દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. એમ પણ ખાસ પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ પર સૌની નજર છે. ભાજપના દરેક નેતાઓ ઉત્તરપ્રદેશ માં ચૂંટણી પ્રચાર અર્થે પોચી ગયા છે અને ફરી યુપીમાં ભાજપ સરકાર લાવવા માટે મથી રહ્યા છે. ઉત્તરપ્રદેશ માં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે. ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ અને આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે. જનતા પણ મઝા લઈ રાગી છે. ત્યારે યુપી માં ચૂંટણી જાણ જામ્યો છે. સભાઓ રેલીઓ અને ચારેબાજુ ચૂંટણી જ ચૂંટણી નું વતાવરણ છે. જો કે આ વખતે ભાજપ સામે મોટો પડકાર અખિલેશ અને જયંત ચૌધરીનું ગઢબંધન છે. જયંત ચૌધરી અને અખિલેશ દ્વારા એક જનસભા ને સંબોધવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશ ના બનારસમાં એક રેલીમાં આરએલડી ચીફ જયંત ચૌધરીએ સીએમ યોગીને મોગેમ્બોનું નામ આપ્યું અને કહ્યું કે તેમને મિસ્ટર ઈન્ડિયા ઘડિયાળ આપીને રાજ્યમાંથી ગાયબ કરી દો. તેઓ કહેતા હતા કે લોકો યોગીને બાબા, બુલડોઝર બાબાના નામથી બોલાવે છે. પરંતુ તેમનું માનવું છે કે આ નામ યોગી માટે યોગ્ય છે. હવે તેમના માટે ઉત્તર પ્રદેશમાંથી ગાયબ થઈ જવું વધુ સારું રહેશે. તેમણે કહ્યું કે તમે લોકોએ ચૌધરી ચરણ સિંહ, ચૌધરી અજીત સિંહ, મુલાયમ સિંહ અને અખિલેશને નજીકથી જોયા છે. મહાગઠબંધનના નેતાઓ જે મશાલ પ્રગટાવશે તે યુપીના દરેક ઘર સુધી પહોંચશે. અમે જનકલ્યાણના આ માર્ગેથી હટીશું નહીં.

ઉત્તરપ્રદેશ ના બનારસમાં એક સભામાં જયંત ચૌધરી એ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં અમારી સરકાર પાંચમા તબક્કામાં બની ચૂકી છે. હવે બેઠકો વધારવાની કામગીરી ચાલી રહી છે. જયંતે કહ્યું કે બનારસની એક પ્રખ્યાત મીઠાઈ છે જે શિયાળામાં બને છે. ઝાકળમાંથી બનાવેલ છે, તેમાં દૂધ હોય છે. જ્યારે તે ખાઈએ છીએ ત્યારે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. હું બાબાજીને કહીશ કે તમે શું અમારી ગરમી કાઢતા હતા, આ બનારસના યુવાનો સાતમી તારીખે તમારી ગરમી એવી ગરમી કાઢશે કે શિયાળામાં તમારે બનારસ આવીને આ મીઠાઈઓ ખાવી પડશે. તેમણે લોકોને પૂછ્યું કે તમે લોકો કહો તો એક સરસ ધાબળો ખરીદીને ગોરખપુર મોકલી આપું? બાબાજીને જરૂર પડી શકે છે. મને ખાતરી છે કે તમે લોકો આ વખતે ભાજપને જડમૂળથી ઉખેડી નાખશે.

આરએલડી નેતાએ કહ્યું કે મોદીજી એવા વ્યક્તિ છે જે યોગીને પણ કાંસકો વેચી શકે છે. હવે યોગી માટે કાંસકાનું શું કામ? ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેઓ ગરમી કાઢવાની વાત કરે છે. તેમની ભાષા સાંભળીને માત્ર હસવું અને આશ્ચર્ય થાય છે. જયંતે કહ્યું કે ભાજપના લોકો મદારી છે. તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે મોટું જૂઠ બોલે છે. તેમની પાછળ રહેલા લોકો તેમની નિષ્ફળતાને સિદ્ધિઓ કહેવા લાગે છે. રેલી દરમિયાન જયંતે યોગી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે બાબાજીએ ખૂબ ગરમી કરી છે, તેમને પરસેવો વળી રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ લોકો જૂઠું બોલે છે. તમે કોઈ ખાડો બતાવો તો તેમના લોકો કહેશે કે 70 વર્ષમાં આ મોટો ખાડો હતો પણ મોદીજીએ તેને ભરી ભરીને નાનો કરી દીધો. જયંતે અંતે કહ્યું કે ભાજપના જુઠ્ઠાણાનો ભાંડો ફોડવો પડશે હવે સમય આવી ગયો છે.

જણાવી દઈએ કે ભાજપે ઉત્તરપ્રદેશ માં ફરીથી સત્તામાં આવવા માટે વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મોદી સરકારનું સમગ્ર કેબિનેટ ઉત્તરપ્રદેશની ચૂંટણીના પ્રચારમાં આવી ગયું છે અથવા તો આવવાનો પ્લાન તેમને મળી ગયો છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ અને બીજા તબક્કા માટે અનુક્રમે 10 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. જ્યારે 20 ફેબ્રુઆરીએ ત્રીજા તબક્કા માટે મતદાન થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.



