નરેન્દ્ર મોદી એ પાંચ વર્ષ પ્રધાનમંત્રી રહ્યા ત્યાં સુંધી એક પણ વાર પ્રેસકોન્ફરન્સ કરી નથી અને તેમના દરેકે દરેક ઇન્ટરવ્યુમાં સવાલ લગભગ ફિક્ષ જ હોય છે પરંતુ આ વખતે એવું તો શું થઇ ગયું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને તાબડતોબ પ્રેસકોન્ફરન્સ કરવાની જરૂરિયાત પડી ગઈ!!??

છેલા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી દ્વારા કોઈ પણ પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી નથી તેમના દ્વારા પત્રકારના કોઈ પણ સવાલનો સામનો કરવામાં આવ્યો નથી પરંતુ ચુંટણી પ્રચારના અંતમાં અને છેલા ચરણ પહેલા કેમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને પ્રેસ કરવી પડી તે સવાલ દરેકના મગજમાં ઉપસ્થિત થઇ રહ્યો છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રેસની સાથે સાથે રાહુલ ગાંધીની પણ પ્રેસ ચાલુ જ હતી પરંતુ રાહુલ ગાંધીની પ્રેસ નોર્મલ હતી હમેશા તેઓ પ્રેસ કરતા આવ્યા છે અને રિપોર્ટરોને ઈન્ટરવ્યું પણ આપતા આવ્યા છે એટલે લોકોનું ધ્યાન મોદી શાહની પ્રેસકોન્ફરન્સ તરફ વધારે હતું.

રાજનૈતિક પંડિતોનું માનવું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આ પ્રેસકોન્ફરન્સ કરવાનું મુખ્ય કારણ એ છે કે તેમની પ્રેસ અને મિડીયાથી ડરવાની છબી ભૂંસવાનું હોઈ શકે છે. અને એવામાં પણ છેલ્લા ચરણમાં જે ભાજપ માટે ખુબજ મહત્વનું ચરણ ગણવામાં આવે છે.

હા લોકસભા ચુંટણીનું સાતમું અને છેલ્લું ચરણ જે ૧૯મી મે ના રોજ યોજાવા જઈ રહ્યું છે તે ભાજપ અને કોંગ્રેસ માટે અતિ મહત્વનું ચરણ ગણવામાં આવે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીની એવી છબી કરી દેવામાં આવી છે કે પ્રધાનમંત્રી તટસ્થ પ્રેસ અને રિપોર્ટરથી ડરી રહ્યા છે અને તેના કારણે તેઓ કોઈ પણ તટસ્થ મીડયાને ઈન્ટરવ્યું નથી આપતા કે નથી પ્રેસકોન્ફરન્સનો સામનો કરતા. તેઓ ડરપોક છે વગરે વગેરે…

જોકે રાહુલ ગાંધીની વાત પણ સાચી જ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજ સુંધી કોઈ પ્રેસકોન્ફરન્સ કરી નથી અને તેમના તમામ ઈન્ટરવ્યું મોટેભાગે ફિક્ષ સવાલો પર જ હતા. છેલા ચરણનું મહત્વ જોતા અને છબી સુધારવા નરેન્દ્ર મોદી અને અમિત શાહને તાબડતોબ આજે જ પ્રેસકોન્ફરન્સ કરવાની જરૂરત પડી હતી.

આ પ્રેસ કોન્ફરન્સની પાછળનું ગણિત જોઈએ, છેલ્લા અને સાતમાં ચરણમાં કુલ ૫૯ બેઠકો પર ૧૯મી મે ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે અને આ ૫૯ સીટોમાં બિહાર, ઝારખંડ, પંજાબ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ચંડીગઢ જેવા બેઠકની દ્રષ્ટીએ અતિ મહતવન ગણી શકાય એવા રાજ્યોમાં ચુંટણી યોજાવા જઈ રહી છે.

આ ૭ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચુંટણી યોજવા જઈ રહી છે અને તેમાં બિહારની ૮, ઝારખંડની ૩, હિમાચલ પ્રદેશની ૪, મધ્યપ્રદેશની ૮, પંજાબની ૧૩, પશ્ચિમ બંગાળની ૯, ઉત્તરપ્રદેશની ૧૩ અને ચંદીગઢની ૧ બેઠક મળીને કુલ ૫૯ બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે.

આ સાતમો અને છેલ્લો તબક્કો એટલે મહત્વનો છે કે આ રાજ્યો માંથી બીજેપી મહત્તમ બેઠક કાઢી શકે છે અને કોંગ્રેસ દ્વારા પણ આ રાજ્યોમાં જબરદસ્ત મહેનત કરવામાં આવી છે રસાકસી વાળા ચુંટણી જંગમાં ભાજપને કોઈ પણ ખામી રહી જાય તો મોટું જોખમ ઉભું થાય તેમ છે એટલે પ્રધાનમંત્રીની મજબુત છબી બતાવવા માટે તાબડતોબ પ્રેસકોન્ફરન્સ કરવાની જરૂર પડી છે તેવું રાજનૈતિક પંડિતો માની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દ્વારા અનેક વખત નરેન્દ્ર મોદીને ડીબેટ માટે ઓપન ચેલેંજ આપવામાં આવી હતી અને રાફેલ મામલે કે ભ્રષ્ટાચાર મામલે ક્યાય પણ ડીબેટ કરવા પોતે તૈયાર છે. તેમજ રાહુલ ગાંધીએ તમામ ન્યુઝ ચેનલ તમામ પત્રકાર રવીશ કુમારને પણ ઈન્ટરવ્યું આપ્યો અને એતેમના તીખા સવાલોના જવાબ આપ્યા આ સાથે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ને આવા સવાલો પૂછી શકો છો તમે!? પ્રેસની આઝાદી નથી કોઈ પ્રધાનમંત્રીને સવાલ નથી કરી શકતા વગેરે વાકબાણ વડે નરેન્દ્ર મોદી સરકારને ઘેરી હતી જે છબી સુધારવા અને છેલ્લા ચરણમાં ફાયદો મેળવવા માટે આ પ્રેસકોન્ફરન્સ કરી હોય તેવું કેટલાક રાજનૈતિક પંડિતોનું માનવું છે.



