
હાલમાં જ 2019ની ચુંટણી પૂર્ણ થઈ અને નરેન્દ્ર મોદી ભાજપ દ્વાર બહુમતીથી સરકાર બનાવવામાં આવી છે કોંગ્રેસની કારમી હાર થઈ છે. હારની તમામ જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષ હોવાના નાતે રાહુલ ગાંધી એ સ્વીકારી છે. પરંતુ કોંગ્રેસના કાર્યકરો હતાશ કે નિરાશ થયા નથી અને આવનારી ચુંટણીઓ માટે અત્યારથી શરૂઆત કરી દીધી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને રાજીનામુ મોકલી આપ્યું છે અને તેના પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ 4 કાર્યકારી અધ્યક્ષની ફોર્મ્યુલા પર પાર્ટી વિચાર કરી રહી છે.

હાલ રાહુલ ગાંધી કેરળના વાયનાડ ના પ્રવાસે છે 2019ના લોકસભા ચુંટણી જંગમાં વાયનાડની જનતાએ રાહુલ ગાંધીને જબરદસ્ત મતોની સરસાઈથી જીતાડયા છે. અને જીત્યા બાદ વાયનડની જનતાનો આભાર માનવા રાહુલ ગાંધી 4 દિવસના વાયનાડ પ્રવાસે હતા.

લોકસભામાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં માં મનોમંથનો શરૂ થઈ ગયા છે અને 2024 લોકસભા અને તેના પહેલા આવતી ચુંટણીમાં ખોવાયેલો જનાધાર કેવીરીતે મેળવવાળો તે અંગે મિટિંગો અને બેઠકો ચિંતનો શરૂ થઈ ગઇ છે.

સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી હારની સમીક્ષા મિટિંગો, બેઠકો અને ચિંતનો બાદ એક નિષ્કર્ષ પર આવ્યા છે અને આખાય ભારતમાં એક યાત્રા શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી ભારત યાત્રા પર જઈ શકે છે અને ખોવાયેલો જનાધાર અને જનતાનો વિશ્વાસ ફરી મેળવવાના પ્રયત્ન કરશે. હાલ કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કે જાણકારી આપવામાં આવેલ નથી. પરંતુ ટૂંકમાં આ જાહેર સત્તાવાર થઈ શકે છે.

હાલ કોંગ્રેસ પાર્ટી અને અન્ય સિનિયર નેતાઓના માર્ગદર્શન દ્વારા આ બાબતે વિચારણા હાથ ધરવામાં આવી છે. જે હજુ સત્તાવાર રીતે અમલમાં મુકવમાં આવી નથી પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પ્લાન બની રહ્યો છે અને તેની સત્તાવાર જાહેરાત રાહુલ ગાંધી વાયનાડથી દિલ્લી પહોંચીને નિર્ણય લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટી આઝાદી પછીના સૌથી ખરાબ સમય માંથી પસાર થઈ રહી છે અને ખોવાયેલો જનાધાર અને જનતાનો વિશ્વાસ કેવીરીતે મેળવવો એ બાબતે મનોમંથનો ચાલી રહ્યા છે બીજી તરફ મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, દિલ્લી જેવા રાજ્યોની ચુંટણી આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ ફરી મજબૂત બનીને સત્તામાં વાપસી કરી શકશે કે કેમ!?