IndiaPoliticsWorld

૫૬ની છાતી કે સરદારની પાઘડી! જાણો દેશ કોના હાથમાં સુરક્ષિત!

હાલમાંજ પાકિસ્તાનની નાપાક હરકતને કારણે ભારતના જાંબાજ ૪૪ જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા અને ત્યારબાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓ પર બોમ્બાર્ડીંગ કરીને આતંકી કેમ્પનો નાશ કર્યો હતો. હવે આપણે જોઈએ કે સરદારની પાઘડી વધારે અસરદાર હતી કે, વધારે છે ૫૬ની છાતીની મર્દાનગી.

સરદાર મનમોહન સિંહ ઓછા બોલા વ્યક્તિ છે. તેમણે કરેલું ઉદારીકરણ એ ભારતના વિકાસનો પાયો છે. નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી હતા અને મનમોહન સિંહ નાણાં મંત્રી હતાં. ૧૯૯૧માં મનમોહન સિંહે ભારતીય અર્થવ્યવસ્થાને લિબરલ બનાવી, બજાર ખોલ્યા અને ઉદારીકરણ કર્યું. જેનાથી દેશના વિકાસની ગતિ વધી અને પાટા પરથી ઉતરતી દેશના વિકાસની  ટ્રેનને પાટા પર ચડાવી હતી.

મનમોહન સિંહ ના દશ વર્ષના પ્રધાનમંત્રી કાર્યકાળની વાત કરીએ તો તેમાં પણ મનમોહન સિંહ આગળ છે. તેમના કાર્યકાળમાં પાકિસ્તાન તેની ઓકાદમાં રહ્યું અને ચાઈના તેની હદમાં. મનમોહન સિંહ ના કાર્યકાળમાં પણ આતકવાદી હુમલા થયા છે પણ સામે જડબાતોડ જવાબ આપણ આપવામાં આવ્યો છે બસ મનમોહન સિંહને ના આવડ્યું તો એનું માર્કેટિંગ કરીને વોટ મેળવતા!

વર્ષ ૨૦૦૪ના મે મહિનાથી વર્ષ ૨૦૧૪ના મે મહિના સુંધીના ૧૦ વર્ષના સુશાસન પર એક નજર કરીએ. વર્ષ ૨૦૦૪ – ૨૦૦૫ના સરકારે જાહેર કરેલા વાર્ષિક રીપોર્ટ મુજબ જમ્મુ કાશ્મીરમાં ૨૦૦૩ની તુલનામાં ઓછા આતંકી બનાવો બન્યા છે એટલે કે ઓછી હિંસા થઇ છે.

વર્ષ ૨૦૦૫ થી વર્ષ ૨૦૧૪ની વાત કરીએ તો આતંકી ઘટનાઓ સરેરાશ ઘટી ગઈ છે. અને તેની સાથે સાથે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિની સ્થાપના થઇ છે ત્યાં વિકાસના કામો અને મનમોહન સરકારની જમ્મુ કાશ્મીર નીતિ કામ કરી ગઈ છે. ૨૦૦૫ થી ૨૦૧૪ આતંકી ઘટનાઓમાં સરેરાશ ઘટડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૫માં ૧૯૯૦ જેટલી આતંકી ઘટનાઓ બની હતી જે વર્ષ ૨૦૧૩માં જબરદસ્ત ઘટાડા સાથે ૧૭૦ જેટલી થઇ જવા પામી હતી.

વર્ષ ૨૦૦૧૪ થી વર્ષ ૨૦૦૧૮ નરેન્દ્ર મોદી સરકારની વાત કરીએ તો, આતંકી ઘટનાઓ અને જમ્મુ કાશ્મીરમાં હિંસા માં જબરદસ્ત વધારો થયો છે. સરદાર મનમોહન સિંહ સરકારમાં વર્ષ ૨૦૧૩ માં ૧૭૦ આતંકી ઘટનાઓ હતી એમના બાદ આવેલા નરેન્દ્ર મોદી સરકારમાં એ ઘટનાઓ જબરદસ્ત વધીને ૨૨૨ થઇ ગઈ અને તેજ ઘટનાઓ ૨૦૧૮ પહોંચતા પહોંચતા અધધ ૬૧૪ થઇ જવા પામી એટલે કે આતંકી ઘટનાઓમાં સરેરાશ ઊછાળ એટલેકે જબરદસ્ત વધારો.

હજુ મોદી સરકારની ઉપલબ્ધિમાં ૨૦૧૯ ના આંકડા મુકવાના બાકી છે ૨૦૧૯માં સૌથી મોટો આતંકી હમલો થયો જેમાં ૪૪ જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. પૂર્ણ બહુમત સાથે સરકાર બનવાનાર અને હિન્દુત્વવાદી છબી ધરાવનાર નરેન્દ્ર મોદીની સરકારમાં અમરનાથ યાત્રા પર જતા યાત્રાળુઓ પર ૨૦ વર્ષ બાદ હુમલો થયો છે. તો ક્યાંકને ક્યાંક આ ૫૬ ઈંચની વાતો માત્ર બણગા બનીને રહી જતી હોય તેવું આ સરકારી આંકડા પરથી કહી શકાય છે.

નરેન્દ્ર મોદી સરકારમાં અસંખ્ય નાના મોટા આતંકી હુમલાઓ તો પઠાનકોટ, ઉરી, અમરનાથ યાત્રાળુ પર હુમલો, ફૂલ્વામા, જેવા કેટલાય મોટા આતંકી હુમલાઓ થયા છે અને સરકાર આ આતંકવાદી ગતીવિધિઓ રોકવામાં નિષ્ફળ નીવડી છે સરકારની તમામ યોજનાઓ જમ્મુ કાશ્મીર માટે નિષ્ફળ નીવડી છે પરિણામે જમ્મુ કાશ્મીર છે તો સ્વર્ગ પરંતુ નર્કના રસ્તે આગળ વધતું ગયું.

જમ્મુ કાશ્મીરમાં સરકાર પણ પાંચ વર્ષ ટકી શકી નહિ. જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના ગઢબંન વાળી સરકાર હતી ત્યારેજ સરકાર તરફથી રીપોર્ટ આવ્યો હતો કે જમ્મુ કાશ્મીરના યુવાનો આતંકવાદી ગતિવિધિઓ તરફ વધારે વળી રહ્યા છે જેનો ચોખ્ખે ચોખ્ખો મતલબ છે કે સરકારની નીતિઓ અને યોજનાઓ નિષ્ફળ નીવડી છે.

બીજી તરફ નરેન્દ્ર મોદીની ચાઇનીઝ પોલીસી પણ નિષ્ફળ નીવડી છે ચાઈના દ્વારા ભરમાં ઘુસપેઠ કરવાના સમાચાર નવા નહોતા. એક વાર તો હદ થઇ જવા પામી હતી નરેન્દ્ર મોદી ચાઇનીઝ પ્રધાનમંત્રીને અમદાવાદમાં હીંચકે ઝુલાવતાં હતા ત્યારે ચાઇનીઝ આર્મી ચાઈના-ભારત બોર્ડરથી ભારતમાં ઘુસી આવ્યું હતું!!

મનમોહન સિંહ ની વાત કરીએ તો તેમણે જયારે સત્તા સંભાળી ત્યારે જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન બોર્ડર પર જબરદસ્ત તણાવની સ્થિતિ હતી તેમને એક બુદ્ધિશાળી રાજનેતાની જેમ પાકિસ્તાનને તેની ઓકાદ બતાવીને લાલ આંખ કરી હતી. પાકિસ્તાન દ્વારા આટલા મોટા પ્રમાણમાં આતંકી હુમલાઓ ૨૬/૧૧ નો મુંબઈ એટેક બાદ કરતા કોઈ મોટી આતંકી ઘટના બની નથી.

પ્રધાનમંત્રી

મનમોહન સિંહે દેશને ના માત્ર આર્થિક મોરચે પરંતુ આતંકવાદ સામે પણ શશક્ત અને મજબુત કર્યો છે. વિશ્વફલક પર ભારત એક આશા અને આકાંક્ષાઓનો દેશથી આગળ વધીને ભારત એક ઝડપથી વિકસતો અને દરેક મોરચે મજબુત થતો દેશ એ આપણા અસરદાર સરદાર મનમોહન સિંહની યોજનાઓ આર્થીક સુધારાઓ અને જનહિતમાં લેવાયેલા ફેંસલાઓના કારણે છે.

ઉલ્લેખનીય છે કે, બડબોલા કરતા મૌનનો મહિમા અલગજ હોય છે. સરદાર મનમોહન સિંહ બોલ્યા વગર કરી બતાવ્યું જે મોદી સાહેબ જોર જોરથી બુમો પાડીને પણ ના કરી શક્યા. એટલે કે ૫૬ ઇંચની છાતી પર સરદારની પાઘડી વધારે મજબુત અને મર્દ સાબિત થઇ. જેણે પાકિસ્તાન અને ચીન બંનેને તેમની ઓકાદ અને હદમાં રાખ્યા જયારે મોદી સરકારમાં પાકિસ્તાન અને ચીન બંને પોતાની ઓકાદ અને હદ ભૂલી ગયા. હવે નિર્ણય તમારે કરવાનો છે ૫૬ની છાતી કે સરદારની પાઘડી.

નોંધ: તમામ ફોટો સોશિયલ મીડિયા ના માધ્યમથી લેવામાં આવ્યા છે ફોટોની માલિકી જેતે ફોટોગ્રાફરની રહેશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!