IndiaPolitics

લાઈવ શો માં ભાજપ નેતાને પેનાલિસ્ટે માર્યું ચપ્પલ! વીડિયો વાઇરલ! ચેનલ પર બેનની માંગ!

હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. બંગાળ સહિત દેશના ચાર રાજ્યોમાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બંગાળ, કેરળ, તામિલનાડુ, અસમ અને પોન્ડુચેરી રાજ્યોમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે. સમગ્ર દેશની નજર બંગાળ, કેરળ અને તામિલનાડુ પર છે. પોન્ડુચેરી માં હમણાંજ કોંગ્રેસ સરકાર પડી ગઈ છે. તો અસમ માં પ્રધાનમંત્રી મોદી સહિત અમિત શાહ પણ પ્રચાર શરૂ કરી દીધો છે. તો રાહુલ ગાંધી પણ છેલ્લા ઘણા સમયથી સાઉથ ઇન્ડિયાની કમાં સંભાળીને રેલીઓ કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ તામિલનાડુ પહોંચ્યા છે. એટલે સમગ્ર દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે.

મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

દેશનું રાજકારણ ચેનલોમાં થતી ડિબેટને લીધે પણ રાજકીય ગરમાવો આવી ગયો છે. રોજે રોજ દેશની નામી ચેનલો પાર ડિબેટનો માહોલ જામતો જાઈ રહ્યો છે. પ્રાઈમ ટાઈમ પર તો ડિબેટ નો રાફડો ફાટ્યો છે. પરંતુ આ ડિબેટ ક્યારેક ઘાતક બની જાય છે. વધારે ઉગ્ર થઈ જવાના લીધે કેટલાક નેતાઓ તાત્કાલિક હોસ્પિટલાઈઝ કરવા પડ્યા છે તો કેટલાક નેતાઓના દુઃખદ નિધન પણ થઈ ગયા છે. હવે આવી જ ડિબેટ જમતી જાય છે. ટીઆરપી માટે કેટલીક ચેનલો દ્વારા ડિબેટ માટે એવા વિષય પસંદ કરવામાં આવે છે કે ડિબેટ વધારે ઉગ્ર બને પરંતુ આવી ડિબેટ ઘાતક બની જાય છે.

મહારાષ્ટ્ર, નીતીશ કુમાર, પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી, ભાજપ

આવું જ કઈંક બન્યું ભાજપ નેતા સાથે. એક ડિબેટ દરમિયાન વાતાવરણ ઉગ્ર થઈ જતાં ભાજપ નેતા અને પેનાલિસ્ટ અમને સામને આવિગયા એટલું જ નહીં ભાજપ નેતા ને જુતું પણ પડ્યું. જેનો વીડિયો સમગ્ર દેશના વાઇરલ થઈ જવા પમ્યો સાથે સાથે ચેનલને બોયકોટ કરવાની ઉગ્ર માંગ ઉઠવા લાગી. આંધ્રપ્રદેશના એબીએન ટીવી પર લાઇવ ચર્ચામાં એક અતિથિએ ભાજપ નેતાને છુટ્ટી ચંપલ મારી હતી. આ ઘટનાને લગતી વિડિઓ રવિવારે માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર વાયરલ થઈ હતી. જ્યારે #BoycottABNTV ચેનલના બહિષ્કાર માટેની માંગ ઉઠવા લાગી હતી.

લોકોએ ટ્વિટ કરતાં કહ્યું કે ટીવી પર ચર્ચા કેટલી ગંદી લાગે છે. બીજેપીમાં રાજ્ય એકમના જનરલ સેક્રેટરીને અન્ય એક પેનલના સભ્યએ ચપ્પલ ફેંકીને માર માર્યો હતો, જ્યારે પક્ષે તેની નિંદા કરતા કહ્યું કે આ ઘટના દુ:ખદ છે, ચેનલ ચર્ચામાં હજી પણ ટીડીપી ગુંડાઓને આમંત્રણ આપી રહી છે. ખરેખર, આખો મામલો ચાર દિવસ પહેલાનો છે. વિષ્ણુવર્ધન રેડ્ડી આંધ્ર ભાજપ મહામંત્રી છે. અમરાવતી જોઈન્ટ એક્શન કમિટીના કન્વીનર શ્રીનિવાસ રાવ અન્ય અતિથિઓ સાથેની ચર્ચામાં તેઓ પણ હાજર હતા.

ચર્ચા દરમિયાન રેડ્ડીની વાત પર ગુસ્સે થઈને શ્રીનિવાસે પોતાનો પિત્તો ગુમાવ્યો. શોમાં જ તેમણે ધમકી આપી હતી કે પહેલા ચપ્પલ ઉતારીશ. આ ધમકી પર બીજેપી નેતાએ તેમને મર્યાદામાં રહેવાનું કહ્યું. ગુસ્સે ભરાયેલા શ્રીનિવાસ રાવે ચપ્પલ ઉતારીને છૂટું ભાજપ નેતા વિષ્ણુવર્ધન રેડ્ડીને માર્યું. અને ચેનલમાં ચાલતી ડિબેટે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું. શોમાં વાતાવરણ ઉગ્ર બનતું જાણીને એન્કરે ઘટના બાદ તુરંત વિરામ લેવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ આ સમય દરમિયાન ભાજપ નેતા અને શ્રીનિવાસ રાવ બંને તેમની ખુરશીઓ પરથી ઉભા થઈ ગયેલા જોવા મળ્યા હતા.

જ્યારે અન્ય લોકો તેમને સંભાળવા માટે આગળ આવતાં જોવા મળ્યા હતા. જો અન્ય લોકો દ્વારા બંને નેતાઓને રોકવામાં આવ્યા ના હોત તો જાહેરમાં મારામારી પાર આવી ગયા હોત. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ નેતાએ શ્રીનિવાસ રાવ પર ટીડીપી સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેનાથી શ્રીનિવાસ રાવ ગુસ્સે ભરાઈ ગયા હતા અને ભાજપ નેતા પર જુત્તુ ફેંક્યું હતું. હવે તમને સવાલ થતો હશે કે શ્રીનિવાસ રાવ કોણ છે તો તો આવો શ્રીનિવાસ રાવને એક નજરમાં જાણીએ: શ્રીનિવાસ રાવ અમરાવતીને રાજધાની બનાવવા સંબંધિત આંદોલનમાં ખૂબ સક્રિય રહેલા નેતા છે.

શ્રીનિવાસ રાવ રાજ્યમાં ત્રણ રાજધાનીઓ બનાવવાના વાય.એસ. જગન મોહન રેડ્ડી સરકારના નિર્ણય સામે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેઓ આ પહેલાની રાજ્ય સરકાર સામે પણ બાંયો ચડાવી ચુક્યા છે. આવામાં તેમને વધારે ઉશ્કેરવાનું ભાજપ નેતા ને ભારે પડ્યું. કહેવાય છે કે જો લોકોએ તેમને પકડીને રોક્યા ના હોત તો બંને નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ જાત. આવી ઘટના લાઉવ ટીવી પર પહેલી વાર નથી બની આ પહેલાં પણ આવી થઈ ચૂક્યું છે અને આવા વીડિયો પણ ઘણીવાર વાઇરલ થઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2019 માં પણ જુત્તા વાળી થઈ હતી. જૂતા મારવાવાળા અને જુતું ખાનારા બંને નેતા ભાજપના હતા. ફરક માત્ર એટલો હતો કે મારનાર સાંસદ (શરદ ત્રિપાઠી) હતા, જ્યારે જુતું ખાનાર ધારાસભ્ય (રાકેશસિંહ બઘેલ) હતા. જો કે, એક મહિના પહેલા જ આ કેસમાં આ બંનેને મોટી રાહત મળી હતી કારણ કે તેમની સામેના વોરંટ રદ કરવામાં આવ્યા હતાં. જો કે આ ઘટના નો વીડિયો સખત રીતે સમગ્ર દેશમાં વાઇરલ થયો હતો.

Show More

Related Articles

Back to top button