
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આસામના સીએમ અને ભાજપ નેતા હિમંતા બિસ્વા સરમા પર જોરદાર હુમલો કર્યો છે. ગોવામાં રાજકીય ઘટનાક્રમ પર વાત કરતા જયરામ રમેશે કહ્યું કે બે પ્રકારના લોકો કોંગ્રેસ છોડી દે છે. તેમણે કહ્યું કે પ્રથમ કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમને પાર્ટી તરફથી બધું મળ્યું છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ગુલામ નબી આઝાદનું ઉદાહરણ આપતા રમેશે કહ્યું કે પ્રથમ શ્રેણીમાં તે નેતાઓ છે જેમને પાર્ટીએ બધું જ આપ્યું છે. અન્ય પ્રકારના નેતાઓનો ઉલ્લેખ કરતા, તેમણે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાનું ઉદાહરણ ટાંક્યું.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, “અન્ય એવા નેતાઓ છે જે તપાસ એજન્સીઓના રડાર પર છે. તે જશે અને ભાજપ માં જોડાશે. ભાજપમાં જોડાતાની સાથે જ તેઓ સ્વચ્છ થઈ જશે. આસામના મુખ્ય પ્રધાનને જુઓ, જે એક ઉત્તમ ઉદાહરણ છે. હવે તેમની સામે કોઈ કેસ નથી પરંતુ જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ તેમના પર રોજ પ્રહારો કરતી હતી. હવે તેઓ મુખ્યમંત્રી બની ગયા છે અને ભાજપે મૌન સેવ્યું છે. ભાજપ પાર કટાક્ષ કરીને કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા વિવાદનો મધપૂડો છેડી દીધો છે.

ગોવાના ધારાસભ્યો અને પયરવ મુખ્યમંત્રી ભાજપ માં જોડાઈ જતાં ના સવાલ પાર રમેશે જવાબ આપ્યો હતો. ભાજપ માં જોડાવા અંગે જયરામ રમેશે કહ્યું કે આ લોકો પણ બીજા વર્ગના નેતા છે. તે 8 ધારાસભ્યો ભાજપના ‘વોશિંગ મશીન’માં ગયા છે. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે આ બધા લોકો ભ્રષ્ટ છે. જયરામ રમેશે કહ્યું કે તેઓ સંમત છે કે કોંગ્રેસે તેમને (ગોવાના આઠ ધારાસભ્યોને) પાર્ટીમાં સામેલ કરીને ભૂલ કરી છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશ એ કહ્યું, “હવે તેઓ ભાજપ ના વોશિંગ મશીનના આશ્રયમાં ગયા છે, તેઓ મારા સફેદ કુર્તા જેવા નિષ્કલંક હશે. જનારા લોકો જશે પણ દરેક જણ બધું માણીને જતા રહે છે. 20-30 યુવા નેતાઓ પાર્ટીમાં જવાબદારી લેવા માટે રાહ જોઈ રહ્યા છે. મને કેટલાક મોટા નામો પાર્ટી છોડવાની ચિંતા નથી, આ લોકો જેટલી જલ્દી પાર્ટી છોડી દે તેટલું સારું.”
