IndiaPolitics

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી લખ્યો પત્ર, વ્યક્ત કરી નારાજગી

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર સમક્ષ નોંધાવ્યો વિરોધ

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ફરીથી પત્ર લખ્યો, લોકપાલ નિમણૂક માટેની પસંદગી સમિતિમાં જોડાવાનો કર્યો ઇનકાર. ખડગેએ લોકપાલની પસંદગીમાં વિપક્ષીને કોઈ અધિકાર નહીં આપવા વિરોધમાં મોદી સરકાર સમક્ષ આ પગલું ભર્યું છે.

લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ૧૯ જુલાઇના રોજ લોકપાલની પસંદગી માટે પ્રસ્તાવિત પસંદગી સમિતિની બેઠકમાં જોડાવા ફરી એકવાર ઇનકાર કર્યો હતો. આ સંદર્ભે તેમણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો અને વિરોધ વ્યક્ત કર્યો હતો.

શું છે પત્રમાં!

ખડગેએ પીએમ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તે ખૂબ જ દુખદ બાબત છે કે, તે લોકપાલ પસંદગી સમિતિની ૧લી માર્ચ, ૨૦૧૮ અને ૧૦ એપ્રિલ, ૨૦૧૮ના રોજ યોજાયેલી બેઠકમાં ખાસ આમંત્રિત તરીકે બોલાવવામાં આવેલા તેના વિરોધમાં લખેલા તેમના પત્રની ના માત્ર અવગણવામાં આવી પરંતુ તેના પર કોઈ પગલાં પણ લેવામા આવ્યા નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મોદી સરકાર વારંવાર લોકપાલ પસંદગી સમિતિની બેઠકમાં ખાસ આમંત્રિત સભ્ય તરીકે ભાગ લેવા માટે સહભાગીઓને આમંત્રણ આપે છે, જ્યારે લોકપાલ અધિનિયમની કલમ ૪ માં આવી કોઈ જોગવાઈ નથી. ખડગે વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “ તમારી સરકારને ૪ વર્ષ થઇ ગયા છે અને જો તમારી લોકપાલ જેવી મહત્વપૂર્ણ નિયુક્તિ માટે વિપક્ષની સલાહ સુચન લેવાની મંશા હોત તો અત્યાર સુંધી આના માટે જોગવાઈ કરી દેવામાં આવી હોત.”

ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે “ લોકપાલ પસંદગીની પ્રક્રિયામાં ભાગ લેવો, પોતાના સલાહ સુચન અને અભિપ્રાય નોંધાવવો અને વોટ આપવાના અધિકાર વગર વિશેષ આમંત્રિત સદસ્ય તરીકે બેઠકમાં બોલાવવા એ દેશના લોકોની આંખોમાં ધૂળ ફેંકવાની જેમ છે.”

તેમણે જણાવ્યું હતું કે, “સિલેક્ટ કમિટીએ સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાને લોકપાલ પસંદગી સમિતિમાં સભ્ય તરીકે લેવાની ભલામણ કરી હતી અને સંશોધન કરવા જણાવ્યું હતું પરંતુ સરકારે આજ સુંધી આ સંશોધન કરેલ નથી અને સંસદમાં પણ લાવ્યા નથી, જે લોકપાલની નિયુક્તિમાં વિરોધ પક્ષને દુર રાખવાની સરકારની માનસિકતા સાફ કરે છે.”

કોંગ્રેસ નેતા ખડગેએ જણાવ્યું હતું કે સરકારના સુપ્રીમ કોર્ટમાં વલણ અને પગલાં દર્શાવે છે કે મોદી સરકાર લોકપાલ જેવા અતિ મહત્વના મુદ્દે કેટલી ગંભીર છે!! તેમણે ઉમેર્યું હતું કે, “ખરેખરમાં તો આર.ટી.આઈ એક્ટ અને વ્હિસલ બ્લોઅર સુરક્ષા એક્ટને નબળા બનાવવા સાથેના મોદી સરકારના હાલના કેટલાય પગલાં મોદી સરકારના ભ્રષ્ટ્રાચાર વિરોધી કાયદાઓને મજબુત કરીને આમ જનતાને સશક્ત કરવાના પોકળ દાવાની પોલ ખોલે છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!