IndiaPolitics

બિહાર માં સરકાર બનાવવા મોદી સરકારમાં નં.3 ગણવામાં આવતાં નેતાએ સંભાળ્યો મોરચો!

બિહાર માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. જેના પરિણામ 10 તારીખે મોડી રાત્રે આવ્યા હતાં. લોકોમાં ઉત્સુકતા હતી કે બિહારમાં કોણ જીતશે જેની આતુરતાનો તો અંત આવી ગયો પરંતુ કોણ મુખ્યમંત્રી બનશેની આતુરતા અને ઉત્સુકતાનો અંત હજુ પણ આવ્યો નથી. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં યોજાયેલી પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ સુંધી બિહારમાં કોણ બનશે મુખ્યમંત્રીનું કોકડું ગૂંચવાયેલું રહ્યું છે. એકતરફ એનડીએમાં કોણ મુખ્યમંત્રી બનશે એ બાબતેનિર્ણય લેવા માટે કવાયત તેજ થતી જઈ રહી છે તો બીજી તરફ મહાગઢબંધનમાં મુખ્યમંત્રી પદ માટે તેજસ્વી યાદવ સ્પષ્ટ અને નક્કી છે.

બિહાર,
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ મહાગઢબંધનને સરકાર બનાવવા માટે 12 જેટલીબેઠક ઓછી પડે છે જ્યારે એનડીએને બહુમત માટે જીતનરામ માંઝીની પાર્ટી હમ અને વીઆઇપી પાર્ટી પર આધાર છે. ભાજપ જેડીયું ગઢબંધન પાસે કુલ 117 બેઠક છે જેમાં હમ અને વીઆઇપી સાથે મળીને 125 નો બહુમત આંકડો બને છે. પરંતુ બહુમત સુંધી પહોંચવા માટે મહાગઢબંધનના નેતા તેજસ્વી યાદવ મહેનત કરી રહ્યા છે. જેમાં મહાગઢબંધન દ્વારા ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ ને માનવી લેવામાં આવી છે તેવા સમાચાર છે. એટલે 110 બેઠક સાથે એઆઈએમઆઈએમ ની પાંચ બેઠક એટલે 115 બેઠક મહાગઢબંધન પાસે છે.

બિહાર
ફોટો સોશિયલ મીડિયા

સૂત્રોના જણાવ્યા મુજબ મહાગઢબંધનના નેતા તેજસ્વી યાદવ દ્વારા હમ અને વીઆઇપી પાર્ટીને પણ ઉપમુખ્યમંત્રી બનાવવાની ઓફર કરવામાં આવી છે. જે બાદ બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ પણ આ બંને પાર્ટીઓના સહારે સરકાર બનાવવા નો ભરોસો વ્યક્ત કરી ચુકી છે. ત્યારે તેજસ્વી યાદવ નું આ કાર્ડ ભાજપ માટે ભારે પડી શકે છે. બીજી તરફ જેડીયુંમાં નીતીશ કુમાર ને જ ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટેની માંગ છે. ત્યારે ભાજપમાં પણ ભાજપના નેતાને જ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે કરણ કે ભાજપ પાસે જેડીયું કરતા વધારે અને ભાજપ બિહારમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે એટલે કાર્યકરોની માંગ સ્વાભાવિક છે.

બિહાર
ફોટો સોશિયલ મીડિયા

બિહારમાં થઈ રહેલી હલચલ જોતા હવે ભાજપ હરકતમાં આવી ગયું છે. ભાજપ દ્વારા બિહારમાં સરકાર રચવા માટેની હલચલ તેજ કરી નાખવામાં આવી છે.જેના માટે નીતીશ કુમાર સાથે ગાઢ સંબંધ ધરાવતા અને મોદી સરકારમાં નંબર 3ની ભુમિકા નિભાવતા ખાસ નેતાને બિહાર મોકલવામાં આવ્યા છે. અને આજે બિહારમાં યોજાનારી એનડીએની બેઠકમાં આ નેતા ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ નેતા બીજું કોઈ નહીં પરંતુ ખુદ રાજનાથસિંહ છે. જણાવી દઈએ કે રાજનાથસિંહ અને નીતીશ કુમાર વચ્ચે વર્ષો જૂની મિત્રતા છે અને આ મિત્રતા આજની કાલની નહીં પરંતુ અટલ બિહારી બાજપાઈ ના જમાનાથી છે.

બિહાર, નીતીશ કુમાર, ભાજપ, ચૂંટણી, અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

રાજનાથસિંહ નીતીશ કુમારને સરીરીતે જાણે છે અને નીતીશ રાજનાથસિંહ ને માને છે. એટલે બિહારમાં કકળાટ વગર જે રાજનાથસિંહ કહે એ લગભગ લગભગ નક્કી થઈ જશે. બિહારમાં એનડીએને પાતળી બહુમતી મળી છે અને તેથી સરકારની રચનાને લઇને હલચલ તેજ થઇ ગઇ છે. આજે પટનામાં એનડીએના ધારાસભ્ય દળની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રાજનાથસિંહ ખાસ ઉપસ્થિત રહેવાના છે. એટલે નિર્ણય પણ મહત્વના લેવાય તેવી શક્યતાઓ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બિહારમાં સરકાર રચના સાથે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના નામ પર આજે યોજનાર બેઠકમાં મંજૂરીની મહોલ લાગશે.

બિહાર
ફોટો સોશિયલ મીડિયા

સૂત્રોના જણાવ્યા મુજબ રાજનાથસિંહને બિહાર મોકલીને ભાજપ દ્વારા નીતીશ કુમાર જેડીયું ને માનવવાના પ્રયત્ન કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને ક્યાંકને ક્યાંક ભાજપ હાઇકમાન્ડ પણ બિહારમાં ભાજપના કોઈનેતાને મુખ્યમંત્રી બનવવા માટે ઈચ્છી રહ્યું છે. જેના માટે નીતીશ કુમારની પરવાનગી મંજૂરી આવશ્યક છે. બિહારમાં જેડીયું ના ખરાબ પ્રદર્શનને કારણે આમ પણ જેડીયું પર દબાણ છે. તો બીજી તરફ નીતીશ કુમારે પણ એક નિવેદન હમણાજ આપ્યું હતું કે બિહારમાં મુખ્યમંત્રી માટે જેડીયું એ દાવો કર્યો નથી. મુખ્યમંત્રી બાબતે તમામ નિર્ણય એનડીએની બેઠકમાં સર્વસંમતિથી થશે. નીતીશ કુમારનું આ નિવેદન સુચક માનવામાં આવી રહયું છે.

Show More

Related Articles

Back to top button