IndiaPoliticsWorld

કામ શરૂ કર્યું નેહરુ એ આખરી ઓપ આપ્યો મનમોહનસિંહે જશ મળ્યો નરેન્દ્ર મોદીને! જાણો!

જવાહરલાલ નેહરુ એ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. દેશના વિકાસનો પાયો નાખનાર જ જવાહરલાલ નેહરુ. આજે દેશમાં દરેક બાબતે નેહરુની ટીકા થાય છે પરંતુ એ તમામ ટીકા ટિપ્પણીઓ રાજકીય છે. નેહરુએ દેશ માટે જે કર્યું છે એ ભાગ્યેજ કોઈ કરી શકે છે. સરદાર અને નેહરુ વચ્ચે રાજકીય રોટલા શેકવા અણબનાવ ઉભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ બંને વચ્ચેની દોસ્તી અને સમજણ શક્તિ એને કોઈ જાણી જ શક્યું નથી.

નેહરુ
ફોટો: સોસીયલ મીડિયા

સરદાર અને નેહરુની વચ્ચે અંગ્રેજો પણ ફૂટ પડાવવા માંગતા હતા પરંતુ તે ક્યારેય શક્ય બની શક્યું નથી. પરંતુ આજે નહેરુ અને સરદારને માનનારા બહોળા વર્ગ વચ્ચે વિગ્રહ કરીને આખરે સરદાર વિરુદ્ધ નહેરુ કરી જ નાખ્યું. ચાલો ઇતિહાસ ગવાહ છે સત્ય શું છે. ગાંધી સરદાર નેહરુ ની તિકડી ના હોત તો આજે ભારત દેશનું અસ્તિત્વ હોત કે નહિ એ તો ભગવાન જાણે. કેટલાય ભાગમાં પણ વહેંચાયેલો હોત આ દેશ જો આ તિકડીના હોત તો!

નેહરુ
ફોટો: સોસીયલ મીડિયા

નેહરુએ દેશની પ્રગતિ ઉન્નતિ માટે જ પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું તેઓ પોતાની જવાનીના વર્ષ કરતાં વધારે સમય તો તેમણે જેલમાં વિતાવ્યો છે. અંગ્રેજી હુકુમત સામે જબરદસ્ત લડત આપી. સ્વતંત્રતા બાદ પણ નેહરુ જંપીને બેઠાં નથી આજના ભારતનો પાયો પણ નહેરુ એ એજ સમયે નાખી દીધો હતો. દેશમાં મોટા મોટા બાંધ બનાવવા, યુનિવર્સીટીઓ, શાળાઓ વગેરેનો પાયો નાખનાર નેહરુ ચાચા.

નેહરુ
ફોટો: સોસીયલ મીડિયા

ગઈ કાલે આપણાં દેશના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન ચંદ્ર પર મોકલવામાં આવ્યું તેના મૂળમાં પણ જવાહરલાલ નહેરુ જ છે! હાં તમને જાણી ને આશ્ચર્ય થશે કે એ સમયે પણ આપણે અવકાશમાં જવાનું વિચારતાં હતા! હા એ સમયે ઇશરો ની જગ્યાએ ઇન્કોસ્પાર હતું. જેમાં નહેરુ વૈજ્ઞાનિકોને તમામ મદદ કારવાની ખાત્રી આપી હતી અને દેશને ઊંચાઈએ લઈજવાની તમામ પ્રયત્નો કરવા માટે પ્રેરણા આપતા હતા.

નેહરુ
ફોટો: સોસીયલ મીડિયા

ચંદ્રયાનની સફળતાને ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની દુરંદેશીનીતિ અને દૂર જોવાની તેમની દ્રષ્ટિબિંદુને યાદ રાખવા માટેનો આ એક સારો સમય છે. જવાહરલાલ નેહરુએ તે સમયે એટલે કે 1962માં ઇન્કોસ્પારને અવકાશ સંશોધન માટે ફંડ પૂરું પાડ્યું હતું અને અવકાશ સંશોધનનો પાયો નાખ્યો હતો જે ઇન્કોસ્પાર આજે ઇસરો બન્યું. નહેરુએ ના માત્ર ફંડ પૂરું પાડ્યું પરંતુ તમામ જરૂરી સુવિધાઓ પણ કરી આપી જેના દ્વારા વૈજ્ઞાનિકોને પ્રેરણા મળી હતી અને આજે આપણો દેશ એજ દુરંદેશીનીતિના કારણે અંતરિક્ષમાં પહોંચ્યો છે.

નેહરુ
ફોટો: સોસીયલ મીડિયા

નેહરુ બાદના તમામ વડાપ્રધાનોએ પણ આ અંગે જાગરૂકતા બતાવી હતી અને દેશને અવકાશમાં નામના મેળવવા માટે તમામ વડાપ્રધાનોની સરકારે મજબૂત પ્રયત્નો કર્યા હતા. જેમાં ડૉ. મનમોહનસિંહની પણ મહત્વની ભૂમિકા રહેલી છે. વર્ષ 2008 માં તેમણે ચંદ્રયાન2 ના પ્રોજેક્ટને મંજૂર કર્યો અને ભારતીય વૈજ્ઞાનિકોને જોઈતી તમામ સુવિધાઓ અને ફંડ પૂરું પાડ્યું અને દેશે અંતરિક્ષ ક્ષેત્રે હરણફાળ ભરી વિશ્વમાં ભારત દેશનો ડંકો વગાડી દીધો.

નેહરુ
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આજે દેશમાં પ્રગતિના કોઈ કામ થાય તો તે નરેન્દ્ર મોદી એ કર્યા અને કોઈ કામ ન થાય તો તેના માટે નેહરુ જવાબદાર! જાણે નહેરુને કોસવાની વૃત્તિ જ બની ગઈ હોય એમ. નેહરુએ કશું કર્યું નથી, દેશની હાલત માટે નહેરુ જવાબદાર વગેરે જેવા રાજકીય દ્વેષ રાખીને નેહરુને ગાળો આપવામાં આવે છે પરંતુ હકીકત તો છે કે આજના ભારત દેશની ઉન્નતિ પ્રગતીનો પાયો નાખનાર જ જવાહરલાલ નહેરુ છે.

નેહરુ
ફોટો: સોસીયલ મીડિયા

ભાખરાનાગલ ડેમ એ સમયે સૌથી મોટો ડેમ ગણવામાં આવતો હતો ના માત્ર ભારતમાં પરંતુ એશીયાનો સૌથી મોટો ડેમ ગણવામાં આવતો હતો વિચારો આઝાદી બાદ વિશ્વમાં ભારતને એક ગરીબ દેશને ગણવામાં આવતો હતો ત્યારે નહેરુના આ પરાક્રમે વિશ્વમાં આપણાં દેશની છાપ બદલી નાખી હતી. એશિયાના સૌથી મોટા દેશોમાં પણ એ સમયે ભાખરાનાંગલ જેવો મોટો ડેમ નહોતો. આ જાણીને નેહરુના દુરંદેશીનીતિને તમે માની જશો.

નેહરુ
photo: gettyimages

પરંતુ ક્યારેય નહેરુ એ પોતાને જશ આપ્યો નથી. નહેરુ કહેતા હતાં કે જે વિકાસના કામો થાય છે તેઓ જનતાને આભારી છે જનતાના સાથ સહકાર વગર કશું શક્ય નથી. વિકાસના કામો એક મંદિર જેવા છે. સરદાર સરોવર ડેમની પણ સ્થાપના જવાહરલાલ નહેરુએ કરી હતી તેનું ઉદ્ઘાટન પણ નહેરુ એ કર્યું હતું અને નહેરુ વિશે ઝેર ફેલાવનારા લોકો સરદાર વિરુદ્ધ નહેરુની ગેમ રમવામાં જ વ્યસ્ત છે. સરદાર અને નેહરુની દોસ્તી વિશે જાણી જોઈને પરદો નાખીને પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. પરંતુ ઇતિહાસ ક્યારેય બદલાશે નહીં.

નેહરુ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાનનો પાયો ભરાત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વર્ષ 1962માં ઇન્કોસ્પારને ફંડ આપીને પાયો નાખ્યો હતો અને વર્ષ 2008માં ડૉ. મનમોહનસિંહે ચંદ્રયાન2 ના પ્રોજેકટને મંજૂરી આપીને આખરી ઓપ આપ્યો હતો જેનો જશ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી રહ્યો છે. પરંતુ ચંદ્રયાનની સફળ ઉડાનનો શ્રેય ભારતમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ થી લઈને ડૉ. મનમોહનસિંહ સુંધીના તમામ વડાપ્રધાનને જાય છે સાથે સાથે ભારત દેશના વૈજ્ઞાનિકોને પણ જાય છે. જેમાં સર્વપ્રથમ હક વૈજ્ઞાનિકોનો જ છે.

Show More

Related Articles

Back to top button