
મહારાષ્ટ્રમાં ગત વર્ષે જ ચુંટણી પૂર્ણ થઈ છે અને મહાડ્રામા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી કોંગ્રેસની મહા વિકાસ આઘાડીએ ઉદ્ધવ સરકાર બનાવી છે. ભાજપ દ્વારા પણ આ ત્રિપુટીને તોડવાના અથાગ પ્રયત્નો થયા પરંતુ શરદ પવાર મજબૂત દીવાલ બનીને ઉભા રહયા હતા એટલે આ ત્રિપુટી ટકી શકી છે. મહારાષ્ટ્રમાં સરકારનું ગઠન થયા પહેલાથી વિવાદોની હારમાળા સર્જાયેલી છે. જોકે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના કામ અંગે હજુ સુંધી કોઈ વિવાદ સર્જાયેલ નથી પરંતુ ભાજપ દ્વારા કોઈને કોઈ કારણસર ઉદ્ધવ સરકારને ઘેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ક્યારેક સાવરકારના નામે અથવા હિન્દુત્વના નામે પરંતુ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના પ્રવક્તા મજબુતીથી સામનો કરી રહ્યા છે. તો ઉદ્ધવ સરકાર પણ વગર કોઈ વિવાદમાં પડ્યે જનતાના કામો કરી રહ્યા છે.

પરંતુ હવે શિવસેના સામે ભાજપ નહીં પરંતુ પોતાના જ ધારાસભ્યોએ બાંયો ચડાઈ છે. હજુ ઉદ્ધવ સરકાર ને એક મહિના જેટલો સમય થયો હશે શપથ લીધાને ત્યાં તો અસંતોષ અને વિરોધની હારમાળા સર્જાઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં મંત્રી પરિષદનું પહેલું વિસ્તરણ થવાની સાથે સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનાં ત્રણેય પક્ષોમાં અંદારો અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસમાં પહેલાથી અસંતોસ હતો જ્યારે હવે શિવસેનામાં અસંતોસ ખુલે બહાર આવી રહ્યો છે. શિવસેનાના કેટલાક મોટા નેતાઓ મંત્રી પદ ના મળવાને કારણે પાર્ટીથી નારાજ દેખાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ 12 જેટલા ધારાસભ્યો શિવસેના હાઇકમાન્ડથી નારાજ છે અને પાર્ટી પણ છોડવાના સંકેત આપ્યા છે. પરંતુ આ વાતની અમે સત્યતા સાબિત નથી કરતાં.

જ્યારે પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા જણાવવા.આ આવ્યું કે ત્રણેય પક્ષના નેતાઓને સમાવવાના હોવાથી કેટલાક નેતાઓને મંત્રી પદ આપી શકાય તેમ નથી. ત્યારે ધારાસભ્યો નેતાઓના આ વિરોધના વંટોળને ભાંપી જઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ મસલાને ગંભીરતાથી જોઈ રહ્યા છે જે બાબતે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ શિવસેના નેતાઓની એક અગત્યની બેઠક પણ બોલાવી છે. આ બધાયની વચ્ચે ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી લોકો સાથે કનેક્ટ રહેનારા સંજય રાઉત દ્વારા ફેસબુક પર એક પોસ્ટ મુકવામાં આવી છે જેના દ્વારા આ વિવાદ બાબતે રહસ્ય વધારે ઘેરું બન્યું છે.

મંત્રી બનવાની લાલચે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા એનસીપી છોડીને શિવસેનામાં જોડાયેલા ભાસ્કરરાવ જાધવ પણ નારાજ છે. સૂત્રો સમક્ષ ભાસ્કર રાવ જાધાવે રોષની લાગણી વ્યકત કરી હતી કે એનસીપી છોડીને શિવસેનામાં આવેલા ત્યારે પોતાને આપવામાં આવેલો વાયદો ઉદ્ધવ ઠાકરે દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો નથી. જ્યારે ગત ફડણવીસ સરકારમાં મંત્રી રહેલા તાનાજી સાંવત પણ પોતાનો મંત્રીમંડળમાં સમાવેશ ના થવાના કારણે ઠાકરે સરકારથી નારાજ ચાલી રહ્યા છે. જ્યારે બીજી તરફ રાતોરાત સરકારનો તખ્તા પાલટ કરી નાખનારા અજિત પવાર ફરીથી ઉપ મુખ્યમંત્રી બની ગયા છે ત્યારે કોંગ્રેસ અને એનસીપીમાં પણ આ બાબતે રોષની લાગણી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનાં વિસ્તારમાં અવિરત અસંતોષ અને વિરોધના કારણે હજુ સુંધી સુધી ઉદ્ધવ સરકાર માં મહત્વના વિભાગોની વહેંચણી પણ થઈ શકી નથી. જ્યારે ભાજપ બહાર બેઠા બેઠા આ મહાડ્રામાની મઝા લઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષકો અને પંડિતો મુજબ હાલની પરિસ્થિતિ પ્રમાણે ઉદ્ધવ ઠાકરે જો સમસ્યાનો ઉકેલ લાવી શકશે નહીં તો ઉદ્ધવ ઠાકરે ફરીથી શરદ પવારના શરણે જશે અને શરદ પવાર તેમની રાજકીય સૂઝબૂઝ દ્વારા એક હાંકોટે તમામ ધારાસભ્યોને એક કરીને ફરીથી રાજનીતિના ચાણક્યની મહત્વની ભૂમિકા ભજવશે એ નક્કી છે.