IndiaPolitics

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! રાજ ઠાકરે સોનિયા ગાંધીને મળ્યા બાદ રચાયા આ સમીકારાણ! જાણો!

લોકસભા ચુંટણીમાં ભાજપને મોટી સફળતા મળ્યા બાદ ખુબજ ઉત્સાહમાં જોવા મળી રહ્યું છે કાર્યકર્તાઓ પણ ચાર્જેડ થઇ ગયા છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. પરંતુ દેશના હરીયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં વિધાનસભા ચુંટણી આવી રહી છે. તે જોતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એક્ટીવ થઇ ગયા છે અને રાજ ઠાકરે પણ તેમની મુલાકાત લઇ ચુક્યા છે. તો રાહુલ ગાંધી પણ સામાન્ય કાર્યકરની જેમ રણનીતિ ઘડી રહ્યા છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

મહારષ્ટ્ર એ અતિ મહત્વનું રાજ્ય ગણવામાં આવે છે. કારણ કે મહારાષ્ટ્રનું મુંબઈ એ દેશની આર્થિક રાજધાની ગણવામાં આવે છે. કોંગ્રેસ પાસે હાલ ત્રણ ચાર રાજ્યોમાં સરકાર બચી છે તેવામાં મહારષ્ટ્રમાં જીતવું એ કરો યા મરોની સ્થિતિ સમાન છે. કોંગ્રેસ દ્વારા આ બાબતે રણનીતિ ઘડી કાઢીને લોકસભામાં હાર બાદ તુરંત મહારષ્ટ્રમાં ચુંટણી પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો હતો. રાજ ઠાકરે સાથે સોનિયા ગાંધીની મુલાકાત મહારાષ્ટ્રમાં મહાગઢબંધનનો ઈશારો માત્ર છે. રાજ ઠાકરે પણ મહારાષ્ટ્રના જોરે નેશનલ પોલિટિક્સમાં આવવા માટે મથી રહ્યા છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ પાર્ટીના દિશાનિર્દેશ પ્રમાણે મહારાષ્ટ્રમાં ખુબજ એક્ટીવ છે અને જિલ્લે જિલ્લે સભા બેઠકો કરીને કોંગ્રેસ પક્ષને મજબુત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. લોકસભા ચુંટણીમાં મળેલી કારમી હાર બાદ નિરાશ થવાને બદલે હાર્દિક પટેલ મહારષ્ટ્રનો રસ્તો લઈને ચુંટણી લક્ષી કામગીરી કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. હાર્દિક પટેલ મહારાષ્ટ્રમાં યુવાનોને મળી રહયા છે અને યુવાનોના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી રહ્યા છે. તેમજ લોકલ પ્રશ્નો પણ શું છે તેની જાણકારી તેમજ સંગઠન બાબતે પણ ચર્ચા વિચારણા હાથ ધરી રહ્યા છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ખાસા એક્ટીવ થઇ ગયા છે. મહારષ્ટ્રનું મહત્વ સમજતા મહારષ્ટ્ર વિધાનસભા ચુંટણી જીતવા માટે રણનીતિ ઘડી રહ્યા છે. આજ રણનીતિ અંતર્ગત તેમણે રાજ ઠાકરે સાથે મુલાકાત કરી. રાજ ઠાકરે દિલ્લીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મળવા જતાં રાજનૈતિક ગલીયારોમાં ચર્ચાનો દોર જામ્યો છે. ના માત્ર ચર્ચાઓ પરંતુ અમુક રાજનૈતિક પંડિતો આને ભાજપ અને શિવસેના માટે ઘાત પણ માની રહ્યા છે. અને ભાજપ સેના ની યુતી માટે ચેતવણી સ્વરૂપ ગણવામાં આવે તેવું પણ કહી રહ્યા છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં મજબુત અને કોંગ્રેસની સહયોગી પાર્ટી એનસીપી પણ ખુબજ સક્રિય છે. મહારષ્ટ્રમાં ફરી સત્તામાં આવવા માટે રણનીતિ ઘડવા તેમજ લોકલ પ્રશ્નો સમસ્યાઓને વાચા આપવા એનસીપી રોડમેપ તૈયાર કરી રહી છે. મહારષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસનું ગઢબંધન છે. ત્યારે વધારે સીટ જીતવા માટે કોંગ્રેસ અને એનસીપી રાજ ઠાકરે સાથે હાથ મિલાવી શકે છે. મહારાષ્ટ્રમાં એનસીપીની પકડ કોંગ્રેસ અને મનસે કરતા વધારે છે જોકે મનસે અને રાજ ઠાકરે ની લોકપ્રિયતા પણ ઓછી આંકી શકાય નહીં. ક્યાંકને ક્યાંક આ ત્રિપુટી ભાજપ સેના માટે જોખમ કારક સાબિત થશે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

હા મહારષ્ટ્રમાં પણ મહાગઢબંધન થઇ શકે છે. મનસે પ્રમુખ રાજ ઠાકરે ની સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ રાજનૈતિક પંડિતોમાં મહાગઢબંધનની ચર્ચાને અવકાશ મળ્યો છે. જો અને તો ની રાજનીતિમાં મહારષ્ટ્રમાં મહાગઢબંધન થાય તો ભાજપ અને શિવસેનાની યુતિને ગંભીર નુકશાન જાય તેમ છે. કોંગ્રેસ+ એનસીપી+ મનસે નું ગઢબંધન ભાજપ સેનાની યુતિને નુકશાન કારક સાબિત થઇ શકે છે. એટલું જ નહીં હાલની ગણતરી પ્રમાણે આ ત્રિપુટી ભેગી થઈને ચુંટણી લડે તો સરકાર પણ બનાવી શકે છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

જો કે લોકલ પ્રશ્નો પણ ખુબ જ છે અને મુખ્યમંત્રી ફડનવીસની લોકપ્રિયતા ઘટી રહી છે તેમજ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સરકારની નિષ્ફળતા તેમને ભારે નુકશાન કરાવી શકે તેમ છે. વિદર્ભમાં પણ આ વખતે ભાજપ સેના માટે કપરા ચઢાણ છે. આવામાં જો કોંગ્રેસ+ એનસીપી+ મનસે નું ગઢબંધન બને તો ભાજપ શિવસેના ને સત્તા ગુમાવવાનો વારો પણ આવી શકે છે. ફળનવીસ સરકાર દુષ્કાળ અને પાણી પહોંચાડવાની બાબતે તેમજ મરાઠા અનમાંત મુદ્દે પોતાની કિરકિરી કરવી ચુકી છે. જેનો લાભ પણ મહાગઢબંધ થાય તો તેમને મળી શકે છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

રાજ ઠાકરે ની છબી મહારષ્ટ્રમાં પાક્કા મરાઠી અને એક અગ્રેસીવ નેતા જેવી છે જો રાજ ઠાકરે એનસીપી અને કોંગ્રેસ સાથે મહારષ્ટ્ર ચુંટણી લડે તો જીતવાના ચાન્સ વધી જાય છે. હાલ ભાજપ પણ આ મુદ્દે ચિંતિત છે. અને આ બાબતે રણનીતિ ઘડી રહી છે. લોકસભા ચુંટણી લડ્યા વગર રાજ ઠાકરે નેશનલ પોલીટીક્સમાં એન્ટ્રી મારી લીધી છે. આ જોઇને તેમના વિરોધીઓ અચંબિત થઇ ગયા છે. રાજ ઠાકરે બિલકુલ તેમના કાકા બાલા સાહેબ ઠાકરે નું અનુકરણ કરી રહ્યા છે અને ઇતિહાસ ફરી દોહરાવી રહ્યા છે.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

૧૯૮૦માં શિવસેના ના વડા બાલાસાહેબ ઠાકરે પણ લોકસભા નોહતા લડ્યા અને કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. રાજ ઠાકરે પણ તેમના કાકાની સ્ટાઈલને અપનાવી છે. ના માત્ર બોલવામા પણ તેમના જેવા બોલ્ડ નિર્ણયો લેવામાં પણ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે કરતા આગળ છે. કાકા બાલાસાહેબ ઠાકરે ની જેમ રાજ પણ તેમના જ નકશે કદમ પર ચાલી રહ્યા છે. બાલાસાહેબ ઠાકરે એ વર્ષ ૧૯૮૦માં ઇન્દિરા ગાંધીને સમર્થન આપીને જનતા સરકારને પાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. બંને અલગ વિચારધારા વાળી પાર્ટીઓ ભેગી થઈ એ વાત તે વખતે પણ ચર્ચાનો વિષય બની હતી.

રાજ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ૧૯૮૦ના લોકસભા ચુંટણીમાં બાલાસાહેબ ઠાકરે દ્વારા ચુંટણી ના લડીને ઇન્દિરા ગાંધીને સમર્થન આપવામાં આવ્યું હતું. તેજ રીતે ૨૦૧૯ માં રાજ ઠાકરે દ્વારા લોકસભામાં ભાજપનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો અને આડકતરી રીતે કોંગ્રેસને ફાયદો થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરે કોંગ્રેસ એનસીપી સાથે ગઢબંધન કરે તો ભાજપ અને શિવસેના માટે માઠા સમાચાર છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!