
ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ આજે ધારાસભ્ય પદેથી હેમંત સોરેનને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લઈ શકે છે. જે બાદ ભાજપ ગેલમાં આવી ગયું છે. આ દરમિયાન, હેમંત સોરેને રાંચીમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યુપીએના તમામ ધારાસભ્યો સાથે બેઠકની અધ્યક્ષતા કરી છે. જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી પંચે રાજ્યપાલને સીએમ હેમંત સોરેનને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરી છે.

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનની ખુરશીનું સંકટ વધુ ઘેરી બન્યું છે. માઈનિંગ લીઝના મામલામાં ચૂંટણી પંચે તપાસ બાદ પોતાનો રિપોર્ટ ઝારખંડના રાજ્યપાલને મોકલી આપ્યો છે. જેમાં મુખ્યમંત્રી હેમંતને ધારાસભ્ય પદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એટલે કે તેમણે તેમની વિધાનસભા રદ કરવાની ભલામણ કરી છે. હવે રાજ્યપાલે હેમંત અંગે નિર્ણય લેવાનો છે. જો કે, ચૂંટણી પંચની ભલામણમાં હેમંત માટે એક રાહત પણ છે, જેના દ્વારા તેઓ થોડા સમય પછી ફરીથી ગૃહના નેતા બની શકે છે. જે ભાજપ માટે માઠા સમાચાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે હેમંત સોરેનને લઈને એક દિવસ પહેલા જ ઝારખંડના રાજ્યપાલને પોતાના સૂચન અને પરામર્શ મોકલ્યા છે. જેમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. પરંતુ, ચૂંટણી પંચે મુખ્યમંત્રી હેમંત સોરેનને ધારાસભ્ય પદ માટે અયોગ્ય ઠેરવ્યા છે. એટલે કે જો હેમંતની વિધાનસભા રદ કરવાની ભલામણ પર રાજ્યપાલની મહોર લાગશે તો જેએમએમની સરકાર પડી જશે. આવી સ્થિતિમાં પાર્ટીએ ગૃહમાં નવા નેતાની પસંદગી કરવી પડશે.

જેએમએમએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે!
પરંતુ, ચૂંટણી લડવા પર પ્રતિબંધ ન હોવાને કારણે, સોરેન રાજીનામું આપી શકે છે અને ફરીથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. શક્ય છે કે જેએમએમ ટૂંકા ગાળા માટે સીએમ પદ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે. બાદમાં, જો હેમંત ચૂંટણી જીતે છે, તો તેમને ફરીથી રાજ્યની બાગડોર સોંપવામાં આવી શકે છે. જો સોરેન તેમના પત્નીનેબનાવે મુખ્યમંત્રી તો ભાજપ ફાયદો ઉઠાવે એટલે હાલ હેમંત સોરેન આ બાબતે પગલાં ભરતા વિચારશે.

ચૂંટણી લડવા પર પ્રતિબંધ નથી!
કમિશનના સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી લડવા પર પ્રતિબંધ ત્યારે જ આવે છે જ્યારે ધારાસભ્ય કે સાંસદ સામે ભ્રષ્ટાચારના આરોપો સાબિત થાય અને તે મુજબ સજા નક્કી કરવામાં આવે. સોરેન સામે ટ્રાયલ ચાલી રહી છે પરંતુ હજુ સુધી ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા નથી. તેથી, કમિશને માઇનિંગ લીઝ લઈને નફાની ઓફિસ રાખવાના આરોપની તપાસ કર્યા પછી દોષિત ઠર્યા બાદ હેમંત સોરેનને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવ્યા છે, પરંતુ નજીકના ભવિષ્યમાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો નથી. જે ભાજપ માટે માઠા સમાચાર છે. અને તે જ ભાજપ માટે હાલ નેગેટિવ છે.

અયોગ્ય ધારાસભ્ય ગૃહમાં પરત ફરી શકે છે!
એટલે કે, હેમંત સોરેને રાજીનામું આપવું પડશે, ત્યારબાદ તેમણે ચૂંટણી પંચના નિર્ણયની રાહ જોવી પડશે, જેના દ્વારા તેમની ખાલી પડેલી બેઠક પર આગામી ચૂંટણી યોજાશે. એટલે કે, કોઈપણ ગેરલાયક ધારાસભ્ય ચૂંટણી પ્રચારમાં લાભનું પદ રાખવા માટે ગેરલાયકાતના કલંકને ધોયા પછી જ ગૃહમાં પરત ફરી શકે છે.
