IndiaPolitics

મોદી શાહ ની હાર પર ઘમાસાણ! મોદી શાહ પાસે સિસ્ટમ બધી ટેકનોલોજી હોવા છતાં હાર્યા!

2જી મે ના રોજ દેશના કેરળ, બંગાળ, અસમ, પોન્ડીચેરી અને તામિલનાડુમાં વિધાનસભા પરિણામ જાહેર થયા. સમગ્ર દેશની નજર આ પરિણામો પર હતી. પરંતુ લોકોનું ધ્યાન સૌથી વધારે પશ્ચિમ બંગાળ તરફ હતું. પશ્ચિમ બંગાળમાં જે નાટકીય રીતે ચૂંટણી થઈ અને રોજે રોજ કોઈક નવી કોન્ટ્રોવર્સી જોવા મળતી હતી જેના કારણે લોકો બંગાળ વિધાનસભા પરિણામોને લઈને વધારે ઉત્સુક હતા. ભાજપ દ્વારા સીટીંગ લોકસભા સાંસદ ને ટીકીટ આપીને જનતામાં એવો માહોલ બનાવ્યો હતો જે ભાજપ બંગાળ વિધાનસભા જીતે છે. તો મમતા બેનર્જી દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું હતું કે મોદી શાહ ગમે તે કરે બંગાળમાં પગપેસારો નહીં કરવા દઉં. દીદી ઓ દીદી ની બુમો પાડીને મોદીજી નું ગળું દુખી ગયું હશે પરંતુ દીદી એ બંગાળમાં કમલ ખીલવા ના દીધું.

પ્રેસકોન્ફરન્સ, મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

બંગાળ માં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને ભાજપને સંપૂર્ણ વિશ્વાસ હતો કે બંગાળમાં કમળ ખીલશે અને ભાજપ સત્તામાં આવશે પરંતુ એ 2જી મે એ આવેલા પરિણામો બાદ વિશ્વાસ ચકનાચૂર થઈ ગયો. ભાજપના કાર્યકરો નિરાશ થઈ ગયા અને દેશમાં આ બાબતે પણ ઘમાસાણ ચાલુ થઈ ગયું. ભાજપની એક સમયની કટ્ટર સાથી ગણવામાં આવતી શિવસેના દ્વારા જ હવે ભાજપ સામે મોરચો ખોલ્યો છે. શિવસેના ભાજપને પછાડવાનો એક પણ મોકો છોડતી નથી. બંગાળમાં ભાજપની હાર અને મમતા બેનર્જીની જીત બાદ શિવસેના એ મોરચો સાંભળ્યો છે. શિવસેના એ મોદી શાહ ને આડે હાથ લીધા છે. અને ભાજપને કહ્યું કે મોદી શાહ પાસે તમામ સિસ્ટમ અને તકનીક હોવા છતાં ભાજપ બંગાળમાં જીતી ના શક્યું.

ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, મહારાષ્ટ્ર
ફોટો: સોસીયલ મીડિયા

શિવસેનાએ સોમવારે તેમના મુખપત્ર સામના માં કહ્યું હતું કે, બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અજેય નથી. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ થઈ પરંતુ બંગાળની ચૂંટણી પર સૌની નજર હતી. બંગાળમાં મોદી શાહ ની કરારી હાર થઈ છે. આ ઉપરાંત શિવસેનાએ કોરોના મહામારીને લઈને પણ મોદી શાહ ને આડે હાથ લીધા છે. શિવસેના એ કહ્યું હતું કે, કોરોના મહામારી સામે લડવાને બદલે પ્રધાનમંત્રી મોદી સહિત તેમની આખી કેબિનેટ મમતા બેનર્જીને હરાવવા માટે બંગાળ પહોંચી ગઈ હતી. મમતા બેનર્જી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા. તોય ભાજપ બંગાળમાં કશું ઉકાળી શકી નહીં અને મમતા બેનર્જી બંગાળમાં સતત ત્રીજીવાર ચૂંટાઈ આવ્યા છે અને ભાજપને કરારી હારનો સામનો કરવો પડ્યો છે.

બંગાળ, અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

શિવસેના એ તેમના મુખપત્ર સામનામાં જણાવ્યું હતું કે, બંગાળ વિધાનસભાના પરિણામો એ સાબિત કરે છે કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પાસે આખી સિસ્ટમ, સરકાર અને તમામ ટેક્નિકસ હોવા છતાં અજય નથી. આ ઉપરાંત ભાજપ પર આરોપ લગાવતા સામનાના માં જણાવવામાં આવ્યું હતું કે ભાજપે સત્તા, સરકારી તંત્ર અને પૈસાનો ઉપયોગ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવવા માટે કર્યો હતો પરંતુ ભાજપનું કશું ઉપજ્યું નહીં. જણાવી દઈએ કે શિવસેનાએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાની બદલે મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી હતી.

બંગાળ, અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

શિવસેના એ ભાજપને વધારે ચાબખા મારતા સામનામાં જણાવ્યું હતું કે, બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામનું એક વાક્યમાં વિશ્લેષણ કરીએ તો એ છે કે ભાજપ હારી ગઈ અને કોરોના જીત્યો છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી મોદી શાહે બંગાળ જીતવાના એકમાત્ર લક્ષ્ય સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં તેઓએ કોવિડ -19 સંબંધિત તમામ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને મોટી મોટી જનસભાઓ, રેલીઓ અને રોડ શો કર્યા હતા. શિવસેનાએ આડકતરી રીતે ભાજપ પર કોરોના સંક્રમણ વધારવાનો આરોપ લાગવ્યો છે. આ સાથે જ શિવસેના એ ચૂંટણીપંચ ને પણ આડે હાથ લીધું હતું. આ માટે તેમણે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી ને પણ ટાંકી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!