IndiaPolitics

પીએમ મોદીના મિત્રને ચૂંટણી સભામાં હેલિકોપ્ટરથી આવવું પડ્યું મોંઘુ! લોકો હેલિકોપ્ટર જોઈ ભાગ્યા! જાણો!

સમગ્ર દેશમાં ચૂંટણી નો માહોલ છે. સમગ્ર દેશના લગભગ લગભગ દરેક રાજ્યોમાં પેટા ચૂંટણી ઓ યોજાઈ રહી છે. ગુજરાતમાં આઠ બેઠકો પર અને મધ્યપ્રદેશમાં સૌથી વધારે 28 બેઠકો લર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જે આગામી સરકારનું ઓણ ભાવિ નક્કી કરશે ત્યારે બિહારમાં તો વિધાનસભા ચૂંટણી ઓ યોજાઈ રહી છે. બિહારમાં ભાજપ અનેનીતિષ કુમારની જેડીયું ના ગઢબંધન સરકાર છે ગત વિધાનસભામાં લાલુ ની રાજદ અને નીતીશની જેડીયું ભેગા થઈને ભાજપ સામે લડેલા પછી ગઢબંધનમાં ફૂટ પડતાં નીતીશ કુમાર પાછા ભાજપ સાથે જોડાઈને સરકાર બચાઈ લીધી હતી. પરંતુ આ વખતે બિહારમાં નીતીશ કુમાર વિરોધી પવન છે.

ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

નીતીશ કુમાર પ્રચાર પણ હાઈટેક કરી રહ્યા છે. પરંતુ એક ઘટના બની અને તેમની સભામાં અચાનક ભાગદોડ થઈ ગઈ નીતીશ કુમાર સાથે નેતાઓ પણ ટેંશનમાં આવી ગયા હતાં. પરંતુ સુરક્ષા કર્મીઓ દ્વારા પરિસ્થિને ગમેતેમ કારીનવ થાળે પાડવામાં આવી હતી. મુંગેર જિલ્લામાં જેડીયુના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભાને સંબોધવા માટે પહોંચેલા મુખ્યમંત્રી નીતીશ કુમારની રેલીમાં જ્યારે તેમનું હેલિકોપ્ટર ઉતર્યું ત્યારે નાસભાગ મચી ગઈ હતી. વાત એમ છે કે જ્યારે હેલિકોપ્ટર ઉતરવામાં આવતું હતું ત્યારે તેના ઉતરાણને કારણે જબરદસ્ત પવન આવ્યો અને જાહેર સભા માટેના પંડાલો એકબાળ એક ઉડવા લાગ્યા હતા.

ભાજપ, ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

હેલિકોપ્ટરના પવન ને કારણે પંડાળને ઉડતો જોઈ લોકો પોતાને બચાવવા માટે આમતેમ નાસભાગ કરવા લાગ્યાં પરંતુ સ્થળ પર રહેલા સુરક્ષા જવાનોએ મહા મુશ્કેલીએ પરિસ્થિતિને સંભાળી હતી. સમાચાર મુજબ નીતીશ કુમાર બુધવારે મુંગેર જિલ્લાના તારાપુર વિધાનસભામાં જાહેર સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. મેરાવાલ ચૌધરી તારાપુર બેઠક પરથી જેડીયુની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. નીતીશ કુમાર મેવાલાલ ચૌધરીના સમર્થનમાં માત્ર બેઠક માટે તારાપુર પહોંચ્યા હતા. આરએસકે હાઇસ્કૂલમાં જાહેર સભા થઈ હતી. સભા સ્થળ નજીક હેલિકોપ્ટરના ઉતરાણ માટે હેલિપેડ બનાવવામાં આવ્યું હતું.

ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

નીતિશ કુમારનું હેલિકોપ્ટર સભા સ્થળે પહોંચતાની સાથે જ તેની પાંખોનો જોરદાર પવને સ્થળ પરના પંડાલને ઉડાવી દીધો હતો. જેનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થળ પર આવેલા સુરક્ષા જવાનોએ કોઈક રીતે પરિસ્થિતિને સંભાળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંડાલ મજબુત ન હતું, જેના કારણે તે હેલિકોપ્ટરની પાંખોના જોરદાર પવનમાં ઉડી ગયો હતો.

ચૂંટણી
ફોટો સોશિયલ મીડિયા

તારાપુરમાં જાહેર સભાને સંબોધન કરતાં નીતીશ કુમારે કહ્યું કે તેમની સરકારે કેન્દ્રની મદદથી રાજ્યમાં 8 મેડિકલ કોલેજોની સ્થાપના કરી છે. અમે દર વખતે કામ કરીએ છીએ. જલ જીવન હરિયાળી યોજના અંતર્ગત 24 હજાર કરોડ રૂપિયાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્રણ કરોડ 47 લાખ રોપા રોપાયા છે.

અમિત શાહ, ચૂંટણી
ફોટો: સોસીયલ મીડિયા

નીતીશ કુમારે એમ પણ કહ્યું કે પાંચ વર્ષમાં ટેક્નોલોજીની એવી સિસ્ટમ બનાવવામાં આવશે કે કોઈએ બહાર ન જવું પડે. દરેક ગામમાં સોલર લાઇટ લગાવવામાં આવશે, કોઈ અંધકારમાં રહેશે નહીં. આરજેડી પર નિશાન સાધતા નીતીશ કુમારે કહ્યું કે હું આખા સમાજ અને લોકો માટે કામ કરું છું પરંતુ કેટલાક લોકો પોતાની અને પરિવારની ચિંતા કરે છે. આખો બિહાર પરિવાર અમારા માટે છે.

શત્રુધ્ન સિંહા, ચૂંટણી
ફોટો: સોશિયલ મીડિયા

આ વખતે નીતીશ કુમાર માટે જોખમ છે કારણ કે બિહાર માં 2015ના જેવો જ માહોલ છે ગત વિધાનસભામાં નીતીશ કુમાર ગઢબંધનનો ફેસ હોવા છતાં લાલુ ની પાર્ટી આરજેડી કરતાં ઓછી સીટ મેળવી શક્યા હતાં આવખતે તો આરજેડી અને જેડીયું એક બીજાની સામે છે એટલે નીતીશ કુમાર માટે ફરીથી સત્તા જાળવી રાખવી ખૂબ જ મુશ્કેલ છે. નીતીશ કુમાર દ્વારા પોતાનો 15 વર્ષ નો હોસબ આઓવને બદલે લાલુના 15 વર્ષનો હિસાબ પૂછવામાં આવી રહ્યો જે બાબતે જનતા નીતીશ કુમાર ને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહી છે.

Show More

Related Articles

Back to top button