
કોંગ્રેસના ફાયર બ્રાંડ નેતા નવજોતસિંહ સિદ્ધુ એ કહ્યું કોંગ્રેસે આપ્યા ૪ ગાંધી : ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અને ભાજપે આપ્યા ૩ મોદી: નીરવ, લલિત અને નરેન્દ્ર.
રાજસ્થાનના કોટામાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ એ કહ્યું કે, પીએમ મોદી ભાજપના પ્રચાર મંત્રી છે. પીએમ મોદી એ વિકાસ તો નથી કર્યો પણ પાંચ હાજર કરોડનો પ્રચાર ખર્ચ કરી નાખ્યો છે. કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ એ ભાજપ પર ફર કરતા કહ્યું કે, કોંગ્રેસે આપણને ૪ ગાંધી આપ્યા, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ભાજપે આપ્યા ૩ મોદી, નીરવ મોદી, લલિત મોદી અને ત્રીજા નરેન્દ્ર મોદી જે અંબાણીના ખોળામાં બેઠા છે. કહેતાજ હાજર જનમેદનીએ તાળીઓના ગડગડાટથી સિદ્ધુને વધાવી લીધા.
મહત્વનું છે કે, નીરવ મોદી ઉપર પંજાબ નેશનલ બેંકના ૧૩ હાજર કરોડ થી વધારેનું ઘપલું કરવાના આરોપ છે. હીરા વ્યાપારી નીરવ મોદી હાલતો દેશ છોડીને ભાગી ગયા છે. તો લલિત મોદી ઉપર છેતરપીંડી અને બનાવટ કરવાના આરોપો છે ત્યારે તે પણ દેશ છોડીને ભાઈ ગયા છે. ત્યારે પીએમ મોદી પર આરોપ છે કે તેમણે અનીલ અંબાણીને ફાયદો પહોચાડવા માટે ફ્રાંસ જઈને રાફેલ સોદાને બદલી નાખ્યો હતો. સિદ્ધુએ આ બાબતોને મુદ્દા બનાવીને ભાજપ તથા પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું હતું.
Navjot Singh Sidhu in Kota, Rajasthan: Congress gave us 4 Gandhis, Rajiv Gandhi, Indira Gandhi, Sonia Gandhi and Rahul Gandhi. BJP gave us 3 Modis, Nirav Modi, Lalit Modi and the one sitting in Ambani’s lap Narendra Modi. #RajasthanElections2018 pic.twitter.com/SP7YDOhcLP
— ANI (@ANI) December 2, 2018
કોટામાં નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસ ઉમેદવાર મુરારી ગુર્જરના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ સમયે તેમને ભાજપ અને પીએમ મોદી પર તીવ્ર હમલો કર્યો હતો. પીએમ મોદી પર નિશાન સાધતા તેમને જણાવ્યું હતું કે, પીએમ મોદી પ્રધાનમંત્રી નથી પરંતુ ભાજપના પ્રચાર મંત્રી છે. તેમને વિકાસ તો નથી કર્યો પણ વિકાસના નામે ૫ હાજર કરોડનો જાહેરાત ખર્ચ કરી નાખ્યો.
નવજોતસિંહ સિદ્ધુ એ કહ્યું કે, દેશની સરકાર અંબાની અને અદાણી ચલાવે છે. મોદી સરકારે રાફેલ વિમાન ડીલમાં દલાલોને ફાયદો પહોચાડ્યો. ભાજપની સરકારે ખેડૂતો સાથે પણ દગો કર્યો છે તેમને છેતર્યા છે, વસુંધરા સરકારને રાજસ્થાનમાંથી હાંકી કાઢવા જોઈએ.
નવજોતસિંહ સિદ્ધુ એ કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં વોટ આપવાની અપીલ કરી હતી. એમને કહ્યુકે જો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર આવશે તો, કોંગ્રેસ સરકાર ખેડૂતોનું તમામ ખર્ચ માફ કરશે અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર દરેક વર્ગ સાથે ન્યાય કરશે.
ઉલ્લેખનીય છે કે નવજોતસિંહ સિદ્ધુ ને ઘેરવા ભાજપા રોજ નીતનવા કરતબો લાવે છે પરંતુ ભાજપ સિદ્ધુને ઘેરવામાં નિષ્ફળ નીવડે છે સિદ્ધુ હાલમાં ફૂલ ફોર્મ માં પ્રચાર કરી રહ્યા છે અને દરેક જગ્યાએ સિદ્ધુને સ્ટાર પ્રચારક તરીકે બોલાવવાની હોડ લાગી છે.