવા મથામણ કરી રહ્યું છે. જ્યાં ભાજપ મજબૂત હોય ત્યાં એકલે હાથે અને જ્યાં કમજોર હોય ત્યાં સ્થાનિક પાર્ટીઓ સાથે ગઢબંધન કરીને પણ સરકાર બનાવવા મથી રહ્યું છે. સ્થાનિક પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવીને મજબૂત થવાની ભાજપની સ્પષ્ટ રણનીતિ અને વ્યૂહરચના છે. જેને ભાજપ દરેક રાજ્યોમાં અપનાવી રહ્યું છે. ગોવા, અસમ, ત્રિપુરા, મણિપુર, કર્ણાટક, પંજાબ, ઓડિશા, તામિલનાડુ, બિહાર વગેરે જેવા રાજ્યોમાં ભાજપ આજ રણનીતિ અને વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે નીતીશ કુમાર નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ક્ષેત્રીય પાર્ટીઓના સહારે મજબૂત બનીને ભાજપ ક્ષેત્રીય પાર્ટીઓને છોડી એકલે હાથે પણ ચૂંટણી લડવામાં મહેર છે. ભલે ભાજપ ગઢબંધન કરીને ચૂંટણી લડે પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાને કારણે સિક્કો તો ભાજપનો જ ચાલે જે અત્યાર સુંધી મહારાષ્ટ્રમાં ચાલતું એમ. પરંતુ હવે ધીમે ધીમે ક્ષેત્રીય પાર્ટીને ભાજપની આ વ્યૂહરચના અને રણનીતિની જાણ થઈ ગઈ છે. જે બાબતે હવે ક્ષેત્રીય પાર્ટીઓ પણ જાહેરમાં આ બાબતને સ્વીકારી રહ્યા છે અને નિવેદન આપી રહ્યા છે.

જેમાં સૌથી પહેલા છેતરાયાનું ભાન થતાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપી દીધું! બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નિવેદન આપ્યું હતું કે, ખબર જ ના પડી કે કોણ સાથે હતું અને કોણ ન હતું. જણાવી દઈએ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષને રાજદ અને ભાજપ કરતાં પણ ઓછી બેઠક મળવાને લઈને આ નિવેદન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર બાબતોનું કલેરીફિકેશન અને ડીસીઝન એનડીએમાં પાંચ છ માસ પૂર્વે નક્કી થવું જોઈતું હતું.

જણાવી દઈએ કે બિહારના મુખ્યમંત્રી એ આ બાબત શનિવારથી શરૂ થયેલી તેમની પાર્ટી જનતા દળ યુનાઇટેડની બે દિવસીય રાજય કાર્યકારીણીને સંબોધિત કરતાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમામ બાબતો પાંચ છ મહિના પહેલા નક્કી થઈ જવી જોઈતી હતી પરંતુ કોરોના મહામારીના કારણે સમય ઓછો મળ્યો અને કશું નક્કી થઈ શક્યું નહીં અને આટલા ઓછા સમયમાં ખબર જ ના પડી કે કોણ સાથે હતું અને કોણ ન હતું. મુખ્યમંત્રી નીતીશ કુમારનું આ નિવેદન ભાજપને ઝટકા સમાન ગણી શકાય છે. અને ભાજપને અડકતરો કટાક્ષ પણ સમજી શકાય છે.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા આપવામાં આવેલા આ નીવેદનને કેટલાક રાજનૈતિક પંડિતો એનડીએમાં સબ સલામત નથી ની નજરે જોઈ રહ્યા છે. ત્યારે જનતા દળ યુનાઇટેડની જ બેઠકમાં નીતીશ કુમારના કેટલાક સહયોગી નેતાઓ એ પાર્ટીને ચેતવણી આપી કે ભાજપથી સાવધાન રહેવાની જરૂર છે. તેમજ કેટલા નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેડીયું ના કેટલાક નેતાઓની હાર માટે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી નહીં પરંતુ સીધી જ ભાજપ જવાબદાર છે. જણાવી દઈએ કે નીતીશ કુમાર સહિત પાર્ટીના સિનિયર નેતાઓ પણ આ બેઠકમાં શામેલ હતા અને પોતાના નેતાઓનો ગુસ્સો શાંતીથી સાંભળી રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, અરુણાચલમાં ભાજપ દ્વારા જેડીયુના છ જેટલા ધારાસભ્યો જેડીયુ છોડીને ભાજપમાં શામેલ થઈ ગયા હતા ત્યારથી ભાજપ અને જેડીયુ નેતાઓ વચ્ચે કોલ્ડ વોર વધી જવા પામી છે. ત્યારે આવા સમયમાં નીતીશ કુમારના નિવેદનને રાજકીય પંડિતો સૂચક માની રહ્યા છે. અને ભાજપને નીતીશ કુમાર કડકાઈથી ઈશારો પણ કરી રહ્યા હોવાનું જણાઈ આવે છે. ભાજપે આ વખતે બિહારમાં પોતાના બે ડેપ્યુટી મુખ્યમંત્રી પણ બનાવ્યા છે અને મંત્રીમંડળમાં પણ દબદબો યથાવત રાખ્યો છે.