GujaratPolitics
Trending

ભગવો ખેસ પહેરીને ભાજપને જ ધોઈ રહ્યા છે રેશમા પટેલ. જાણો શું કહ્યું!

પાટીદાર અનામત આંદોલનથી ભાજપમાં પ્રવેશેલા રેશમા પટેલ દિનપ્રતિદિન વિવિધ ટીકાત્મક નિવેદનોથી ભાજપને ઘેરી રહ્યા છે. જેમાં કેન્દ્રમાં શિવસેના ભાજપના સહયોગી પક્ષમાં રહીને રોજબરોજ આકરા શબ્દોમાં ભાજપની જ ઝાટકણી કાઢે છે તેમ રેશમા પટેલ પણ ભાજપમાં જ રહીને ભાજપની ખુલ્લેઆમ નિંદા કરતા ફરે છે.

રેશમા પટેલ

ફોટો: સોશિયલ મીડિયા

પોતાને શિસ્તબદ્ધ કહેવડાવતી પાર્ટી ભાજપ આ અંગે કોઈ પગલા પણ નથી ભરી શકતી, ભાજપ તેમને વાજતેગાજતે અનામત આંદોલનથી ભાજપમાં લઇ ગયેલ ત્યારે હવે કયા મોઢે તેમની સામે શિક્ષાત્મક પગલા ભરે.

રેશમા પટેલ

ફોટો: સોશિયલ મીડિયા

ભાજપમાં જોડાઈને આક્રમક રીતે મિડિયામાં બેટિંગ કરતાં રેશમા પટેલ આજકાલ ભાજપ પર જ વરસી રહ્યા છે. રેશમા પટેલના વાકબાણના જવાબ તો ભાજપ ખુદ પણ આપી નથી શકતું. ત્યારે ફરીથી રેશમા પટેલે ભાજપને વધુ એક મુશ્કેલીમાં મૂકી દીધી છે.

રેશમા પટેલ

ફોટો: સોશિયલ મીડિયા

અમદાવાદમાં એક પત્રકાર પરિષદ સંબોધતા રેશ્મા પટેલે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, ભાજપ વિકાસના નામે રાજકારણ રમી રહ્યું છે. ભાજપમાં માત્ર વોટબેંકની રાજનીતિ થઈ રહી છે. આયોગ અને નિગમમાં અનેક ત્રુટીઓ રહી ગઈ છે. લોકો અમને ફરિયાદ કરતા હોય છે. મેં મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી હતી પરંતુ મને તેનો કોઈ જવાબ અપાયો નથી કે નથી તે અંગે કોઈ પગલા ભરવામાં આવ્યા.

રેશમા પટેલ

ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં રેશમા પટેલે જણાવ્યું છે કે ભાજપે વિધાનસભા ચૂંટણીમાં પ્રજાને અનેક વચનોની લ્હાણી કરી હતી પરંતુ તે પુરા કરવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવકો પર કરવામાં આવેલા કેસો પાછા ખેંચવામાં આવે તેવી માંગણી હતી. તો રેશમા પટેલ અગાઉ પણ અનેકવાર આ માંગણી વિશે બોલી ચુક્યા છે.

રેશમા પટેલ

ફોટો: સોશિયલ મીડિયા

આગળ રેશમા પટેલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા વધુ એક માંગણી કરવામાં આવી કે, ગુજરાતમાં દેશના અન્ય રાજ્યોની જેમ સરકારી નોકરીની વયમર્યાદા ૪૦ વર્ષની કરવામાં આવે તેવી માંગણી પણ રેશમા પટેલે ઉઠાવી હતી તો જો તેની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આંદોલન પણ કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

રેશમા પટેલ

ફોટો: સોશિયલ મીડિયા

આમ, ભાજપ તરફથી મને ઘણી આશા હતી પરંતુ તેના પર પાણી ફરી વળ્યુ છે. તેવી વાત કરીને રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની આશાઓ જ ઠગારી નિવડી છે તો રાજ્યની જનતાનું તો શું તેવો પ્રશ્ન પણ ઉભો થઇ રહ્યો છે.

રેશમા પટેલ

ફોટો: સોશિયલ મીડિયા

ભાજપા કાર્યકરોમાં અંદરોઅંદર ચર્ચાઓ ચાલી રહી છે કે, ભાજપના મૂળ કાર્યકરોને સાઇડલાઈન કરીને પક્ષ દ્વારા આવા આયાતી લોકોને આગળ કરવામાં આવે છે અને નેતા બનાવવામાં આવે છે અને અંતે આખાબોલા નેતાઓ પાર્ટી વિરીદ્ધ પણ બોલે છે. શું શિસ્તનો ડર વર્ષો જુના પક્ષ માટે મહેનત કરતાં કાર્યકરોને જ બતાવાયા કરવામાં આવશે કે બહારથી આવેલા લોકો પર પણ પગલાં ભરવામાં આવશે ? જેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

રેશમા પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

બીજીતરફ રેશમા પટેલ પણ આખા બોલા મહિલા પાટીદાર આગેવાન છે. તેઓની સામે પગલા ભરવાથી કોઈ નેતા ભવિષ્યમાં ભાજપમાં જોડાતા વિચાર કરશે કે ભાજપ ચૂંટણી વખતે પોતાનું કામ થઇ જાય એટલે પછી કાઢી મુકે છે. તો રેશમા પટેલ વ્યક્તિગત રીતે પણ બોલવામાં મજબુત અને જવાબ આપવામાં હોંશિયાર હોવાથી ભાજપ તેમની સામે પગલા લેતા ડરતું અને અચકાતું હોઈ શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!