IndiaPolitics

સંસદ ભવન ઉડાઈ દેવાની ધમકી આપવા બદલ પૂર્વ ધારાસભ્યની ધરપકડ! રાજકારણ ગરમાયું!

એક પૂર્વ ધારાસભ્યની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સંસદને ઉડાવી દેવાની ધમકી મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્યએ અકપી હતી. ધમકી ભર્યા પત્ર સાથે સિત્તેર માંગણીઓ હતી. પોલીસના જણાવ્યા મુજબ, સમરિતે સંસદને એક પેકેજ મોકલ્યું હતું જેમાં ધમકી પત્રો, કેટલાક ધ્વજ, બંધારણની નકલ અને કેટલીક જિલેટીન લાકડીઓ હતી. પોલીસે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ધારાસભ્યે 30 સપ્ટેમ્બરે સંસદ ભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી જો તેમની 70 માંગણીઓ પૂરી ન થાય તો.

આ બાબતને ગંભીરતાથી લઈને દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશના ભોપાલથી બાલાઘાટના લૌંજી વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય કિશોર સમ્રિતની ધરપકડ કરી છે. સોમવારે માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભૂતપૂર્વ ધારાસભ્ય કિશોર સમ્રિતની સંસદને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. દિલ્લી ક્રાઈમ બ્રાન્ચની ટિમ દ્વારા આ બાબતે ઝડપ બતાવવામાં આવી હતી અને તાત્કાલિક સાંસદ સભ્યો અને પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સમરિતે સંસદભવન એક પેકેજ મોકલ્યું હતું જેમાં ધમકીભર્યા પત્રો, કેટલાક ધ્વજ, બંધારણની નકલ અને કેટલીક જિલેટીન સ્ટીક હતી. સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ (ક્રાઈમ) રવિન્દર યાદવે જણાવ્યું હતું કે જો તેમની 70 માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેમણે 30 સપ્ટેમ્બરે સંસદ ભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. હજુ આ બાબતે આગળ તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે.

રવિન્દર યાદવે કહ્યું કે આરોપીની મધ્યપ્રદેશના ભોપાલથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ધારાસભ્ય સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કિશોર સમ્રિત છે, જે બાદમાં બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા હતા. સોમવારે તેની ભોપાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના લાંજી વિધાનસભા મતવિસ્તારના 59 વર્ષીય પૂર્વ ધારાસભ્ય જનતા દળ પછી 2007માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા અને લાંજીથી પેટાચૂંટણી જીત્યા હતા. હાલમાં તેઓ ધારાસભ્ય નથી. આ બાબતે હાલમાં પોલીસ આગળ તપાસ અને કાર્યવાહી કરી રહી છે.

સ્પેશિયલ સીપી રવિન્દર યાદવે કહ્યું કે કિશોર સમ્રિત 10-11 મહિનાથી ધારાસભ્ય હતા. યાદવે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય પર અગાઉ રમખાણો, આગચંપી, છેડતી વગેરેના અનેક આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આરોપી પૂર્વ ધારાસભ્યને મંગળવારે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્લીની કોર્ટમાં રજૂ કરીને તેમની કસ્ટડી રિમાન્ડ મંગવામાં આવશે જો રિમાન્ડ મળે તો આગળ પુછપરછ બાદ બહાર આવશે કે તેમણે શા કારણે સંસદભવન ઉડાઈડવાની ધમકી આપી અને પાત્રો સાથે વાંધાજનક સામગ્રી મોકલી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!