કર્ણાટક માં રાજકીય સંકટ વધારે ને વધારે ઘેરું બનતું જઈ રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઢબંધન સરકાર છે અને ભાજપ તેને ડામાડોળ કરવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસ ના 10 જેટલા ધારાસભ્યો સ્વિચ કરવાની ફિરાકમાં છે પરંતુ કોંગ્રેસ નેતા ડિકે શિવકુમાર ભાજપની આ યોજનાને નિષ્ફળ બનાવવા માટે મથી રહ્યા છે.

ધારાસભ્યો બે વાર રાજીનામાં આપી ચુક્યા છે પરંતુ વિધાનસભા સ્પીકર દ્વારા તેને હજુ સુંધી મંજુર કરવામાં આવ્યા નથી આ બાબતે ધારાસભ્યો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતાં. સુપ્રીમ કોર્ટ દ્વારા ધરસભ્યોના રાજીનામાં મંજુર કરવા માટે સ્પીકર ને આદેશ આપવામાં આવ્યો હતો તેની સામે સ્પીકર પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

આ બાબતે 10 ધારાસભ્યો તરફ મુકુલ રોહતગી અને કર્ણાટક વિધાનસભા સ્પીકર તરફે અભિષેક મનુ સિંઘવી હજાર થયાં હતાં. જેમાં કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકારને આંશિક રાહત મળી છે. સુપ્રીમ કોર્ટમાં કર્ણાટકના ધારાસભ્યો અંગે ગઈ કાલે થયેલી સુનાવણીમાં નિર્ણય મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ અને જેડીએસ સરકારને રાહત અને કર્ણાટક ભાજપને જબરદસ્ત ઝટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભા અધ્યક્ષને આદેશ આપતા જણાવ્યું હતું કે, રાજ્યપાલ દ્વારા મંગળવાર સુધી વિદ્રોહી ધારાસભ્યોના રાજીનામા અને ગેરલાયક ઠરાવવા અંગે કોઇ નિર્ણય ન લે. જે મદહદ અંશે કોંગ્રેસ જેડીએસ સરકાર માટે રાહતના સમાચાર છે.

અધૂરામાં પૂરું ભાજપની આટલી મથામણ બાદ પણ કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ ચોંકાવનારું નિવેદન આપતાં જણાવ્યું કે તે વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવા તૈયાર છે. અને અમે સાબિત કરી શકવા સક્ષમ છીએ કે અમારી પાસે મેજોરીટી છે. જેમાં ભાજપની કિરકિરી થઈ જશે. અમારા દરેક ધારાસભ્યો અમારી સાથે અને સરકારના સમર્થનમાં છે.

કર્ણાટક મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીના આ બોલ્ડ નિવેદન બાદ ભાજપ હરકતમાં આવી ગયું છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે પણ પોતાના ધારાસભ્યોના મત સુરક્ષિત કરવા માટે બેંગાલુરૂની નજીક આવેલા રિસોર્ટમાં લઇ જવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ બાહુબલી નેતા ગણાતા ડિકે શિવકુમાર દ્વારા બાગી બનેલા 10 જેટલા ધારાસભ્યોને મનાવવાના પ્રયત્નો ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સુપ્રીમ કોર્ટમાં વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશકુમાર દ્વારા ધરસભ્યોન રાજીનામાં બાબતે તેમને નિર્ણય લેવા માટે વધુ સમયની જરૂર છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા વિધાનસભા અધ્યક્ષને કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે 16 જુલાઈ સુંધીનો સમય આપીને ત્યાં સુંધી કોઈ નિર્ણય નહીં લેવાનો આદેશ આપ્યો હતો.

આ દરમિયાન કોંગ્રેસ દ્વારા માસ્ટરસ્ટ્રોક રમતા પોતાના 13 જેટલા બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના બાદ જો આ યોજના પાર પડે તો બળવાખોર ધારાસભ્યો આગામી 6 વર્ષ સુંધી ચુંટણી લડી શકશે નહીં જે આખાય દેશમાં પક્ષાતર કરતાં ધારાસભ્યો માટે દાખલા સમાન હશે.

કર્ણાટકમાં યોજાયેલી ચુંટણીના પરિણામ પ્રમાણે હાલમાં કોંગ્રેસના 78 અને જેડીએસના 37 ધારાસભ્યો સાથે 116ની સંખ્યા છે. એટલે કે કોંગ્રેસ-જેડીએસ પાસે 116 ધારાસભ્યોના સમર્થન સાથે મેજોરીટીમાં સરકાર છે. સ્પીકર દ્વારા જો 16 ધારાસભ્યોના રાજીનમા સ્વીકારી લેવામાં આવશે તો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 100 થઇ જશે.

જો આમ તો સરકાર માઈનોરિટીમાં આવી શકે છે પરંતુ કુમારસ્વામીના વિશ્વાસ મત મેળવવાની તૈયારીના નિવેદન બાબતે કર્ણાટક વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે કુમારસ્વામી વિશ્વાસ મત મેળવવા માટે જ્યારે પણ સમય માગશે ત્યારે તેઓ તેમને પૂરતી તક અને સમય આપશે. જેમાં તેમણે મેજોરીટી સાબિત કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને અનિરૂદ્ધ બોઝની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે આ કેસની વધુ સુનાવણી 16 જુલાઇએ થશે અને ત્યાં સુધી કર્ણાટક વિધાસભામાં યથાસ્થિતિ જાળવી રાખવાની રહેશે જે આદેશ બાદ કોંગ્રેસ જેડીએસ સરકારને રાહત મળી હતી.



