
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ની રાજ્યસભા સદસ્યતા પૂર્ણ થઈ ગઈ છે. તેમના માટે અસમ માં ફેરવેલ પણ રાખવામાં આવી હતી. અસમ થઈ રાજ્યસભા સાંસદ રહેલા મનમોહન સિંહ હાલ માંજ રિટાયર્ડ થઈ ગયા છે અને હવે ફરી કોંગ્રેસ પાર્ટી તેઓને રાજ્યસભા માં મોકલવા માંગે છે.

પહેલા કોંગ્રેસ દ્વારા તેમને તમિલનાડુથી રાજ્યસભામાં મોકલવા માંગતી હતી પરંતુ ડીએમકે સાથે સહમતી સધાઈ ના હોવાથી હવે તમિલનાડુથી રાજ્યસભા માં જવાનું શક્ય નહીં બને આવું ઓરથમ વખત બનેલ છે કે મનમોહન સિંહ હાલમાં રાજ્યસભા સદસ્ય નથી.

પરંતુ હવે કોંગ્રેસ અસમંજસમાં નથી તમિલનાડુમાં સહમતી ના સધાઈ હોવાથી મનમોહન સિંહ ને હવે રાજ્યસભામાં તમિલનાડુથી નઈ મોકલવામાં આવે પરંતું રાજસ્થાન માં ખાલી પડેલી બેઠક પરથી રાજ્યસભા મોકલવામાં આવશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આરામથી રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઇ જશે. ભાજપના રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના આકસ્મિક નિધન બાદ રાજસ્થાનમાં તેમની રાજ્યસભાની બેઠક ખાલી થઇ છે. સૈની હજુ રાજ્યસભાના સભ્ય બન્યાને માત્ર છ મહિના જ થયા હતા. ત્યાં તેમનું અકાળે આકસ્મિક નિધન થઇ ગયું છે.

આ કારણે આ બેઠક ખાલી પડતા આ બેઠકની ચુંટણી યોજવામાં આવશે અને તે બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આરામથી ચુંટાઈ જય તેમ છે. કરણ કે ભાજપ કરતાં કોંગ્રેસ પરે ધરાસભ્યોનું સંખ્યાબળ વધારે છે. અને હજુ આ બેઠક માટે હજુ પાંચ વર્ષથી વધુનો સમય બાકી છે. જેથી કોંગ્રેસ દ્વારા મનમોહનસિંહ ને આ બેઠક પરથી ઉમેદવાર બનાવીને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે.

કોંગ્રેસ દ્વારા મનમોહન સિંહને ફરી રાજ્યસભામાં મોકલવા માટે માનવી રહી છે અને પાર્ટી નેતૃત્વ એ આ બેઠક પરથી મનમોહન સિંહ ને રાજ્યસભા મોકલવાનો નિર્ણય લઇ લીધો છે. જો કે મનમોહનસિંહના હા કહ્યા બાદ જ આ અંગે ફાઇનલ નિર્ણય કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મનમોહન સિંહને તમિલનાડુથી રાજ્યસભામાં મોકલવાની વાત થઈ હતી પરંતુ ડીએમક સાથે સહમતીના સધાતા આ વાત પર પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે રાજસ્થાનની રાજ્યસભાની બેઠક ખાલી પડતા મનમોહનસિંહ માટે આનાથી વધારે સુરક્ષિત બેઠક બીજી કોઈ હોય તેવું હાલ કોંગ્રેસને દેખાઈ રહ્યું નથી માટે હવે મનમોહનસિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવશે.