અંગુરી ભાભી નો ગ્લેમરસ અવતાર! કરાવ્યું હોટ ફોટોશૂટ! જુઓ!

આજ કાલ ફિલ્મ જગતના એક્ટર પણ સોસીયલ મીડિયામાં જબરદસ્ત એક્ટીવ રેહવા લાગ્યા છે અને પોતાના ફેંસ સાથે લાઈવ કનેક્ટ રહેવા લાગ્યા છે. સોસીયલ મીડિયાનું માધ્યમ આવા અભિનેતા અભિનેત્રીઓ માટે વરદાન સાબિત થઇ રહ્યું છે એવું કેહવામાં કંઈ ખોટું નથી. હવે આમાં ટીવી કલાકાર પણ પાછળ રહે એમ નથી વાત છે અંગુરી ભાભી ની!

ભાભીજી ઘર પે હૈ ધારાવાહિકની અભિનેત્રી શુભાંગી અત્રે અંગુરી ભાભી ના નામે જબરદસ્ત લોકપ્રિય છે અને પોતાની એક્ટિંગના માધ્યમ દ્વારા લાખો કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે. ભાભીજીના નામ થી મશહુર અભિનેત્રી શુભાંગી પણ હાલ સોસીયલ મીડિયા ખાસ એક્ટીવ છે.

અંગુરી ભાભી ના નામે ઓળખાતી શુભાંગી અત્રે પોતાન ફેંસ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયાનો જબરદસ્ત ઉપયોગ કરે છે. તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથેની અવારનવાર તસ્વીરો અને પોતે જે પણ પ્રવૃત્તિ કરે તેની પોસ્ટ વારંવાર ફેસબુક અને અન્ય સોસીયલ નેટવર્કિંગ સાઈટના માધ્યમથી મુકે છે.

ઈસ્ટાગ્રામ નામની સોસીયલ નેટવર્કિંગ સાઈટ પર અંગુરી ભાભી એ કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે જે જોતા તેના ફેંસ દ્વારા અજબ ગજબની કોમેન્ટ આવવા લાગી અને પળવારમાં હજારો લાઈક્સનો ખડકલો થઇ ગયો.

અંગુરી ભાભી એ સાવ સામાન્ય મેકપ સાથે અને અને એકદમ દેશી પત્નીનો રોલ કરીને લાખો કરોડો લોકોના દિલ જીતીન લીધા છે. તેમને રોજ લોકો ટીવી સીરીયલમાં સાડીમાં જોઈ રહ્યા હોય છે પણ આવખતે અંગુરી ભાભીએ લોકોને ચોંકાવી દીધા છે.

અંગુરી ભાભી એ એકદમ હોટ ફોટોસ પોસ્ટ કર્યા છે તેમાં તેમના ફેંસની કોમેન્ટ પણ આવી રહી છે કે, ભાભી ઓળખાતા નથી! અન્ય એક યુઝર દ્વારા લખવામાં આવ્યું કે ભાભી તમે સાચી ક્વીન છો! તો અન્ય એક યુઝર દ્વારા લખવામાં આવ્યું કે તેમણે આગ લગાવી દીધી છે! તો વધુ એક યુઝર દ્વારા લખવામાં આવ્યું કે ભાભી તમારું મોઢું જોઇને સવાર મસ્ત બની ગઈ.

ઉલ્લેખનીય છે કે, આજ કાલ તમામ અભિનેતા અભિનેત્રી સોસીયલ મીડિયા ખાસ એક્ટીવ રહે છે અને પોતાના ચાહકો સાથે લાઈવ કનેક્શનમાં રહે છે શુભાંગી અત્રે એટલે કે અંગુરી ભાભી ના સત્તાવાર ઈસ્ટાગ્રામ પર લગભગ દોઢ લાખ જેટલા ફોલોવર્સ છે જેમની સાથે અંગુરી ભાભી લાઈવ કનેક્ટેડ રહે છે.

દર્શકો સામે માત્ર સાડીમાં દેખાતા અંગુરી ભાભી ને ગ્લેમરસ અવતારમાં જોઇને તેમનો ચાહકવર્ગ આશ્ચર્ય ચકિત થઇ ગયો છે.