
હાલમાં સમગ્ર દેશની નજર માત્રને માત્ર ઉત્તરપ્રદેશ ચૂંટણી પર છે. ભાજપ સત્તામાં વાપસી કરવા માટે અને અન્ય વિપક્ષી પાર્ટીઓ સત્તામાં આવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ તમામ વચ્ચે અખિલેશ યાદવ જેઓ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તે સૌથી મજબૂત દાવેદાર બનીને ઉભરી આવ્યા છે.જેઓ એકલા જ ભાજપને હંફાવી રહ્યા હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. અખિલેશ યાદવ દ્વારા ભાજપ ની જ ટેકટિક અપનાવવામાં આવી છે. નાના નાના પક્ષો અને મજબૂત નેતાઓને પોતાની સાથે જોડીને અખિલેશ યાદવ ભાજપ માટે હાલ તો માથાનો દુખાવો બન્યા છે. પહેલાં 3 ચરણમાં તો ભાજપ કરતા અખિલેશ યાદવ ફેવરિટ બતાવવામાં આવી રહ્યા હતા અને હાલ પણ અખિલેશ મજબૂત જણાવી આવે છે.

બીજી તરફ યોગી આદિત્યનાથ જેઓ હાલમાં મુખ્યમંત્રી છે તેઓ પણ ભજઓને સત્તામાં લાવવા માટે મહામહેનત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી સહિત દેશનું સમગ્ર મંત્રીમંડળ ઉત્તરપ્રદેશના રસ્તાઓ ખૂંદી રહ્યા છે. ભાજપ નો પ્રચાર જોરશોરથી ચાલે તે માટે ભાજપ દ્વારા કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર ભાજપના મુખ્યમંત્રીઓ પણ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. અને ક્યાંક ને ક્યાંક ભાજપની હવા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે અખિલેશ યાદવ ભાજપને એક બાદ એક ઝટકાઓ આપી રહ્યા છે. ભાજપ સાંસદ ભાજપ જીતશે તેવા નિવેદનો કરી રહ્યા છે ત્યારે અખિલેશ યાદવે ભાજપ સાંસદ ના પુત્રને જ સમાજવાદી પાર્ટી માં શામેલ કરીને સમગ્ર ઉત્તરપ્રદેશને મજબૂત મેસેજ આપ્યો છે.

અખિલેશ યાદવ દ્વારા ભાજપ અને તત્કાલીન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને જબરદસ્ત ઝાટકો આપ્યો છે. અખિલેશ યાદવે ભાજપ સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી ને સમાજવાદી પાર્ટીમાં સત્તાવાર રીતે શામલે કરી લીધા છે. જે બાબતે અખિલેશ યાદવે સભા મંચ પરથી જાહેરાત કરી હતી. ભાજપ સાંસદ રીટા બહુગુણા જોશી ભાજપ સત્તામાં પાછું આવશે અને ભાજપ ના જ મુખ્યમંત્રી બનશે કહી રહ્યા હતા ત્યારે જ અખિલેશ યાદવ દ્વારા તેમના પુત્રને સમાજવાદી પાર્ટીમાં શામેલ કરી કહેવામાં આવ્યા હતા. આઝમગઢની ગોપાલપુર વિધાનસભામાં યોજાયેલી જનસભામાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ એ જાહેરાત કરતાં સમગ્ર મામલે ઉત્તરપ્રદેશ માં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આઝમગઢની ગોપાલપુર વિધાનસભામાં યોજાયેલી જનસભા દરમિયાન ભાજપ સાંસદ રીટા બહુગુણા જોશી ના પુત્ર મયંક જોશીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા સમાજવાદી પાર્ટીનું સભ્યપદ મંચ પર જ ગ્રહણ કર્યું હતું. એક બાજુ મયંકે સપાની સાયકલ લર સવારી કરી લીધી હતી અને બીજી તરફ તેમની માતા રીટા બહુગુણા જોશીને પૂરો વિશ્વાસ છે કે, ઉત્તર પ્રદેશમાં બીજેપી સરકાર જ બનશે અને યોગી આદિત્યનાથ ફરીથી મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. જણાવી દઈએ કે પ્રયાગરાજથી ભાજપ સાંસદ રીટા બહુગુણા જોશીએ મતદાનના પાંચમા તબક્કામાં પ્રયાગરાજમાં પોતાનો મત આપ્યો અને મીડિયાને સંબોધન કર્યું હતું.

રીટા બહુગુણા જોશી એ જણાવ્યું હતું કે, આ વખતે મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ છે અને આ વખતે ભાજપ 300થી વધુ બેઠકો મેળવશે અને સરકાર બનાવશે. જનતા મન બનાવી ચૂકી છે. અત્યાર સુધીના તમામ ચરણમાં ભાજપ આગળ છે અને આગામી દિવસોમાં ભાજપને તમે ફરી સરકાર બનાવતા જોશો તેમજ યોગી આદિત્યનાથ ફરીથી ભજઓને મુખ્યમંત્રી બનશે. જોકે રીટા બહુગુણા જોશી ને પણ ખજડ મોટો ઝાટકો લાગ્યો જ્યારે તેઓના પુત્ર ભાજપ છોડી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા. જણાવી દઈએ કે મયંક જોશીએ ગત 22 ફેબ્રુઆરીએ જ સપામાં જોડાવાના સંકેત આપી દીધા હતા અને ત્યારથી અખિલેશ યાદવના સતત સંપર્કમાં હતા.

જણાવી દઈએ કે ભાજપે ઉત્તર પ્રદેશ માં ફરીથી સત્તામાં આવવા માટે વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મોદી સરકારનું સમગ્ર કેબિનેટ ઉત્તરપ્રદેશની ચૂંટણીના પ્રચારમાં આવી ગયું છે અથવા તો આવવાનો પ્લાન તેમને મળી ગયો છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ અને બીજા તબક્કા માટે અનુક્રમે 10 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. જ્યારે 20, 23 અને 27 ફેબ્રુઆરીએ ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કા માટે મતદાન થયુ હતું. તેમજ ગત 3 માર્ચે છઠા તબક્કાનું મતદાન થયું હતું અને આગામી 7 મી માર્ચે અંતિમ સાતમા તબક્કા નું મતદાન થશે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.